પ્રવાસન મંત્રાલય

પ્રવાસન મંત્રાલય દ્વારા ‘દેખો અપના દેશ’ વેબીનાર સિરીઝના 7મા વેબીનારનું આયોજન


‘Photowalking® Varanasi: વારસો,સંસ્કૃતિ અને વાનગીઓ

Posted On: 23 APR 2020 4:40PM by PIB Ahmedabad

સમગ્ર દુનિયા એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહી છે. હાલતમાં પ્રવાસન ઉદ્યોગ અને વ્યક્તિગત માનસને પુનર્જીવન સાથે સાંકળવુ જરૂરી બન્યુ છે. ભારતના વૈવિધ્ય ધરાવતા પ્રવાસનલક્ષી અને નયનરમ્ય પ્રદેશો દર્શાવવા ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે એક પહેલ કરીનેદેખો અપના દેશવેબીનારની એક સિરીઝ રજૂ કરવા પ્રયાસ કર્યો છે. પ્લેટફોર્મ પ્રવાસ કરનાર ચાહકોની મોટી સંખ્યાને નિષ્ણાંતો પોતાના પ્રદેશના સ્થળો અંગે શું કહે છે તે તથા પ્રદેશ, શહેર, પરંપરા, સંસ્કૃતિ, વારસા અને ઈતિહાસ અંગે જોવા અને સાંભળવાની તક પૂરી પાડે છે. પ્રવાસન મંત્રાલયે 7મા વેબીનાર તરીકે ‘Photowalking® Varanasi: વારસો,સંસ્કૃતિ અને વાનગીઓની તા.23 એપ્રિલ, 2020ના રોજ રજૂઆત કરી હતી.

વેબીનારની રજૂઆત સીટી એક્સપ્લોરર્સ પ્રાઈવેટ લિમીટેડ નામની એક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. સંસ્થા સ્પેશ્યલ સીટી બ્રાન્ડવારાણસી હેરિટેજ વૉક્સની રજૂઆત કરીને વારાણસીના વૈવિધ્યા, ગૂઢ બાબતો, આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક સાક્ષરતા, જીવનના અનુભવો અને વ્યક્તિગત યાદગીરીઓ રજૂ કરવામાં આવી રહી છે. કાર્યક્રમના પેનલીસ્ટોમાં ડો. સચીન બંસલ- ચીફ એક્સપ્લોરર (સ્થાપક, સીટી એક્સપ્લોરર્સ પ્રા. લિ.), શ્રી શ્રવણ ચીન્ચવડકર (કલ્ચર ઈનસાઈડર, વારાણસી અને શ્રી શશાંક શર્મા (ગાઈડ) નો સમાવેશ કરાયો છે.

વેબીનારમાં વારાણસીને દુનિયાના સૌથી જૂના અને સતત વિસ્તરતા જતા શહેર તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વેબીનારમાં સાંસ્કૃતિક પ્રસંગો, મોંમા પાણી લાવે તેવી વાનગીઓ અને જીવંત પરંપરાઓ વારાણસીના ખૂણે ખૂણેથી પસંદ કરીને રજૂ કરવામાં આવી છે. ઉપરાંત ભારતનું સૌથી શ્રેષ્ઠ રિવર ફ્રન્ટેજ દર્શાવવામાં આવ્યું છે. માઈલો લાંબા ઘાટ, અસંખ્ય પવિત્ર સ્થાનો, લાખો દેવી- દેવતાઓને કારણે શહેર દરેક પ્રાર્થનાનો જવાબ આપે છે. વેબીનારમાં વારાણસીના પ્રાચીન ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, તેના આધ્યાત્મિક જોડાણો, સ્વાદિષ્ટ વાનગીઓની દરેક તબક્કે બદલાતી જતી તરાહ દર્શાવવામાં આવી છે.

વારાણસી પ્રવાસીઓને પસંદ પડે તેવું શું ઓફર કરે છે તે અંગે વાત કરીને વેબીનારની શરૂઆત કરવામાં આવી છે. વાતચીતમાં સૌથી વધુ ગમી જાય તેવી બાબત વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવેલી થિમેટીક વૉક છે જેમાં વૉકીંગ ઓફ વારાણસીના માધ્યમથી દિવ્ય પ્રદેશની દિવ્યતા અને પ્રાચીન શહેરની વાનગીઓ અંગે વાત કરવામાં આવી છે. વહેલી સવારના અનુભવથી શરૂ કરીને તથા મિશ્ર પ્રકારના વારસા અને સંસ્કૃતિની વાત કરીને વૉકીંગ ઓફ વારાણસીશહેરની પવિત્રતાને વ્યક્ત કરે છે. પવિત્ર ભૂમિની વાત ફૂલ બજાર અને વિશ્વનાથ દર્શન તથા દશાસ્વ મેધ ઘાટ પર સાંજે થતી આરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી બે વૉક મારફતે દર્શકોને પ્રાચીન શહેરના ભોજનનો પરિચય કરાવવામાં આવ્યો છે. થાળીમાં ચમકતા રંગો અને સ્વાદ ગ્રંથિઓને સતેજ કરતી કચોરી, સબ્જી, મલાઈઓ, લસ્સી, જલેબી- દહીં, ટમાટર ચાટ, પાલક પત્તા ચાટ અને બનારસી પાન! દરેક સ્વાદ ચાહકને ગમી જાય તેમ છે. વાનગીઓનો રૂટ એક શોપથી બીજી શોપ તરફ જાય છે અને વચ્ચે વચ્ચે રામ ભંડાર, બ્લૂ લસ્સી, દિપક તાબુલ ભંડાર, રાજેશ ચોરસીયા પાનવાલા (ચોક એરિયા), બાબા ઠંડાઈ, ભારતેન્દુ ભવન, દીના ચાટ ભંડાર અને કાશી ચાટ ભંડાર જેવા પ્રસિધ્ધ સ્થળો ત્યાંની પરંપરાગત વાનગીઓ રજૂ કરે છે. વૉકના સરપ્રાઈઝ સમાન અતિ સમૃધ્ધિ ફેસ્ટીવલ ઓફ વારાણસીના વાત કરવામાં આવી છે, જેમાં વિવિધ ઘટનાઓને વણી લેવાઈ છે. ઘટનાઓમાં નક્કાતૈયા, નાગ નથૈયા, ભાસમ હોલી અને દેવ દીપાવલીની વાત કરવામાં આવી છે. વેબીનારના અંત ભાગમાં ડો. સચિન બંસલ શહેરના છૂપા રત્નો અંગે વાત કરે છે અને એમાં વણાટ પરંપરા તથા સ્થાનિક સંગીત ઘરાનાને રજૂ કરતા પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો છે.

વેબીનારને તેની સાથે જોડાયેલા લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં વિદેશના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થતો હતો.

 

GP/DS

 


(Release ID: 1617508) Visitor Counter : 230