મંત્રીમંડળ
મંત્રીમંડળે “મિશન કર્મયોગી” - જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCSCB)ને મંજૂરી આપી
જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે નવું રાષ્ટ્રીય સ્થાપત્ય
કાર્યદક્ષ રીતે જાહેર સેવાઓ પૂરી પાડવા માટે વ્યક્તિગત, સંસ્થાગત અને પ્રક્રિયા સ્તરે ક્ષમતા નિર્માણ સાધનોમાં વ્યાપક સુધારો
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં માનવ સંસાધન પરિષદ, જાહેર સેવા ક્ષમતા નિર્માણની યોજનાઓને માન્યતા આપશે અને દેખરેખ રાખશે
ક્ષમતા નિર્માણ આયોગ દ્વારા પ્રશિક્ષણ ધોરણોનો સૂમેળ સાધવામાં આવશે, સહિયારા ફેકલ્ટી અને સંસાધનોનું સર્જન કરશે તેમજ તમામ તાલીમ સંસ્થાઓ પર દેખરેખની ભૂમિકા નિભાવશે
સંપૂર્ણ માલિકીના SPV દ્વારા ઑનલાઇન પ્રશિક્ષણ પ્લેટફોર્મની માલિકી મેળવવામાં આવશે અને તેનું પરિચાલન કરવામાં આવશે તેમજ વિશ્વકક્ષાની તાલીમ સામગ્રીના બજાર સ્થળની સુવિધા પૂરી પાડવામાં આવશે
Posted On:
02 SEP 2020 4:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળ દ્વારા જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCSCB)નો પ્રારંભ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં નીચે ઉલ્લેખ કર્યા અનુસાર સંસ્થાગત માળખું તૈયાર કરવામાં આવ્યું છે:-
(I) પ્રધાનમંત્રીની જાહેર માનવ સંસાધન (HR) પરિષદ,
(ii) ક્ષમતા નિર્માણ આયોગ
(iii) ડિજિટલ અસ્ક્યામતની માલિકી અને પરિચાલન માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ અને ઑનલાઇન પ્રશિક્ષણ માટે ટેકનોલોજીકલ પ્લેટફોર્મ
(iv) કેબિનેટ સચિવના નેતૃત્વમાં સંકલન એકમ
મુખ્ય વિશેષતાઓ
જાહેર સેવકોમાં ક્ષમતા નિર્માણ કરવાનો પાયો નાંખવાના ઉદ્દેશ સાથે ખૂબ જ કાળજીપૂર્વક NPCSCBની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેથી જ્યારે તે શ્રેષ્ઠ સંસ્થાઓ પાસેથી શીખે અને સમગ્ર દુનિયામાંથી શ્રેષ્ઠ આચરણો શીખે ત્યારે પોતાના મૂળની મદદથી ભારતીય સંસ્કૃતિ અને સંવેદનશીલતામાં તે જડિત રહે અને સતત જોડાયેલ રહે. આ કાર્યક્રમ એકીકૃત સરકારી ઑનલાઇન તાલીમ – iGOT કર્મયોગી પ્લેટફોર્મ દ્વારા પૂરો પાડવામાં આવશે. આ કાર્યક્રમના મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંતો નીચે દર્શાવ્યા અનુસાર છે:
- 'ગ્રામ્ય આધારિત' માંથી 'ભૂમિકા આધારિત' માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પરિવર્તન માટે સહકાર આપવો. જાહેર સેવકોને તેમના હોદ્દાની જરૂરિયાત અનુસાર તેમની યોગ્યતા સાથે સુસંગત હોય તે પ્રકારે કામકાજોની ફાળવણી કરવી.
- 'ઑફ-સાઇટ' પ્રશિક્ષણના પૂરક તરીકે 'ઑનસાઇટ પ્રશિક્ષણ' પર વિશેષ ભાર મૂકવો.
- અભ્યાસની સામગ્રી, સંસ્થાઓ અને વ્યક્તિગત લોકોને સામેલ કરીને સહિયારા પ્રશિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇકોસિસ્ટમનું સર્જન કરવું.
- તમામ જાહેર સેવા હોદ્દાઓ ભૂમિકાના માળખા, પ્રવૃત્તિઓ અને સુસંગતતા (FRACs)ના અભિગમ સુધારવા અને દરેક સરકારી એકમોમાં ઓળખી કાઢવામાં આવેલા FRACને સંબંધિત અભ્યાસની સામગ્રીનું સર્જન કરવું તેમજ પૂરી પાડવી.
- તમામ જાહેર સેવકો માટે તેમના સ્વચાલિત અને આવશ્યક અભ્યાસના માર્ગ પર તેમને પોતાની વર્તણુક, કામગીરી સંબંધિત અને તેમના ક્ષેત્રને સુસંગત તેમની આવડતોનું સતત નિર્માણ કરવા માટે અને તેને મજબૂત કરવા માટે તકો પૂરી પાડવી.
- તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો અને તેમની સંસ્થાઓને તેમના પ્રત્યેક કર્મચારીઓ માટેના વાર્ષિક નાણાકીય લવાજમ દ્વારા તેમના સંસાધનોમાં સહકાર માટે અને સહયોગપૂર્ણ તેમજ સામાન્ય ઇકોસિસ્ટમનું આદાનપ્રદાન કરવા માટે પ્રત્યક્ષ રોકાણ કરી શકે તે માટે તેમને સમર્થ બનાવવા.
- જાહેર પ્રશિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સ્ટાર્ટ-અપ્સ અને વ્યક્તિગત નિષ્ણાતો સહિત પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એવા સામગ્રી સર્જકોને પ્રોત્સાહિત કરવા અને તેમની સાથે ભાગીદારી કરવી.
- iGOT- કર્મયોગી દ્વારા ક્ષમતા નિર્માણ, સામગ્રી સર્જન, વપરાશકર્તા પ્રતિભાવ અને સુસંસગતાનું આલેખન તેમજ નીતિમાં સુધારા માટે ક્ષેત્રોની ઓળખના વિવિધ પરિબળોના સંદર્ભમાં પૂરા પાડવામાં આવેલા નિષ્કર્ષિત ડેટાના સંદર્ભમાં ડેટા એનાલિટિક્સ હાથ ધરવું
ઉદ્દેશો
એવી પણ દરખાસ્ત મૂકવામાં આવી છે કે ક્ષમતા નિર્માણ આયોગનું ગઠન કરવામાં આવે, જેથી સહયોગ અને સહ-આદાનપ્રદાનના આધારે ક્ષમતા નિર્માણ ઇકોસિસ્ટમનું વ્યવસ્થાપન અને નિયમન કરવાનો એકસમાન અભિગમ સુનિશ્ચિત કરી શકાય.
આયોગની ભૂમિકા નીચે ઉલ્લેખ કર્યા અનુસાર રહેશે-
- વાર્ષિક ક્ષમતા નિર્માણ યોજનાઓને મંજૂરી આપવા માટે પ્રધાનમંત્રી જાહેર માનવ સંસાધન પરિષદને સહાયતા કરવી.
- જાહેર સેવા ક્ષમતા નિર્માણ સંબંધિત કામ કરતી તમામ કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાઓ પર કાર્યાત્મક દેખરેખની કવાયત કરવી.
- આંતરિક અને બાહ્ય ફેકલ્ટી અને સંસાધન કેન્દ્રો સહિત સહિયારા અભ્યાસના સંસાધનોનું સર્જન કરવું.
- હિતધારક વિભાગો સાથે ક્ષમતા નિર્માણ યોજનાના અમલીકરણ સંદર્ભે સંકલન કરવું અને તેના પર દેખરેખ રાખવી.
- પ્રશિક્ષણના પ્રમાણીકરણ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણશાસ્ત્ર અને પદ્ધતિશાસ્ત્ર પર ભલામણો કરવી.
- તમામ જાહેર સેવાઓમાં સામાન્ય મધ્ય- કારકિર્દી તાલીમ કાર્યક્રમો માટે ધોરણો નિર્ધારિત કરવા.
- સરકારમાં માનવ સંસાધન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં જરૂરી નીતિગત હસ્તક્ષેપોનું સૂચન કરવું.
IGOT- કર્મયોગી પ્લેટફોર્મ ભારતમાં બે કરોડ કરતા વધુ અધિકારીઓની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવા માટે ઉત્કૃષ્ટ અને પોતાના વર્ગમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવે છે. આ પ્લેટફોર્મ સામગ્રી માટેના વાઇબ્રન્ટ અને વિશ્વકક્ષાના બજાર સ્થળ તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા છે જ્યાં કાળજીપૂર્વક અને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલી ડિજિટલ ઇ-લર્નિંગ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્ષમતા નિર્માણની સાથે-સાથે, પ્રોબેશનના સમયગાળાની પછી કાયમી થવું, નિયુક્તિ, કામની ફાળવણી, જગ્યાઓ માટેની સૂચનાઓ વગેરે સેવાકીય બાબતો પણ પ્રસ્તાવિત સુસંગતા માળખા સાથે સંકલિત કરવામાં આવશે.
મિશન કર્મયોગીનો ઉદ્દેશ ભારતીય જાહેર સેવકોને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કલ્પનાશીલ, પૂર્વસક્રિય, પ્રોફેશનલ, પ્રગતિશીલ, ઉર્જાવાન, સામર્થ્યવાન, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ બનાવીને તેમને ભવિષ્ય માટે વધુ કાર્યદક્ષ બનાવવાનો છે. વિશેષ ભૂમિકાની સુસંગતતા સાથે, જાહેર સેવકો સર્વોચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે સુનિશ્ચિત પણે તેમની કાર્યદક્ષ સેવાઓ જનતા સુધી પહોંચાડી શકશે.
આર્થિક અસરો
46 લાખ કેન્દ્રીય કર્મચારીઓને આવરી લેવા માટે આગામી 5 વર્ષમાં એટલે કે 2020-21થી 2024-25 સુધીમાં રૂ. 510.86 કરોડ ખર્ચવામાં આવશે. આ ખર્ચ માટે 50 મિલિયન અમેરિકી ડૉલરની રકમ અનુસાર બહુપક્ષીય સહાય દ્વારા આંશિક અનુદાન આપવામાં આવ્યું છે. NPCSCB માટે કંપની અધિનિયમ, 2013ની ધારા 8 અનુસાર સંપૂર્ણ માલિકીનું સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV) તૈયાર કરવામાં આવશે. SPV એક "બિન નફાકારક” કંપની રહેશે અને તે iGOT- કર્મયોગી પ્લેટફોર્મની માલિકી મેળવશે તેમજ તેનું વ્યવસ્થાપન કરશે. SPV દ્વારા સામગ્રી, બજાર સ્થળનું સર્જન અને પરિચાલન કરવામાં આવશે અને સામગ્રીની માન્યતા, સ્વતંત્ર અધિકારી દ્વારા આકલન અને ટેલિમેટ્રી ડેટાની ઉપલબ્ધતા સંબંધિત iGOT- કર્મયોગી પ્લેટફોર્મની મુખ્ય વ્યાવસાયિક સેવાઓનું વ્યવસ્થાપન કરવામાં આવશે. SPV ભારત સરકાર વતી તમામ બૌદ્ધિક સંપદાઓની માલિકીનો અધિકાર ધરાવશે. યોગ્ય દેખરેખ અને મૂલ્યાંકન માળખું તૈયાર કરવામાં આવશે જેથી iGOT- કર્મયોગી પ્લેટફોર્મના તમામ વપરાશકર્તાની કામગીરીનું મૂલ્યાંકન થઇ શકે જેથી મુખ્ય કામગીરી સૂચકાંકોને જોવા માટે ડેશબોર્ડ તૈયાર કરી શકાય.
પૃષ્ઠભૂમિ
જાહેર સેવાઓ ક્ષમતાઓ, વિપુલ સંખ્યામાં વૈવિધ્યપૂર્ણ સેવાઓ પૂરી પાડવામાં, કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ અને સુશાસન માટે પાયાની કામગીરીઓ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જાહેર સેવા ક્ષમતામાં પરિવર્તનકારી બદલાવ મૂળરૂપે કામની સંસ્કૃતિમાં પરિવર્તન, જાહેર સંસ્થાઓના મજબૂતીકરણ અને જાહેર સેવા ક્ષમતાઓના નિર્માણમા અદ્યતન ટેકનોલોજી અપનાવવા જેવી બાબતોને લિંક કરીને અસર ઉભી કરવાનો પ્રસ્તાવ છે જેમાં એકંદરે નાગરિકોને કાર્યદક્ષ સેવાઓ પૂરી પાડવાનો હેતુ છે.
આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ પસંદગીના કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, અગ્રણી જાહેર માનવ સંસાધન પ્રેક્ટિશનરો, વિચારકો, વૈશ્વિક ચિંતન અગ્રણીઓ અને જાહેર સેવા કામગીરીઓને સમાવતી જાહેર માનવ સંસાધન પરિષદ જાહેર સેવા સુધારા અને ક્ષમતા નિર્માણના કાર્યો માટે વ્યૂહાત્મક દિશાસૂચન આપવા માટે સર્વોચ્ચ સંગઠન તરીકે સેવા આપશે.
SD/GP/BT
(Release ID: 1650783)
Visitor Counter : 453
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam