વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

એએસએસટી ઇન્સ્યાપર ફેલો પાણીમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવા પ્લાઝમોનિક સેમિકન્ડક્ટર નેનોસામગ્રી વિકસાવી રહ્યાં છે

Posted On: 16 APR 2020 6:41PM by PIB Ahmedabad

બિશ્વજીત ચૌધરી અસમમમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓ સૌર પ્રકાશનો ઉપયોગ કરીને પાણીમાંથી ઝેરી કાર્બનિક સંયોજનો દૂર કરવા માટે પ્લાઝમોનિક સેમિકન્ડક્ટર નેનો સામગ્રી (જે સપાટી પર ફ્રી ઇલેક્ટ્રોન્સ સાથે ધાતુ જેવી સામગ્રી છે અને જ્યારે એના પર પ્રકાશ પડે છે, ત્યારે સંયુક્તપણે ફરે છે) વિકસાવવાની રીતો પર સંશોધન કરી રહ્યાં છે. તેમણે પ્રદૂષકોને દૂર કરવા અને રિન્યૂએબલ હાઇડ્રોજન પેદા કરવા નેનો સામગ્રીની ફોટોકેટાલીટિક કાર્યદક્ષતા વધારવા સૌર પ્રકાશનો ઉપયોગ કર્યો છે.

સફળતા હાંસલ કરવા ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ઇન્સ્પાયર ફેકલ્ટી સ્કીમનો લાભ મેળવનાર ચૌધરી ઉદ્દેશ માટે પ્લાઝમોનિક સામગ્રી દ્વારા ફોટોન સંચય અને પ્રકાશનું સંવર્ધન કરવા પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરે છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને નેનોટેકનોલોજી શાખાનો સમન્વય કરનાર ડો. ચૌધરીએ સૌર ઊર્જાની સામગ્રી અને સૌર કોષોમાં એમના વર્તમાન કાર્ય પર બે પેપર (2019, 201, 110053) https://doi.org/10.1016/j.solmat.2019.110053 અને એસીએસ સસ્ટેનેબલ કેમિસ્ટ્રી એન્ડ એન્જિનીયરિંગ (2019, 7, 23, 19295-19302) https://doi.org/10.1021/acssuschemeng.9b05823 પ્રકાશિત કર્યા છે, જે સૌર પ્રકાશનો ઉપયોગ કરીને પાણીમાંથી ઝેરી કાર્બનિક સંયોજનો દૂર કરવા માટે પ્લાઝમોનિક સેમિકંડક્ટર નેનો સામગ્રીઓનો ઉપયોગ કરવા પર કેન્દ્રીત છે.

તેમણે વિકસાવેલી સામગ્રી સરળતાપૂર્વક આર્સેનિક અને ફ્લોરાઇડ જેવા ઝેરી આયનોનું શોષણ કરી શકે છે, જે ઘણી વાર ઉત્તર પૂર્વ ભારતમાં પાણીમાં જોવા મળે છે. જ્યારે આયનો પર સૂર્યપ્રકાશ પડે છે, ત્યારે તેઓ બિનઝેરી સ્વરૂપોમાં પરિવર્તિત થાય છે.

કાર્યને વધારીને પાણીમાંથી હાઇડ્રોજન (H2) ઇંધણ પેદા કરવામાં આવ્યું છે, જે ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરતાં અશ્મિભૂત ઇંધણોના ઉપયોગમાં ઘટાડો કરી શકે છે. તેઓ હાઇડ્રોજન ઊર્જા પેદા કરવા માટે પ્લાઝમોનિક નેનોસામગ્રીઓનો ઉપયોગ કરે છે. પ્રક્રિયામાં વિઝિબલ અને નીયર ઇન્ફ્રા-રેડ લાઇટ અંતર્ગત ફોટોનનું હાઇડ્રોજનમાં રૂપાંતરણ થાય છે.

તેમને ફેલોશિપ મળી છે, જેમાંથી તેમને પ્રયોગશાળામાં ઉદીપકોની ફોટોકેટાલીટિક કાર્યદક્ષતાનું પરીક્ષણ કરવા ફોટોકેટાલીટિક સેટ અપ ડિઝાઇન કરવામાં મદદ મળી છે. તેઓ નજીકનાં વિવિધ સ્થળોમાંથી પ્રદૂષિત પાણી પણ ભેગું કરે છે અને પીવા યોગ્ય પાણી બનાવવા પાણીમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવા ટેસ્ટિંગ કરે છે.

 

GP/DS



(Release ID: 1615184) Visitor Counter : 118