શ્રમ અને રોજગાર મંત્રાલય

મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના/ આત્મનિર્ભર ભારત હેઠળ જૂનથી ઓગસ્ટ, 2020 સુધી સુધીના વધુ ત્રણ માસ માટે ઈપીએફનો ફાળો 24 ટકા સુધી એટલે કે ( 12 ટકા કર્મચારીનો હિસ્સો તથા 12 ટકા માલિકનો હિસ્સો) વિસ્તારવાની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 08 JUL 2020 4:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં સરકારે જાહેર કરેલી  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) / આત્મ નિર્ભર ભારત હેઠળ એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓના હિસ્સાનુ 12 ટકા અને માલિકના હિસ્સાના 12 ટકા યોગદાન રાખવા માટેની દરખાસ્તને મંજૂરી આપી છે, જે વધુ 3 માસ એટલે કે જૂનથી ઓગસ્ટ 2020 સુધી અમલમાં રહેશે.

 

મંજૂરી તા. 15 -04-2000ના રોજ મંજૂર કરવામાં આવેલી માર્ચથી મે 2020 સુધીની હાલની યોજના ઉપરાંતની રહેશે. યોજનાનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 4860 કરોડ થશે. 3.67 લાખ એકમોમાં 72 લાખથી વધુ કર્મચારીઓને યોજનાનો લાભ મળશે.

 

યોજનાનાં વિવિધ પાસાં :

દરખાસ્તનાં વિવિધ પાસાં નીચે મુજબ છે. :

 

  1. જુન, જુલાઈ અને ઓગસ્ટ, 2020ના વેતન માસ માટે યોજનામાં 100થી વધુ કર્મચારીઓ ધરાવતાં તમામ એકમોને તથા દર મહિને 15,000થી ઓછુ વેતન ધરાવતા કર્મચારીઓને આવરી લેવામાં આવશે.

 

  1.   દરખાસ્તથી 3.67 લાખ એકમોમાં કામ કરતા આશરે 72.22 લાખ કામદારોને લાભ થશે અને તે અવરોધો છતાં તેમના પગાર પત્રકમાં ચાલુ રહી શકશે.

 

  1.   હેતુથી સરકાર નાણાંકિય વર્ષ 2020-21 માટે રૂ. 4800 કરોડની અંદાજપત્રીય સહાય પૂરી પાડશે.

 

  1.   પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (PMRPY) હેઠળ કર્મચારીઓ જૂનથી ઓગસ્ટ, 2020 સુધી માલિકોનુ 12 ટકા ભંડોળ મેળવવાને પાત્ર રહેશે અને લાભનુ અતિક્રમણ થતુ રોકવામાંથી તેમને બાકાત રાખવામાં આવશે.

 

  1. લૉકડાઉન લાંબો સમય ચાલવાને કારણે એવુ લાગતુ હતુ કે કામદારો નોકરી ઉપર પાછા જશે ત્યારે વિવિધ વેપારને નાણાંકિય કટોકટીનો અનુભવ કરવાનુ ચાલુ રહેશે. આથી માનનીય નાણાં મંત્રીએ આત્મનિર્ભર ભારત યોજનાના હિસ્સા તરીકે તા. 13-05 -2020ના રોજ જાહેરાત કરી હતી કે વિવિધ બિઝનેસ અને કામદારોને ઈપીએફ સપોર્ટ વધુ 3 માસ માટે એટલે કે જુન જુલાઈ અને ઓગસ્ટ, 2020 ના વેતન માસ માટે ચાલુ રાખવામાં આવશે

 

સરકારે સમયાંતરે જે પગલાં લીધાં છે તેને કારણે ઓછુ વેતન ધરાવતા કામદારોની હાલાકી ઓછી થશે. યોજનાને સહયોગીઓએ સારી રીતે સ્વીકારી છે.

 

GP/DS


(Release ID: 1637279) Visitor Counter : 307