પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલયે આજથી તેની ‘દેખો અપના દેશ’ વેબિનાર સિરીઝ શરૂ કરી


‘દેખો અપના દેશ’ વેબિનાર સિરીઝ ચાલુ રહેશે અને મંત્રાલય ભારતનો ભિન્ન અને નોંધપાત્ર ઈતિહાસ તથા સંસ્કૃતિ દર્શાવવા માટે કામ કરશેઃ શ્રી પટેલ

Posted On: 14 APR 2020 4:20PM by PIB Ahmedabad

કોરોનાવાયરસે તમામ લોકોના માનવ જીવનને માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં અસર કરી છે. સ્વાભાવિક છે કે એક ક્ષેત્ર તરીક પર્યટન પર દેશમાંથી તેમજ વિદેશમાંથી આવન-જાવન રોકાઈ જતાં તેની માઠી અસર પડે. આમ છતાં, ટેકનોલોજીના કારણે વિવિધ સ્થળો અને ડેસ્ટીનેશનની વર્ચ્યુઅલ મુલાકાત લેવાનું શક્ય બની રહ્યું છે. તે પછી આપણે પાછલી તારીખે ત્યાં મુલાકાતે જવાનું પસંદ કરી શકીએ. કલ્પના પણ ન થઈ શકે તેવા આ સમયમાં માનવ સંપર્કો જાળવવા માટે ટેકનોલોજી હાથવગી બની છે અને એવી શ્રધ્ધા  પેદા થાય છે કે જ્યારે સારો સમય આવશે ત્યારે આપણે ટૂંક સમયમાં ત્યાં પ્રવાસે જઈ શકીશું.

આ બાબતને ધ્યાનમાં રાખીને પર્યટન મંત્રાલયે તેની દેખો અપના દેશ વેબિનાર સિરીઝ ઘણાં સ્થળોની ઊંડાણપૂર્વકની માહિતી આપવા અને ભારતના વારસા અંગે અને ભારતની  પ્રચલિત માન્યતાઓ વ્યક્ત કરતા વારસા અંગે માહિતી આપવા આજથી આ વેબિનાર સિરીઝ શરૂ કરવામાં આવી છે. પ્રથમ વેબિનાર સિરીઝ કે જે આ સિરીઝનો હિસ્સો બની રહેશે તેમાં દિલ્હીના લાંબા ગાળાના ઈતિહાસને સ્પર્શીને તેની વિગતો આપવામાં આવી છે. આ વેબિનારમાં 8 શહેરોને આવરી લેવામાં આવશે. દરેકે-દરેક શહેર તેની અનોખી લાક્ષણિકતા ધરાવતું હશે. આ સિરીઝમાં આજે જેવું છે તેવું દિલ્હીને એક ભવ્ય શહેર તરીકે દર્શાવવામાં આવશે. આ વેબિનાર સિરીઝને  સીટી ઑફ સીટીઝ-દિલ્હી પર્સનલ ડાયરી નામ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું છે કે આ વેબિનાર સિરીઝ સતત ચાલુ રહેનાર એક સિરીઝ બની રહેશે અને મંત્રાલય ભારતના વિવિધ શહેરોના નોંધપાત્ર ઈતિહાસ અને સંસ્કૃતિ તથા સ્મારકો, ખાણી-પીણી, કલા, નૃત્ય સ્વરૂપો વગેરે દર્શાવશે. આ વેબિનારમાં કુદરતી દ્રશ્યો, તહેવારો અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનાં ઘણાં પાસાંઓને આવરી લેવામાં આવશે.

આ વેબિનાર સિરીઝના કેન્દ્રમાં પર્યટન અને સામાજિક ઈતિહાસ અંગે જાણકારી આપવામાં આવશે. રસપ્રદ ઘટનાઓની નોંધ લઈને પર્યટન મંત્રાલય ઈન્ડિયા સિટી વૉકનું સંચાલન કરી રહી છે અને તેમાં 5,546 વ્યક્તિઓએ નોંધણી કરાવીને ઘણાં રસપ્રદ સવાલો પૂછ્યા છે, જે તેમાં ભાગ લેનારની રૂચિ અને કુતૂહલ દર્શાવે છે. આ વેબિનાર ટૂંક સમયમાં પબ્લિક ડોમેઈનમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તે મંત્રાલયના સોશ્યલ મિડીયા હેન્ડલ્સ ઈન્સ્ટાગ્રામ અને ફેબબુક  ઉપર – ઈનક્રેડીબલ ઇન્ડિયા તરીકે દર્શાવવામાં આવશે.

હવે પછીનો વેબિનાર તા. 16 એપ્રિલના રોજ 11 થી બપોરના 12 સુધી રજૂ કરવામાં આવશે અને તેમાં મુલાકાતીઓને અદ્દભૂત શહેર કોલકતાની મુલાકાતે લઈ જવાશે.

RP

* * * * * * *



(Release ID: 1614487) Visitor Counter : 187