પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં ચક્રાવાતી તોફાન ‘નિસર્ગ’: ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચક્રાવાત ત્રાટકવાની ચેતવણી: ઓરેન્જ સંદેશો આપવામાં આવ્યો


આગામી 12 કલાક દરમિયાન તીવ્ર ચક્રાવાતી તોફાનમાં તબદિલ થઇને વધુ પ્રબળ બનવાની સંભાવના

Posted On: 02 JUN 2020 3:03PM by PIB Ahmedabad

ભારતીય હવામાન વિભાગના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર/ પ્રાદેશિક વિશેષજ્ઞ હવામાન કેન્દ્ર/ ચક્રાવાત ચેતવણી વિભાગના જણાવ્યા અનુસાર:

પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડીપ્રેશન છેલ્લા 06 કલાકમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધ્યું છે અને 2 જૂન 2020ના રોજ ભારતીય સમયાનુસર સવારે 11:30 કલાકે, તીવ્ર બનીને ચક્રાવાતી તોફાનનિસર્ગમાં તબદિલ થયું હતું અને પણજી (ગોવા)થી અંદાજે 280 કિમી દૂર, મુંબઇ (મહારાષ્ટ્ર)ની દક્ષિણ- નૈઋત્ય દિશામાં 430 કિમી દૂર અને સુરત (ગુજરાત)ની દક્ષિણ- નૈઋત્ય દિશામાં 640 કિમી દૂર 15.6°N અક્ષાંશ અને 71.2°E રેખાંશ નજીક પૂર્વ- મધ્ય અરબ સમુદ્રમાં હતું.

આગમી 12 કલાકમાં તે તીવ્ર ચક્રાવાતી તોફાનમાં પરિવર્તિત થશે તેવી સંભાવના છે. આગામી કેટલાક કલાકમાં તે ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારબાદ ઉત્તર- ઉત્તર-પૂર્વ તરફ ફંટાશે અને તે પછી 03 જૂનના રોજ બપોર પછીના સમય દરમિયાન તીવ્ર ચક્રાવાતી તોફાનમાં રૂપાંતરિત થઇને મહત્તમ 100-110 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર મહારાષ્ટ્ર તેમજ નજીકમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં હરિહરેશ્વર અને દમણની વચ્ચેના ભાગમાં, અલીબાગ (રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર) પરથી પસાર થશે. તેની ઝડપ વધુમાં વધુ 120 કિમી પ્રતિ કલાક થવાની સંભાવના છે.

 

હવામાનની આગાહી અને તીવ્રતાની સંભાવનાની વિગતો નીચે કોષ્ટકમાં દર્શાવી છે:

 

તારીખ/ સમય(IST)

સ્થિતિ

(અક્ષાંશ. 0N/ રેખાંશ. 0E)

ગતિ સાથે મહત્તમ જળવાયેલ સપાટી (પ્રતિ કલાક કિલોમીટર)

ચક્રાવાતી ડિસ્ટર્બન્સની શ્રેણી

02.06.20/1130

15.6/71.2

60-70 મહત્તમ 80 સુધી

ચક્રાવાતી તોફાન

02.06.20/1730

16.3/71.3

80-90 મહત્તમ 100 સુધી

ચક્રાવાતી તોફાન

02.06.20/2330

17.0/71.5

90-100 મહત્તમ 110 સુધી

તીવ્ર ચક્રાવાતી તોફાન

03.06.20/0530

17.7/72.0

100-110 મહત્તમ 120 સુધી

તીવ્ર ચક્રાવાતી તોફાન

03.06.20/1130

18.5/72.7

100-110 મહત્તમ 120 સુધી

તીવ્ર ચક્રાવાતી તોફાન

03.06.20/2330

19.9/73.9

70-80 મહત્તમ 90 સુધી

ચક્રાવાતી તોફાન

04.06.20/1130

21.3/75.2

50-60 મહત્તમ 70 સુધી

ડીપ ડીપ્રેશન

 

 

 

ચેતવણીઓ:

  1. વરસાદ:
  • આગામી 24 કલાકમાં કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડાના દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છુટા છવાટા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
  • ઉત્તર કોંકણ (મુંબઇ, પાલઘર, થાણે, રાયગડ જિલ્લામાં) અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે જ્યારે અમુક છુટા છવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ (24 કલાકમાં ≥ 20 સેમી) પડવાની શક્યતા છે.
  • દક્ષિણ કોંકણ (રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં) અને ગોવા તેમજ દક્ષિણ ગુજરાત પ્રદેશ (વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરત જિલ્લામાં) મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ અને કેટલાક છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.
  • 3 જૂનના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ જ્યારે કેટલાક છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

 

 

  1. પવનની ચેતવણી
  • પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પરથી ફુંકાઇ રહેલા પ્રબળ ઝડપી પવનની ગતિ 60-70 કિમી પ્રતિ કલાકથી વધીને મહત્તમ 80 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. આજે સાંજથી તે તબક્કાવાર આંધીમાં પરિવર્તિત થઇને 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે અને વધીને મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા વિસ્તારોમાં પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પરથી ફુંકાશે અને 3 જૂને સવારથી તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થઇને 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે અને મહત્તમ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે મહારાષ્ટ્ર (રાયગડ, મુંબઇ, પાલઘર, થાણે)ના દરિયાકાંઠા વિસ્તારમાં પૂર્વ મધ્યમ અરબ સમુદ્ર પરથી પસાર થશે. 3 જૂનના રોજ બપોરે આંધીના પવનની ઝડપ ઘટીને 80-90 કિમી પ્રતિ કલાકે પહોંચશે અને મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં, દમણ અને આસપાસના વિસ્તારોમાં ઉત્તર પૂર્વ અરબ સમુદ્રના કાંઠા વિસ્તારોમાં, મહારાષ્ટ્રમાં રત્નાગીરી, સિંધુદુર્ગ જિલ્લામાં અને 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચીને મહત્તમ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં, દાદરા અને નગર હવેલી પરથી પસાર થશે તેવી સંભાવના છે.
  • 3 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ઝડપી પવન 50-60 કિમી પ્રતિ કલાકની ગતિ ફુંકાશે અને મહત્તમ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર પરથી અને આસપાસના બાકી રહેલા જિલ્લામાંથી પસાર થશે તેવી શક્યતા છે.
  • ઝડપી પવન, પછીના 24 કલાક દરમિયાન કર્ણાટક - ગોવાના પૂર્વ મધ્ય અરબ સમુદ્રના કાંઠા વિસ્તારોમાંથી 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયા પછી મહત્તમ 70 કિમી પ્રતિ કલાકની ગતિ સુધી પ્રબળ થઇને પસાર થશે.

 

  1. દરિયાની સ્થિતિ

પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહેવાની સંભાવના છે. આજે બપોર પછી પૂર્વ મધ્ય અરબ સમુદ્રની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ થવાની શક્યતા છે. આજે સાંજથી પૂર્વ મધ્ય અરબ સમુદ્રની સાથે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કાંઠા વિસ્તારોમાં દરિયાની સ્થિતિ અત્યંત ખરાબથી ખૂબ અત્યંત ખરાબ થવાની શક્યતા છે. 3 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ અરબ સમુદ્રમાં અને આસપાસના કાંઠા વિસ્તારોમાં દરિયાની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહેવાની પૂર્ણ શક્યતા છે.

 

(iv) દરિયો તોફાની થવાની ચેતવણી:

એસ્ટ્રોનોમિકલ ભરતી ઉપર અંદાજે 1-2 મીટર ઊંચાઇ સુધીના મોજાં મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં, થાણે અને રાયગડ જિલ્લામાં ઉછળવાની સંભાવના છે અને એસ્ટ્રોનોમિકલ ભરતી ઉપર 0.5-1 મીટર ઊંચાઇ સુધી મોજા ઉછળવાની શક્યતાથી રત્નાગીરી જિલ્લામાં ચક્રાવાત જમીન વિસ્તારામાં ત્રાટકે ત્યારે ખૂબ નીચાણ વાળા વિસ્તારોમાં સમુદ્રી પાણી ફરી વળવાની શક્યતા છે.

 

 

  1. માછીમારો માટે ચેતવણી

માછીમારોને પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સમુદ્રમાં અને કર્ણાટક- ગોવા- મહારાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 03 જૂન સુધી દરિયો ખેડવાનું સાહસ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

  1. સંભવિત નુકસાન:
  • કાચા મકાનો/ ઝૂંપડાને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા છે. કાચા મકાનોની છતો ઉડી શકે છે. બાંધ્યા વગરના પતરાં ઉડી જવાની શક્યતા છે.
  • વીજ પૂરવઠા અને સંદેશાવ્યવહારની લાઇનોમાં નુકસાન થવાની શક્યતા છે.
  • મુખ્યત્વે કાચા રસ્તા અને અમુક અંશે પાકા રસ્તાઓને નુકસાન થવાની શક્યતા છે. કેટલાક માર્ગો પર પૂરનું પાણી ફરી વળી શકે છે.
  • વૃક્ષોની ડાળીઓ તુટી પડવી, કેટલાંક મુખ્ય સ્થળોએ ધરમૂળમાંથી વૃક્ષો ઉખડી જવા, કેળા અને પપૈયાના વૃક્ષોને નુકસાન વગેરે શક્યતા છે. વૃક્ષો પરથી મોટી સુકાયેલી શાખાઓ તુટી જવાની શક્યતા છે.
  • મોટાભાગે દરિયાના કાંઠાના વિસ્તારોમાં પાકને નુકસાન થઇ શકે છે.
  • પાળા/ મીઠાના અગરને નુકસાનની શક્યતા છે.

 

(vii) માછીમારોને ચેતવણી અને સૂચિત પગલાં:

  • માછીમારીનું કામ સંપૂર્ણ બંધ રાખવું.
  • નીચાણવાળા વિસ્તારો ખાલી કરીને ત્યાંથી સ્થળાંતર કરવું.
  • રેલવે અને માર્ગ પરના ટ્રાફિકનું ઉચિત નિયમન
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ઘરમાં રહેશે.
  • મોટરબોટ અને નાના વહાણમાં મુસાફરી અસલામત છે.

 

 

 

 

GP/DS



(Release ID: 1628661) Visitor Counter : 250