ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતમાં રાફેલ લડાકુ વિમાનોના લેન્ડિંગને "ગેમ ચેન્જર" ગણાવ્યું
"રાફેલ વિમાનનું લેન્ડિંગ આપણી સશક્ત ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક દિવસ અને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે" - શ્રી અમિત શાહ
"નવી પેઢીના રાફેલ વિમાનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવું એ ભારતને શક્તિશાળી અને સલામત રાષ્ટ્ર બનાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કટિબદ્ધતાનું સાચું સાક્ષી છે." : કેન્દ્રીય ગૃહમંત્રી
રાફેલ એ વિશ્વનું સૌથી શક્તિશાળી વિમાન છે અને આ વિમાન આકાશમાં કોઈપણ પડકારને નિષ્ફળ બનાવવા સક્ષમ છે. : શ્રી અમિત શાહ
"ગતિથી લઈને હથિયારની ક્ષમતા સુધી, રાફેલ ઘણું આગળ છે." - શ્રી અમિત શાહ
Posted On:
29 JUL 2020 5:30PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતમાં રાફેલ લડાકુ વિમાનોના લેન્ડિંગને ગેમ ચેન્જર ગણાવ્યું છે. એમના એક ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “રાફેલ વિમાનનું લેન્ડિંગ આપણી સશક્ત ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક દિવસ અને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. રાફેલ એ વિશ્વનું સૌથી શક્તિશાળી વિમાન છે અને આ વિમાન આકાશમાં કોઈપણ પડકારને હરાવવા સક્ષમ છે. મને વિશ્વાસ છે કે, રાફેલ વિમાન આપણા વાયુ શૂરવીરોને તેમના ઉત્તમ પરાક્રમની સાથે આપણા આકાશને સુરક્ષિત રાખવામાં મદદ કરશે."
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “નવી પેઢીના રાફેલ વિમાનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવું એ ભારતને શક્તિશાળી અને સલામત રાષ્ટ્ર બનાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કટિબદ્ધતાનું સાચું સાક્ષી છે. મોદી સરકાર ભારતની સુરક્ષા ક્ષમતા વધારવા કટિબદ્ધ છે. અમારી વાયુસેનાને આ અભૂતપૂર્વ તાકાત આપવા બદલ હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું ”.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “ગતિથી લઈને હથિયારની ક્ષમતા સુધી, રાફેલ ખૂબ આગળ છે. મને વિશ્વાસ છે કે, આ વિશ્વસ્તરીય લડાકુ વિમાન ગેમ ચેન્જર સાબિત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, ભારતીય વાયુ સેના અને સમગ્ર રાષ્ટ્રને આ મહત્વપૂર્ણ દિવસ બદલ અભિનંદન. ”
Rafale touchdown is a historic day for our vigorous @IAF_MCC and a proud moment for India!
These are the world's most powerful machines capable to thwart any challenge in the sky. I am sure Rafale will help our Air warriors to safeguard our skies with its mighty superiority. pic.twitter.com/wTsK0XYcIX
— Amit Shah (@AmitShah) July 29, 2020
Induction of these next generation aircrafts is a true testimony of PM @narendramodi's resolve to make India a powerful and secure nation.
Modi govt is committed to build on India’s defence capabilities. I thank honourable PM for providing this unprecedented strength to our IAF. pic.twitter.com/g9lIO0bl6d
— Amit Shah (@AmitShah) July 29, 2020
From speed to weapon capabilities, Rafale is way ahead!
I am sure these world class fighter jets will prove to be a game changer. Congratulations to PM @narendramodi ji, DM @rajnathsingh ji, Indian Air Force and the entire country on this momentous day. #RafaleInIndia pic.twitter.com/1PuSgVtlZm
— Amit Shah (@AmitShah) July 29, 2020
SD/GP/BT
(Release ID: 1642163)
Visitor Counter : 172