સંસ્કૃતિ મંત્રાલય

રાષ્ટ્રીય મોડર્ન આર્ટ ગેલેરીએ વર્ચ્યુઅલ ટૂરના માધ્યમથી રાજા રવિ વર્માને 172મી જન્મજંયતિએ સ્મરણાંજલી અર્પણ કરી

Posted On: 30 APR 2020 9:25PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય મોડર્ન આર્ટ ગેલેરીએ વર્ચ્યુઅલ ટૂરના માધ્યમથી ખ્યાતનામ ચિત્રકાર અને કલાકાર રાજા રવિ વર્માને તેમની 172મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલી અર્પણ કરી છે. વર્ચ્યુઅલ ટૂરમાં નવી દિલ્હી ખાતે NGMAમાં સંગ્રહિત તેમની તમામ કલાકૃતિઓનો સંગ્રહ દર્શાવવામાં આવ્યો છે. લોકો ક્લિકના માધ્યમથી વર્ચ્યુઅલ ટૂરની મુલાકાત લઇ શકે છે -

http://www.ngmaindia.gov.in/virtual-tour-of-raja-ravi-varma.asp

રાજા રવિ વર્માનો જન્મ કેરળમાં એક કળા-કૌશલ પરિવારમાં થયો હતો. રાજા રવિ વર્માએ યુરોપીયન ટેકનિકોના આધારે મોટાભાગે જાતે કળાનું મહારથ હાંસલ કર્યું હતું. પરંતુ વાતમાં કોઇ બેમત નથી કે, રાજા રવિ વર્મા તૈલ ચિત્રો તૈયાર કરવામાં ખૂબ નિપુણ હતા અને તેમણે યુરોપીયન પ્રાકૃતિકતા સાથે જાદુઇ કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. ભારતીય પરંપરાગત ચિત્રકળા અને યુરોપીયન શૈક્ષણિક પ્રાકૃતિકતામાં ખૂબ પ્રચલિત સેલો કળાના સંગમબિંદુ પર રાજા રવિ વર્મા હતા ત્યારે તેમણે બંને કલાત્મક સિદ્ધાંતોને પોતાની શૈલીમાં વણી લીધા હતા. ભારતીય પરિકલ્પનામાં ખૂબ લોકપ્રિય તેવી હિન્દુ દંતકથા વાર્તાઓ તેમણે ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરી હતી જેમાં તેમના સમયના સમાજનું પ્રતિબિંબ ઝળકતું હતું. ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર, રાજા રવિ વર્માના નાટ્યાત્મક ઇતિહાસ ચિત્રોએ દાદાસાહેબ ફાળકે અને બાબુરાવ પેઇન્ટર જેવા ભારતીય સીનેજગતના પ્રહરીઓ પર ખૂબ પ્રભાવ પાડ્યો હતો.

રાજા રવિ વર્મા પોર્ટ્રેટ ચિત્રકાર તરીકે નિપુણ હતા તેમજ ઇતિહાસનું ચિત્રાંકન, નારી સૌંદર્યને દર્શાવતા ચિત્રો અને એવા અનેકવિધ પ્રકારના વિવિધ ચિત્રો બનાવવામાં પણ તેમણે મહારત હાંસલ કર્યું હતું. તેમણે પોર્ટ્રેટ અને અન્ય કળાની શોધમાં સમગ્ર ભારત ભ્રમણ કર્યું હતું. તેમણે જર્મન ટેકનોલોજી સાથે પ્રેસની સ્થાપના કરી હતી જેથી ઓછા ખર્ચમાં મોટી સંખ્યામાં લોકોની માંગને પહોંચી વળવા માટે ઓલિયોગ્રાફ્સ તૈયાર કરી શકાય. તેમની પ્રિન્ટ્સ એટલી ઝડપથી વેચાઇ જતી કે આજના સમય સુધી પણ તેમણે લોકપ્રિય દૃશ્યાત્મક સંસ્કૃતિ પર ઘેરી છાપ પાડી છે. વાસ્તવિકતાનો અહેસાસ કરાવતા તેમના ચિત્રણ  અને ધાર્મિક તેમજ દંતકથાના પાત્રોના ચિત્રાત્મક નિરુપણે દેશના કલાપ્રેમીઓને મોહિત કરી દીધા હતા. રવિ વર્માનું કાર્ય માત્ર ચિત્રકામ સુધી સીમિત નહોતું; તેઓ સારા કવિ, વિદ્વાન અને તેમના સમયના દીર્ઘદૃશ્ટા હતા.

 

GP/DS

 



(Release ID: 1620025) Visitor Counter : 147