પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને કોમનવેલ્થ ઑફ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટેલીફોન પર વાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ઑફ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ સ્કૉટ્ટ મોરિસન સાથે ટેલીફોન પર વાત કરી હતી.

Posted On: 06 APR 2020 1:48PM by PIB Ahmedabad

બંને નેતાઓ કોવિડ-19 મહામારી પર ચર્ચા કરી હતી તથા તેમની સંબંધિત સરકારોએ સ્થાનિક સ્તરે આ રોગચાળાનો સામનો કરવા અપનાવેલી પદ્ધતિઓ પર વાત કરી હતી. તેઓ આરોગ્યની કટોકટીના સંદર્ભમાં દ્વિપક્ષીય અનુભવો વહેંચવાના મહત્ત્વ પર સંમત થયા હતા, જેમાં સહિયારા સંશોધન પ્રયાસો સામેલ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ભારતમાં પ્રવાસ સંબંધિત નિયંત્રણોને કારણે ફસાયેલા ઓસ્ટ્રેલિયાના કોઈ પણ નાગરિકોને જરૂરી સુવિધા પૂરી પાડવા અને ટેકો આપવા તૈયાર છે. મહામહિમ પ્રધાનમંત્રી મોરિસને એવી ખાતરી આપીને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય ઓસ્ટ્રેલિયન સમાજના જીવંત ભાગ અને સમૃદ્ધ સમુદાય તરીકે પોતાનું સ્થાન જાળવી રાખશે.

બંને નેતાઓએ પ્રવર્તમાન આરોગ્ય કટોકટીના સમાધાનની ચર્ચા કરવાની સાથે ભારત-ઓસ્ટ્રેલિયાની ભાગીદારીના બહોળા મહત્ત્વ પર પુનઃ ધ્યાન આપવા સંમત થયા હતા, જેમાં ભારત-પ્રશાંત વિસ્તારનો મુદ્દો સામેલ છે.

GP/RP



(Release ID: 1611620) Visitor Counter : 226