નાણા મંત્રાલય

મંત્રીમંડળે 'પ્રધાનમંત્રી વયવંદના યોજના'નો સમયગાળો લંબાવવાની મંજૂરી આપી

Posted On: 20 MAY 2020 2:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષા પૂરી પાડવા તથા તેમના કલ્યાણ માટે નીચે મુજબ મંજૂરી આપી છેઃ

(a) પ્રધાનમંત્રી વયવંદના યોજના (PMVVY)ની સમયમર્યાદા વધુ ત્રણ વર્ષ વધારીને 31 માર્ચ, 2020થી લંબાવીને આગામી 31 માર્ચ, 2023 સુધી કરવામાં આવી છે.

(b) પ્રારંભમાં 2020-21ના વર્ષ માટે દર વર્ષે 7.40% સુનિશ્ચિત વ્યાજ દરને મંજૂરી અને ત્યારબાદ દર વર્ષે તેને પુનઃનિર્ધારિત કરવામાં આવશે.

(c) 7.75%ની ટોચની મર્યાદાને આધીન વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)ના સુધારેલા વ્યાજ દરો અનુસાર નાણાકીય વર્ષની 1 એપ્રિલથી અમલી બને તે રીતે વ્યાજ દરોનું સુનિશ્ચિત વાર્ષિક પુનઃનિર્ધારણ. યોજનાનું મૂલ્યાંકન કરતી વખતે કોઇપણ સમયે ટોચની મર્યાદાનું પાલન કરવામાં આવશે.

(d) LIC દ્વારા ઊભી કરવામાં આવેલી આવકના બજાર દર (ખર્ચાઓની એકંદર) અને યોજના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા આવકના દરો વચ્ચે રહેલા તફાવતના હિસાબના આધારે થયેલા ખર્ચને મંજૂરી.

(e) નવી ઇશ્યૂ કરાતી પોલિસીના સંદર્ભમાં યોજનાના પ્રથમ વર્ષ માટે યોજનાના ભંડોળના 0.5% પ્રતિ વર્ષના દરે સંચાલન ખર્ચ અને ત્યારબાદ બીજા વર્ષથી આગામી 9 વર્ષો માટે પ્રતિ વર્ષ 0.3%ની મહત્તમ મર્યાદા.

(f) દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં આવકના વાર્ષિક દરોના પુનઃનિર્ધારણને મંજૂરી આપવા નાણાંમંત્રીને સત્તાની સોંપણી.

(g) યોજનાના અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહશે.

 

યોજના અંતર્ગત પ્રતિ વર્ષ રૂ. 12,000ના પેન્શન માટે લઘુતમ રોકાણમાં સુધારો કરીને રૂ. 1,56,658 કરવામાં આવ્યું છે અને દર મહિને લઘુતમ રૂ. 1,000/-ની પેન્શનની રકમ મેળવવા માટે લઘુતમ રોકણ રૂ. 1,62,162/- કરવામાં આવ્યું છે.

 

આર્થિક અસરો:

સરકારની આર્થિક જવાબદારી LIC દ્વારા ઊભી કરવામાં આવેલી બજાર આવક અને પ્રારંભિક 2020-21ના વર્ષ માટે પ્રતિ વર્ષ 7.40% અને ત્યારબાદ SCSS અનુસાર દર વર્ષે પુનઃનિર્ધારિત કરાતાં સુનિશ્ચિત વળતરની વચ્ચે રહેલા તફાવત પુરતી મર્યાદિત છે. યોજનાના સંચાલન માટેની ખર્ચ મર્યાદા પ્રથમ વર્ષ માટે પ્રતિ વર્ષ અસ્કયામતોના 0.5% સુધી અને બીજા વર્ષથી આગામી નવ વર્ષ માટે પ્રતિ વર્ષ 0.3% નિર્ધારિત કરવામાં આવી છે. આધારે આર્થિક જવાબદારી નાણાકીય વર્ષ માટે 2023-24માં રૂ. 829 કરોડથી અંતિમ નાણાકીય વર્ષ 2032-33માં રૂ. 264 કરોડના અંદાજિત ખર્ચની વચ્ચે રહેવાનું અનુમાન છે. સરેરાશ અંદાજિત નાણાકીય જવાબદારી વાસ્તવિક ધોરણે વાર્ષિક ચૂકવણીની ગણતરી કરતાં સબસિડીની ચૂકવણી યોજનાના પ્રતિ વર્ષ રૂ. 614 કરોડ રહેવાની અપેક્ષા છે. વાસ્તવિક વ્યાજ-તફાવત (સબસિડી) જોકે નવી ઇશ્યૂ કરવામાં આવતી પોલિસીની સંખ્યા, સબસ્ક્રાઇબર દ્વારા કરવામાં આવતાં રોકાણના પ્રમાણ, વાસ્તવિક ઊભી કરાયેલી આવકો અને વાર્ષિક ચૂકવણીના ધોરણ ઉપર નિર્ભર કરશે.

PMVVY ખરીદ કિંમત/ સબસ્ક્રિપ્શન રકમ ઉપર સુનિશ્ચિત આવકના આધારે વરિષ્ઠ નાગરિકોને ચોક્કસ લઘુતમ પેન્શન આપવાના ઇરાદાથી શરૂ કરાયેલી વરિષ્ઠ નાગરિકો માટેની સામાજિક સુરક્ષા યોજના છે.

 

GP/DS



(Release ID: 1625446) Visitor Counter : 173