વિદ્યુત મંત્રાલય

વીજ મંત્રાલય અંતર્ગત સીપીએસયુ એનએચપીસીએ વર્ષે 6.80 ટકાનાં વ્યાજદરે રૂ. 750 કરોડનું ભંડોળ ઊભું કર્યુ

Posted On: 23 APR 2020 5:24PM by PIB Ahmedabad

એનએચપીસી લિમિટેડ (વીજ મંત્રાલય અંતર્ગત કાર્યરત ભારત સરકારનું સાહસ) આજે 10 વર્ષની લોનની મુદ્દત માટે વર્ષે 6.80 ટકાના અતિ સ્પર્ધાત્મક વ્યાજદરે બોન્ડ્સનાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ. 750 કરોડ ઊભા કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, ઇશ્યૂની બેઝ સાઇઝ રૂ. 500 કરોડ છે, જેમાં ગ્રીન શૂ ઓપ્શન રૂ. 250 કરોડનો છે.

એમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ઇશ્યૂને બજારમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 3.87 ગણો છલકાઈ ગયો હતો એટલે કે કોવિડ-19 રોગચાળા વચ્ચે રૂ. 2899 કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજનાં 6.80 ટકા દર સૌથી ઓછા છે અને અગાઉ AAA રેટિંગ ધરાવતા 10 વર્ષનાં બોન્ડના વ્યાજનાં દર 7.10 ટકાથી 30 બીપીએસ કે 0.30 ટકા ઓછા છે. એનએચપીસી સૌથી વધુ ધિરાણ વિશ્વસનિયતા ધરાવે છે અને અગ્રણી રેટિંગ એજન્સીઓએ AAA રેટિંગ આપ્યું છે.

 

 

GP/DS



(Release ID: 1617634) Visitor Counter : 142