કોર્પોરેટ બાબતોનું મંત્રાલય

છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારે 3,82,581 શેલ કંપનીઓને બંધ કરી


Posted On: 20 SEP 2020 2:04PM by PIB Ahmedabad

શેલ કંપનીઓની ઓળખ કરવા અને બંધ કરવા માટે સરકારે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. નાણાકીય નિવેદનો (એફએસ)ને સતત બે વર્ષ કે તેથી વધુ સમય સુધી ફાઇલ ન કરવાના આધારે કંપનીઓની ઓળખ કરવામાં આવી હતી અને કંપની એક્ટ, 2013ની કલમ 248 હેઠળ તથા કંપનીઝ એક્ટ 2016માં લાગુ કરવામાં આવેલ કાયદાની યોગ્ય કાર્યવાહી બાદ (કંપનીઓનાં નામોને રજિસ્ટર ઓફ કંપનીઝમાંથી દૂર કરવા) 3,82,581 કંપનીઓ છે, જે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બંધ થઈ હતી. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી હતી.

"શેલ કંપની" શબ્દ કંપની એક્ટ હેઠળ વ્યાખ્યાયિત નથી. તે સામાન્ય રીતે સક્રિય વ્યવસાયિક કામગીરી અથવા નોંધપાત્ર સંપત્તિ વિનાની કંપનીના સંદર્ભમાં છે, જેનો કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર હેતુ જેમ કે કરચોરી, મની લોન્ડરિંગ, માલિકીની અસ્પષ્ટતા, બેનામી સંપત્તિઓ વગેરે માટે ઉપયોગ થાય છે. "શેલ કંપની"ના કેસની તપાસ માટે સરકારે રચેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સે શેલ કંપનીઓને ઓળખવા માટે અને ચેતવણી રૂપે કેટલાક રેડ ફ્લેગ સૂચકાંકને ઉપયોગમાં લઈને કેટલીક ભલામણો કરી છે.

 

SD/GP/BT



(Release ID: 1657114) Visitor Counter : 192