આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

કોવિડ-19નું વ્યવસ્થાપન કરવા માટે મંત્રીમંડળે બે વર્ષ (2020-21 અને 2021-22) માટે MPLADSના નોન-ઓપરેશનની મંજૂરી આપી

Posted On: 06 APR 2020 5:24PM by PIB Ahmedabad

કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સાંસદોની સ્થાનિક વિકાસ યોજનાઓ (MPLADS) બે વર્ષ (2020-21 અને 2021-22) માટે ન કરવાની મંજૂરી આપી છે. આ ભંડોળનો ઉપયોગ દેશમાં કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારના વ્યવસ્થાપન અને તેની વિપરિત અસરો ઘટાડવા માટે સરકારના પ્રયાસો વધુ મજબૂત કરવામાં થશે.



(Release ID: 1611745) Visitor Counter : 120