સંસ્કૃતિ મંત્રાલય
કોરોના વાયરસ યોદ્ધાઓના માનમાં લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુના મકબરા પર વિશેષ પ્રકારે રોશની કરવામાં આવી
ભારતના પૂરાતત્વ વિભાગના દિલ્હી સર્કલ દ્વારા વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન
Posted On:
18 APR 2020 9:30PM by PIB Ahmedabad
ભારતના પૂરાતત્વ વિભાગના દિલ્હી સર્કલ દ્વારા વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુના મકબરા જેવા ઐતિહાસિક સ્થળો પર વિશેષ પ્રકારે રોશની કરીને કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે, દિલ્હી સર્કલના ASI દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌએ આવા સ્મારકો અને પ્રાચીન ધરહોરોની સલામતી અને આદરની પ્રતિજ્ઞા લીધી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં CSHP પબ્લિક સ્કૂલ, પ્રતાપ વિહાર, ગાઝિયાબાદ અને ASPAM સ્કૉટિશ સ્કૂલ, નોઇડાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી હતી. કુલ 60 શિક્ષકો અને 247 વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. CSHP પબ્લિક સ્કૂલ, પ્રતાપ વિહાર, ગાઝિયાબાદના ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ જ્યારે ASPAM સ્કૉટિશ સ્કૂલ નોઇડાના ધોરણ 1A અને 1 Bના વિદ્યાર્થીઓએ ઑનલાઇન પ્રતિજ્ઞાના આ કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લીધી હતી.
માનવજાતની નિઃસ્વાર્થ સેવા કરી રહેલા કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, સાંજે દિલ્હી સર્કલના ASIએ ઉપરોક્ત ઉલ્લેખ કરેલ ત્રણેય સ્મારકો પર વિશેષ પ્રકારે રોશની કરી હતી. લાલ કિલ્લા ખાતે, ભારતના નક્શા અને ‘હમ જીતેંગે’ આકારમાં દીવા ગોઠવવામાં આવ્યા હતા.
કુતુબ મિનાર ખાતે, ‘ઘરમાં રહો, સલામત રહો’ સંદેશાના આકારમાં દીવા ગોઠવવામાં આવ્યા હતા.
હુમાયુના મકબરા ખાતે, સામાન્ય રોશની ઉપરાંત 41 દીવા ગોઠવવામાં આવ્યા હતા. કોરોના વાયરસના ઉપદ્રવ સામે લડાઇ માટે લૉકડાઉનના 41 દિવસના પ્રતીક રૂપે અહીં 41 દીવા મૂક્યા હતા.
GP/DS
(Release ID: 1616044)
Visitor Counter : 184