મંત્રીમંડળ

મંત્રીમંડળે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને મંજૂરી આપી – ભારતમાં મત્સ્યપાલન ક્ષેત્રના સ્થાયી અને સ્થિર વિકાસ દ્વારા આસમાની ક્રાંતિ લાવવા માટેની યોજના

Posted On: 20 MAY 2020 2:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય)ના અમલીકરણ માટે મંજૂરી આપી દીધી છે. યોજનાનો ઉદ્દેશ દેશમાં બ્લૂ રિવોલ્યુશન (આસમાની ક્રાંતિ) લાવવાનો છે, જે માટે ભારતમાં બે ઘટકો કેન્દ્રીય  ક્ષેત્રની યોજના (સીએસ) અને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ) હેઠળ ભારતમાં મત્સ્ય સંવર્ધન ક્ષેત્રના સ્થાયી અને જવાબદારી વિકાસ કરવામાં આવશે, જે માટે અંદાજે કુલ રૂ. 20,050નું રોકાણ કરવામાં આવશે. એમાં (1) કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 9,407 કરોડ, (2) રાજ્ય સરકારનો હિસ્સો રૂ. 4,880 કરોડ અને (3) લાભાર્થીનો હિસ્સો રૂ. 5,763 કરોડ છે.

 

યોજનાનો અમલ નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધીના પાંચ વર્ષનાં ગાળામાં થશે.

પીએમએમએસવાયનો અમલ બે અલગ ઘટક સાથે થશે, () કેન્દ્રીય ક્ષેત્રની યોજના (સીએસ) અને (બી) કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ). કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ) ઘટકને બિનલાભાર્થી લક્ષી અને લાભાર્થીલક્ષી એમ બંને પેટાઘટકો/પ્રવૃત્તિઓમાં ત્રણ વિસ્તૃત ઉદ્દેશ માટે વહેંચવામાં આવશેઃ

 

) ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા

) માળખાગત સુવિધા ઊભી કરવા અને ઉત્પાદન થયા પછીનું વ્યવસ્થાપન કરવા

) મત્સ્યપાલન વ્યવસ્થાપન અને નિયમનકારક માળખું

 

ફંડિંગની પેટર્ન: પીએમએમએસવાયનો અમલ નીચેની ફંડિંગ પેટર્ન સાથે થશેઃ

કેન્દ્રીય ક્ષેત્રની યોજના (સીએસ):

પ્રોજેક્ટ/યુનિટનાં સંપૂર્ણ ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે (એટલે કે કેન્દ્ર સરકારનું 100 ટકા ફંડિંગ).

જ્યાં પ્રત્યક્ષ લાભાર્થીલક્ષી એટલે કે વ્યક્તિ/જૂથની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ (એનએફડીબી) સહિત કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે, ત્યાં કેન્દ્ર સરકારની સહાય સાધારણ કેટેગરી માટે યુનિટ/પ્રોજેક્ટનાં ખર્ચના 40 ટકા સુધી અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/મહિલા કેટેગરીમાં 60 ટકા સુધી હશે.

 

કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ):

જ્યારે સીએસએસ ઘટક હેઠળ બિનલાભાર્થી લક્ષી પેટાઘટકો/પ્રવૃત્તિઓનો અમલ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા થશે, ત્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ/યુનિટનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો વચ્ચે વહેંચાઈ જશે, જેની વિગત નીચે મુજબ છેઃ

પૂર્વોત્તર અને હિમાલયના રાજ્યો: 90% કેન્દ્ર સરકારનો હિસ્સો અને 10% રાજ્ય સરકારનો હિસ્સો.

)   અન્ય રાજ્યો: 60% કેન્દ્ર સરકારનો હિસ્સો અને 40% રાજ્ય સરકારનો હિસ્સો.

)   કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનસભા સાથે અને વિધાનસભા વિના): 100% કેન્દ્રીય  હિસ્સો.

લાભાર્થી કેન્દ્રિત માટે એટલે કે વ્યક્તિ/જૂથ પ્રવૃત્તિઓ માટે સીએસએસ ઘટક હેઠળ પેટાઘટકો/પ્રવૃત્તિઓનો અમલ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો કરશે, જેમાં સાધારણ વર્ગ માટે સરકારી નાણાકીય સહાય પ્રોજેક્ટ/યુનિટ ખર્ચનાં 40 ટકા જેટલી મર્યાદિત હશે અને સહાય રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો બંને સંયુક્તપણે પૂરી પાડશે. બીજી તરફ, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/મહિલાઓ માટે પ્રોજેક્ટ/યુનિટનો ખર્ચ આશરે 60 ટકા ખર્ચ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો બંને સંયુક્તપણે પૂરી પાડશે. પરિણામે સરકારી નાણાકીય સહાય નીચેના રેશિયામાં કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વહેંચાઈ જશેઃ

 

પૂર્વોત્તર અને હિમાલયના રાજ્યો: 90% કેન્દ્ર સરકારનો હિસ્સો અને 10% રાજ્ય સરકારનો હિસ્સો.

)   અન્ય રાજ્યો: 60% કેન્દ્ર સરકારનો હિસ્સો અને 40% રાજ્ય સરકારનો હિસ્સો.

કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનસભા સાથે અને વિધાનસભા વિના): 100% કેન્દ્રીય  હિસ્સો (કેન્દ્રશાસિત પ્રદેશોનો કોઈ હિસ્સો નહીં).

 

ફાયદા:

i.           મત્સ્ય ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફરકને દૂર કરવો અને એની સંભવિતતા હાંસલ કરવી.

ii.        સતત અને જવાબદારી મત્સ્યપાલનની કામગીરી મારફતે વર્ષ 2024-25 સુધીમાં 22 મિલિયન મેટ્રિક ટનનો લક્ષ્યાંક હાંસલ કરવા સરેરાશ 9 ટકાના વાર્ષિક વૃદ્ધિદર જાળવવા માછલીનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.

iii.        પ્રમાણભૂત ગુણવત્તાયુક્ત મત્સ્ય બીજ અને ચારાની ઉપલબ્ધતા વધારવી, માછલીમાં ટ્રેસેબિલિટી સુધારવી, જેમાં અસરકારક રીતે જળજીવોનું વ્યવસ્થાપન સામેલ છે

iv.        મૂલ્ય સાંકળનું આધુનિકીકરણ કરવું અને એને મજબૂત કરવા સહિત મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાનું સર્જન કરવું.

v.        આશરે 15 લાખ માછીમારો, મત્સ્યપાલકો, માછીમારી સાથે સંબંધિત કામ કરતાં લોકો, માછલીનો વેપાર કરતાં લોકો તથા મત્સ્યસંવર્ધન અને સંલગ્ન કામગીરીમાં સંકળાયેલા અન્ય ગ્રામીણ/શહેરી લોકો માટે રોજગારીની લાભદાયક તકોનું સર્જન કરવું તથા તેમની આવક વધારવા સહિત પરોક્ષ રોજગારીની તકો મેળવતા લોકોનો આંકડો ત્રણ ગણો કરવો.

vi.       મત્સ્ય ઉછેર ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવું તથા માછલી અને માછીમારી સાથે સંબંધિત ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં વધારો કરવો.

vii.        વર્ષ 2024 સુધી માછમારો, મત્સ્યપાલકો અને માછીમારી સાથે સંબંધિત કામગીરી કરતાં લોકોની આવક બમણી કરવી.

viii.        માછીમારો અને મત્સ્યપાલનની કામગીરી માટે સામાજિક, શારીરિક અને આર્થિક સુરક્ષા.

 

 

GP/DS


(Release ID: 1625354) Visitor Counter : 343