ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)ની રચનાને મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો


“ભારતના યુવાનો માટે મહત્વનો દિવસ”

"પ્રધાનમંત્રી મોદીએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતાને સુનિશ્ચિત કરીને દેશના યુવાનોને રોજગારી મેળવવાનો યોગ્ય અધિકાર આપ્યો છે"

"એનઆરએની રચના મોદી સરકારે લીધેલ અભૂતપૂર્વ પગલું છે, કારણ કે તે એકસરખી પરિવર્તનશીલ ભરતી પ્રક્રિયા સ્થાપિત કરશે"

"આ પરિવર્તનશીલ સુધારણાથી કોમન એલીજિબિલીટી ટેસ્ટ (CET) દ્વારા કેન્દ્ર સરકારની નોકરીઓ માટે અનેક પરીક્ષાઓની અડચણો દૂર થશે."

"દરેક જિલ્લાના પરીક્ષા કેન્દ્રો દ્વારા, બહુવિધ ભાષાઓમાં ક્સોટી અને 3 વર્ષની સીઇટી સ્કોર માન્યતા, એનઆરએ સમાજના તમામ વર્ગને સમાન તકો પ્રદાન કરશે"

“એકલ કસોટીથી નાણાકીય બોજ ઓછો થશે, જેનાથી ઉમેદવારોને મોટો ફાયદો થશે”

Posted On: 19 AUG 2020 8:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આજની મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)ની રચનાને મંજૂરી આપવા બદલ આભાર માન્યો છે. શ્રી અમિત શાહે તેને ભારતના યુવાનો માટે એક સીમાચિહ્ન દિવસ ગણાવતા કહ્યું કે, "આ પરિવર્તનશીલ સુધારણાથી કોમન એલિજિબિલીટી ટેસ્ટ (સીઈટી) દ્વારા કેન્દ્ર સરકારની નોકરીઓ માટે આપવી પડતી અનેક પરીક્ષાઓની અડચણો દૂર થશે."

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “એનઆરએ સમાજના તમામ વર્ગને સમાન તકો આપશે કારણ કે દરેક જિલ્લામાં એક પરીક્ષાનું કેન્દ્ર હશે, પરીક્ષા બહુવિધ ભાષાઓમાં હશે અને સીઈટી સ્કોર 3 વર્ષ માટે માન્ય રહેશે. એક કસોટીથી નાણાકીય ભારણ પણ ઓછું થશે, જેનાથી ઉમેદવારોને મોટો ફાયદો થશે.

શ્રી અમિત શાહે કહ્યું, “રાષ્ટ્રીય ભરતી એજન્સી એ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલ અભૂતપૂર્વ પગલું છે કારણ કે તે એકસરખી પરિવર્તનશીલ ભરતી પ્રક્રિયા સ્થાપિત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતાને સુનિશ્ચિત કરીને દેશના નોકરીવાંચ્છુ યુવાનોને તેમનો મળવાપાત્ર અધિકાર આપ્યો છે.

SD/GP/BT



(Release ID: 1647156) Visitor Counter : 164