નાણા મંત્રાલય

મંત્રીમંડળે નાણાકીય પ્રવાહિતતાની ખેંચની સમસ્યાનું સમાધાન કરવા એનબીએફસી/એચએફસી માટે સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમને મંજૂરી આપી

Posted On: 20 MAY 2020 2:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે નાણાં મંત્રાલયને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી) માટે નવી સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ પ્રસ્તુત કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. યોજનાનો ઉદ્દેશ એનબીએફસી/એચએફસીની નાણાકીય પ્રવાહિતતાની સ્થિતિમાં સુધારો કરવાનો છે.

નાણાકીય સૂચિતાર્થઃ

સરકાર માટે પ્રત્યક્ષ નાણાકીય અસર રૂ. 5 કરોડ છે, જે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલમાં ઇક્વિટીનું પ્રદાન હોઈ શકે છે. ઉપરાંત જ્યાં સુધી ગેરન્ટી સંકળાયેલી હોય, ત્યાં સુધી સરકારને કોઈ નાણાકીય અસર નહીં થાય. જોકે વિનંતી પર સરકારની જવાબદારી ડિફોલ્ટની રકમ જેટલી હશે, જે ગેરન્ટી ટોચમર્યાદાને આધિન છે. કુલ ગેરન્ટીની ટોચમર્યાદા રૂ. 30,000 કરોડ નક્કી કરવામાં આવી છે, જેને જરૂર પડે તો વધારી શકાશે.

યોજનાની વિગતોઃ

સરકારે સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ દ્વારા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી)ની નાણાકીય પ્રવાહિતતાની ખેંચને પૂર્ણ કરવા માટે માળખું ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી છે. એસપીવી સ્ટ્રેસ્સડ એસેટ ફંડ (એસએએફ)નું વ્યવસ્થાપન કરવા માટે સ્થાપિત થશે, જેની વિશેષ સીક્યોરિટીને ભારત સરકારની ગેરેન્ટી મળશે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ખરીદી કરશે. પ્રકારની સીક્યોરિટીના વેચાણમાંથી પ્રાપ્ત થનારી આવકનો ઉપયોગ એસપીવી દ્વારા એનબીએફસી/એચએફસી પાસેથી ટૂંકા ગાળાનું ઋણ લેવા માટે કરવા માટે થશે. યોજનાનું સંચાલન નાણાકીય સેવા વિભાગ કરશે, જે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે.

શિડ્યુલનું અમલીકરણઃ

એક મોટી સરકારી બેંક એસપીવી રચી શકશે, જેનો ઉદ્દેશ સ્ટ્રેસ્સ્ડ એસેટ ફંડનું વ્યવસ્થાપન કરવાનો હશે, જે વ્યાજ ધરાવતી સ્પેશ્યલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરશે, જેને ભારત સરકાર ગેરેન્ટી આપશે અને જેની ખરીદી આરબીઆઈ કરશે. જરૂરિયાત મુજબ મહત્તમ રૂ. 30,000 કરોડની બાકી નીકળતી રકમ માટે કુલ સીક્યોરિટી રકમને આધિન એસપીવી સિક્યોરિટી ઇશ્યૂ કરશે. એસપીવી દ્વારા ઇશ્યૂ થયેલી સિક્યોરિટીની આરબીઆઈ ખરીદી કરશે અને એમાંથી જે આવક થશે એનો ઉપયોગ એસપીવી લાયકાત ધરાવતી એનબીએફસી/એચએફસીના ટૂંકા ગાળાનાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ (3 મહિનાની મેચ્યોરિટી સુધી)નું ઋણ મેળવવા માટે થશે.

અસર:

વિવિધ સરકારી બેંકો અને એનબીએફસી વચ્ચે એકથી વધારે દ્વિપક્ષીય સમજૂતીઓ સંકળાયેલી હોય એવી આંશિક ધિરાણ યોજનામાં એનબીએફસીને તેમના અસ્કયામતના વર્તમાન પોર્ટફોલિયોને લિક્વિડેટ કરવાની જરૂર પડે છે અને એમાં સરકારી બેંકો પાસેથી ફંડનો પ્રવાહ સંકળાયેલો હોય છે. એનાથી વિપરીત યોજનામાં સૂચિત યોજના એસપીવી અને એનબીએફસી વચ્ચે વન-સ્ટોપ વ્યવસ્થા બનશે, જેમાં એનબીએફસીના વર્તમાન એસેટ પોર્ટફોલિયોને લિક્વિડેટ કરવાની જરૂર નહીં રહે. યોજના એનબીએફસીને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કે વધારે સારું રેટિંગ ધરાવતા ઇશ્યૂ થયેલા બોન્ડ મેળવવા સક્ષમ પરિબળ તરીકે કામ કરશે. વળી યોજનાને કાર્યરત કરવાની સરળતા વધશે અને નોન-બેંક ક્ષેત્રમાંથી ફંડનો પ્રવાહ પણ વધશે એવી શક્યતા છે.

ફાયદા:

નાણાકીય વર્ષ 2020-21માં બજેટના ભાષણમાં યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત પીસીજીએસ દ્વારા એનબીએફસી/એચએફસીને નાણાકીય પ્રવાહિતતાની વધારાની સુવિધા પ્રદાન કરવા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અત્યાર સુધી સરકાર અને આરબીઆઈએ નાણાકીય પ્રવાહિતતા વધારવા માટે લેવાયેલા પગલામાં સુવિધા પૂરક બનશે. યોજનાથી એનબીએફસી/એચએફસી/એમએફઆઈના ધિરાણના સંસાધનો વધારવા વાસ્તવિક અર્થતંત્રને લાભ થશે.

પૃષ્ઠભૂમિ:

નાણાકીય વર્ષ 2020-21માં બજેટના ભાષણમાં યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આંશિક ધિરાણ ગેરેન્ટી યોજના (પીસીજીએસ) દ્વારા એનબીએફસી/એચએફસીને વધારાની નાણાકીય પ્રવાહિતતા પ્રદાન કરવા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. કોવિડ-19ને કારણે ઊભી થયેલી સ્થિતિમાં નાણાકીય સ્થિરતાને મજબૂત કરવા બજેટની જાહેરાત ઉપરાંત વધારે જોગવાઈનો અમલ કરવાની જરૂર છે.

 

 

GP/DS

 



(Release ID: 1625447) Visitor Counter : 209