વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

એન્ટી –ડમ્પીંગ ડ્યુટીની સનસેટ રિવ્યુ તપાસ માટે સુધારેલી સમય વ્યવસ્થા

Posted On: 21 APR 2020 6:59PM by PIB Ahmedabad

તા.12 ડિસેમ્બર, 2017ની  ટ્રેડ નોટિસ નં. 02/2017 મુજબ ડિરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે એન્ટી- ડમ્પીંગ ડ્યુટીની સનસેટ રિવ્યુ તપાસ માટે કસ્ટમ ટેરીફ એક્ટ 1975 અને એન્ટી-ડમ્પીંગ નિયમો અનુસાર ્રક્રિયા અને સમય રેખા નક્કી કરી હતી. નોટિસમાં અમલમાં હોય તેવા એન્ટી-ડમ્પીંગ પગલાં  પૂરા કરવા એસએસઆર અરજી ફાઈલ કરવા માટે  ઓછામાં ઓછા 217 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જો વિલંબનું યોગ્ય કારણ આપવામાં આવે તો ગાળામાં 240 દિવસ સુધીની રાહત આપી શકાય છે

 

એવું જોવા મળ્યું છે કે એસએસઆર એપ્લિકેશન ફાઈલ કરવાની નિર્ધારિત સમય મર્યાદા એટલે કે પગલાં પૂરાં થવાના 270 દિવસ પહેલાં અથવા તો વિલંબનું યોગ્ય કારણ આપ્યા પછી પગલાં પૂરા થતાં પહેલાં 240 દિવસની છૂટ આપવામાં આવે છે. કારણે વાજબી પ્રમાણમાં શિસ્ત ઉભી થઈ છે અને તેના પરિણામે એસએસઆર એપ્લિકેશન પગલાં પૂરાં થવાના ઘણાં સમય પહેલાં ફાઈલ કરી દેવામાં આવે છે.

 

આમ છતાં અનિવાર્ય સંજોગોમાં વિલંબ થતાં ઓછામાં ઓછા 240 દિવસની નિર્ધારિત સમય મર્યાદા અનુસરી શકાય નહીં હોવા અંગે સ્થાનિક ઉદ્યોગ તરફથી અવાર-નવાર રજૂઆતો મળતી રહે છે. ઉદ્યોગની ફરિયાદના ઉકેલ માટે ડીજીટીઆર દ્વારા તા.20 એપ્રિલ, 2020ના રોજ એક ટ્રેડ નોટિસ (No. 02/2020) ઈસ્યુ કરવામાં આવી છે, જેમાં સ્થાનિક ઉદ્યોગને વાસ્તવિક મુશ્કેલીને કારણે એસએસઆર એપ્લિકેશન ફાઈલ કરવાની 270 દિવસની ડેડલાઈનને પહોંચી વળવામાં તકલીફના કિસ્સામાં તારીખ પૂર્ણ થયાના 180 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. અપવાદરૂપ સંજોગોમાં અધિકૃત સંસ્થા પગલાં પૂરાં થતાં  પહેલાં વધુ 120 દિવસ માટે સમય લંબાવી શકશે.

 

GP/DS



(Release ID: 1616880) Visitor Counter : 177