વહાણવટા મંત્રાલય

દક્ષિણ પશ્ચિમ ભારતીય જળમાં વેપારી અને મત્સ્યઉદ્યોગ જહાજ માટે અલગ રૂટીંગ સિસ્ટમ


આ નિર્ણય ભારતીય જળમાં નેવિગેશનની સરળતાને સુનિશ્ચિત કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: શ્રી મનસુખ માંડવીયા

Posted On: 21 JUL 2020 2:04PM by PIB Ahmedabad

લાંબા સમયની પડતર માંગને પહોંચી વળતાં શિપિંગ મંત્રાલયે નેવિગેશનની સલામતી અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ પશ્ચિમ ભારતીય જળમાં વેપારી જહાજો અને ફિશિંગ જહાજોના સંચાલન માર્ગોને અલગ કરી દીધા છે.

ભારતના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠે આજુબાજુનો અરબી સમુદ્ર એક વ્યસ્ત દરિયાઇ માર્ગ છે, જેમાં મોટી સંખ્યામાં વેપારી જહાજો આ વિસ્તારમાંથી પસાર થાય છે, સાથે જ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ફિશિંગ જહાજો કાર્યરત છે. જે કેટલીકવાર તેમની વચ્ચે અકસ્માતોનું કારણ બને છે, પરિણામે સંપત્તિને નુકસાન થાય છે અને પર્યાવરણીય પ્રદૂષણ થાય છે અને કેટલાક કિસ્સાઓમાં જાનહાનિ પણ થાય છે.

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, આ નિર્ણય ભારતીય જળમાં નેવિગેશનની સરળતાને સુનિશ્ચિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી માંડવીયાએ કહ્યું કે, “તે વહાણોને ટક્કરોથી બચવા, સમુદ્રમાં જીવનની સલામતીની સાથે ટ્રાફિકના પ્રવાહમાં સરળતા અને દરિયાઇ પર્યાવરણના સંરક્ષણમાં સુધારણાની ખાતરી પણ કરશે. આ શિપિંગ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગનું એક ખૂબ જ સક્રિય અને સકારાત્મક પગલું છે જે આ ક્ષેત્રમાં શિપિંગ ટ્રાફિકને અસરકારક રીતે નિયમન કરશે."

ડીજી શિપિંગ દ્વારા એમ.એસ. નોટિસ -112020 દ્વારા ભારતીય જળના દક્ષિણ-પશ્ચિમમાં રૂટીંગ સિસ્ટમના સંકલનની સૂચના આપવામાં આવી છે. નવા રૂટ્સ 1 ઓગસ્ટ, 2020 થી અમલમાં આવશે.

 

DS/GP/BT



(Release ID: 1640204) Visitor Counter : 255