માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્રોડક્શન માટે એસઓપી જાહેર કરી

Posted On: 23 AUG 2020 12:41PM by PIB Ahmedabad

મીડિયા પ્રોડક્શન મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ પૈકીની એક છે, જે આપણા દેશની જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે. હાલ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને મીડિયા પ્રોડક્શનમાં સંકળાયેલા વિવિધ હિતધારકો રોગચાળાના પ્રસારને નિયંત્રણમાં લેવા ઉચિત પગલાં લે એ અતિ મહત્ત્વપૂર્ણ છે અને સાથે-સાથે તેમની કામગીરીઓ અને પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે/હાથ ધરે એ પણ એટલું જ અગત્યનું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્રોડક્શન માટે નિવારણાત્મક પગલાં લેવા પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (એસઓપી) અને માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર કર્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં આ એસઓપી જાહેર કરી હતી. આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં મુખ્ય બાબતોમાં સામાન્ય સિદ્ધાંતો સામેલ છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બહાર પાડ્યાં છે, જેમાં કોવિડ-19માં નિયંત્રણ ઝોનમાં બિનઆવશ્યક પ્રવૃત્તિઓ હાથ ન ધરવી, વધારે જોખમ ધરાવતા કર્મચારીઓએ વધારે સાવચેતીઓ રાખવી પડશે, તેમજ ફેસ કવર્સ/માસ્કનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા, હેન્ડ સેનિટાઇઝર્સ વગેરેની જોગવાઈ તથા શ્વાસોશ્વાસની ઉચિત રીતોનું પાલન કરવું સામેલ છે.

મંત્રાલયે આ ક્ષેત્રમાં અધિસૂચિત આંતરરાષ્ટ્રીય રીતોને ધ્યાનમાં રાખીને સાધારણ એસઓપી બનાવી છે, જેમાં શારીરિક અંતર જાળવવું, શૂટિંગના સ્થળો માટે પ્રવેશ કરવાનો અને બહાર નીકળવાનો માર્ગ નિયત કરવો, શૂટિંગ માટેના સ્થળોનું સેનિટાઇઝેશન કરવું, સ્ટાફની સલામતી, લઘુતમ સંપર્ક સુનિશ્ચિત કરવો અને ક્વારેન્ટાઇન/આઇસોલેશન સહિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇશ્યૂ કરેલી પ્રવાસ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું સામેલ છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ મુજબ, ખાસ કરીને ફેસ માસ્કના સંબંધમાં વાત કરીએ તો કેમેરા સામે કામ કરતા કલાકારો સિવાય અન્ય કલાકારો અને સભ્યોએ ફરજિયાત ફેસ માસ્ક ધારણ કરવો.

જ્યારે તમામ રાજ્યો અને અન્ય હિતધારકો તથા રાજ્ય સરકારો મીડિયા પ્રોડક્શન ફરી શરૂ કરે, ત્યારે માર્ગદર્શક સિદ્ધાંત અને એસઓપીનો ઉપયોગ કરી શકે છે.

 

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આ માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું હતું કે, એસઓપીમાં આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એનાથી ઉદ્યોગને ફરી કામગીરી શરૂ કરવા જરૂરી વેગ મળશે, જે કોરોનાવાયરસને કારણે લગભગ 6 મહિનાથી બંધ છે અને લોકો મંત્રાલયના આ પગલાંને આવકારશે. શ્રી જાવડેકરે એવું પણ જણાવ્યું હતું કે, આ પગલાનો ઉદ્દેશ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનો પણ છે, કારણ કે ફિલ્મ અને ટેલીવિઝન ક્ષેત્ર મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તમામ રાજ્યો એસઓપીનો સ્વીકાર કરશે અને એનું પાલન કરશે તથા જો જરૂર પડશે, તો એમાં શરતો ઉમેરવામાં આવશે. એસઓપી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરીને બહાર પાડવામાં આવી છે.

 

Releasing SOP for resuming work in the media production industry https://t.co/GI4TkwLHho

— Prakash Javadekar (@PrakashJavdekar) August 23, 2020

 

વિગતવાર એસઓપી નીચેની લિન્ક પરથી ક્લિક કરીને જોવા મળશે:

https://mib.gov.in/sites/default/files/SOP%20on%20Media%20Production%2021%20Aug%202020%20%281%29.pdf

 

SD/GP/BT


(Release ID: 1648044) Visitor Counter : 332