વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કોવિડ-19ના પ્રસાર પર નજર અને નિયંત્રણ રાખવા ડિજિટલ સર્વેલન્સ
સર્વેલન્સ ત્રણ સ્તરે થશેઃ વાયરસ, દર્દી અને દર્દીની નૈદાનિક પ્રક્રિયા પર
Posted On:
24 APR 2020 6:31PM by PIB Ahmedabad
સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનેટિક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ બાયોલોજી (આઇજીઆઇબી) અને અન્ય થોડી સંસ્થાઓ કોવિડ-19ના જીવવિજ્ઞાન, રોગચાળા અને રોગની અસરને સમજવા નોવેલ કોરોનાવાયરસના પ્રસારના ડિજિટલ અને મોલીક્યુલર સર્વેલન્સ પર કામ કરી રહ્યાં છે.
કેટલાંક લોકો ચિહ્નો ન દર્શાવવા છતાં જીવલેણ કોરોનાવાયરસનાં ઇન્ફેક્શનનો ભોગ કેવી રીતે બન્યાં અને સીધા બિમાર પડ્યાં? શા માટે કેટલાંક લોકોને પીડાવું પડ્યું અને મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગયા, ત્યારે અન્ય કેટલાંક વાયરસની પકડમાં ન આવ્યાં? શું વાયરસ એટલી ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે કે, રસીઓ અને દવાનો વિકાસ કરવાની દિશામાં આપણા પ્રયાસો વ્યર્થ પુરવાર થશે કે પછી પરિવર્તન અવગણી શકાય એવું છે? આ પ્રકારનાં અનેક પ્રશ્રોનો જવાબ મેળવવા માટે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે.
નોવેલ કોરોનાવાયરસના ડિજિટલ અને મોલીક્યુલર સર્વેલન્સ સાથે વૈજ્ઞાનિકોને આજની ઘણી અજાણી બાબતો માટે કેટલાંક સંકેત મળવાની આશા છે. સેન્ટર આઇજીઆઇબીમાં સ્થાપિત થશે, જ્યાં તમામ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને હોસ્પિટલો ક્લાઉડ શેરિંગ દ્વારા તેમનો ડેટા વહેંચશે.
સર્વેલેન્સ ત્રણ સ્તરે હાથ ધરવામાં આવશેઃ વાયરસ, દર્દી અને દર્દીની નૈદાનિક પ્રક્રિયા. વાયરસના સ્તરે સર્વેલન્સનો સંદર્ભ વાયરસના જનીન સાથે છે. આ માટે સીસીએમબી મુખ્ય ભૂમિકા ભજવે છે, કારણ કે આ જનીનની સાંકળ પ્રદાન કરશે. સીસીએમબીનાં ડાયરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાએ ઇન્ડિયા સાયન્સ વાયરને જણાવ્યું હતું કે, “અમે જનીનની સાંકળ અને નમૂનાના પરીક્ષણ પર માહિતી પ્રદાન કરીશું. જેમ અમે મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ, તેમ અમે નમૂના પરિણામો પૂરા પાડી શકીએ, જેનો ઉપયોગ વાયરસના પ્રસાર, આઇસોલેશન અને વિવિધ પ્રકારની માહિતીને સમજવા માટે થઈ શકશે.”
બીજો ભાગ દર્દીના ડેટા સાથે સંબંધિત હશે, જેમાં નૈદાનિક નમૂનાઓ પર દર્દીના દેખાવની વિગતો સામેલ હોય છે. નૈદાનિક કામગીરીની વિગતમાં નૈદાનિક સારવારની માહિતી અથવા હોસ્પિટલનો ડેટા સામેલ હશે, જે પરિણામ તરફ દોરી જશે. જ્યારે કેટલાંક દર્દીઓને વેન્ટિલેટર્સની જરૂર છે, ત્યારે અન્ય લોકો તેમની પોતાની રીતે સાજાં થઈ શકે છે. થોડાં દર્દીઓમાં જીવલેણ સાઇકોટાઇન સ્ટોર્મ વિકસ્યો છે, ઘણા લોકો ઇન્ફેક્શનમાંથી સફળતાપૂર્વક બહાર આવી શક્યા છે. આઇજીઆઇબીના ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું હતું કે, “અમે આ તમામ બાબતો માટે અખિલ ભારતીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) સાથે કામ કરીએ છીએ અને અમે સ્થાનિક હોસ્પિટલો સાથે પણ કામ કરીએ છીએ. અમે દેશભરની તમામ હોસ્પિટલોને જણાવ્યું છે, જેથી અમે છેલ્લાં ભાગ સુધી વધારે પહોંચ ધરાવીએ. અમે એન્ડ-ટૂ-એન્ડ નેટવર્ક સ્થાપિત કરવાનું વલણ ધરાવીએ છીએ, જેમાં અમે તમામ બાબતોનો ડેટા ભેગો કરીશું.” કોઈ પણ પ્રકારનાં ચિહ્નો ન ધરાવતા ઇન્ફેક્શન ધરાવતા લોકો અને હળવા ચિહ્નો ધરાવતા લોકોને ટેસ્ટિંગ ડેટાનો ઉપયોગ કરીને અભ્યાસમાં હોસ્પિટલ નેટવર્કની બહારનાં ઇન્ફેક્ટેડ લોકોને પણ સામેલ કરવામાં આવશે. સર્વેલન્સ એવી વસ્તી પર નજર રાખવા પણ સમક્ષ બનાવશે. જેમાં પ્રસાર બહુ ગંભીર રીતે કે તીવ્ર રીતે થયો હોય છે અને નિયંત્રિત રીતે પ્રસાર થયો હોય છે.
ડૉ. અગ્રવાલના જણાવ્યા મુજબ, દરેક ખુલ્લી પણ વિશ્વસનિય ફોર્મેટમાં થશે. વિશ્વસનિય કે ગોપનીયતા એટલે કે કોઈ પણ વ્યક્તિની નૈતિકતા અને નિખાલસતાની દ્રષ્ટિએ, જેઓ સરકાર મુજબ એક્સેસ મેળવવાને પાત્ર છે. આ ડેટાને કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકે છે, કારણ કે એના ભાગ હોવું ગોપનીય બની શકશે. જોકે જો સરકારમાં કોઈ પણ વ્યક્તિ ઉચિત કારણોસર ડેટા પર નજર નાંખવા ઇચ્છશે, તો ડેટા પ્રદાન કરવામાં આવશે અને ગોપનીયતાનું સ્તર અલગ હશે. ડૉ. અગ્રવાલે કહ્યું હતું કે, “વાયરલનું જનીન જાહેર ડિપોઝિટમાં જશે; હોસ્પિટલનો અભ્યાસક્રમ અને કોઈ પણ માહિતીની સંપૂર્ણપણે ઓળખ થશે. પણ આપણને ફક્ત ઓળખ કરાયેલા ડેટા મળે છે.”
ડેટા સરકાર પ્રદાન કરશે, જેથી એને સરકારે તાજેતરમાં શરૂ કરેલી આરોગ્ય સેતુ એપ સાથે લિન્ક કરી શકાશે. એની પાછળનો વિચાર મહત્તમ લોકોને લાભ પ્રદાન કરવાનો છે. ડૉ. અગ્રવાલે કહ્યું હતું કે, “આપેલા વર્ટિકલ પર ડેટા આપવા ઇચ્છતી અને આ પ્રયાસનો ભાગ બનવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિને અમે આવકારીએ છીએ.”
(Keywords: digital surveillance, data, genome sequencing, clinical data, Aarogya Setu, CCMB, IGIB)
GP/DS
(Release ID: 1617986)
Visitor Counter : 230