સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ચહેરા અને મોં માટે ઘરે બનાવેલાં માસ્કના ઉપયોગ માટેની માર્ગદર્શિકા અને મેન્યુઅલ

Posted On: 04 APR 2020 12:53PM by PIB Ahmedabad
  1. આપણે જાણીએ છીએ કે કોવિડ-19ના ચેપથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સ્વચ્છતા મુખ્ય ચાવીઓ છે. કેટલાક દેશોએ જાહેર જનતા માટે ઘરે બનાવેલા માસ્ક લાભદાયક હોવાનો દાવો કર્યો છે. આવાં ઘરે બનાવેલાં માસ્ક વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટેની સારી રીત છે. આ પ્રકારનો ઉપયોગ સ્વચ્છતા, સ્વાસ્થ્યનો એકંદર માહોલ જાળવવામા ચોક્કસપણે મદદગાર બનશે.
  2. એટલે, એવું સૂચન છે કે જે લોકો સાજા-નરવા છે અથવા જેમને શ્વાસ સંબંધિત કોઈ તકલીફો નથી, તેઓ, ખાસ કરીને તેઓ જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે હાથે બનાવેલાં, ફરી વાપરી શકાય તેવાં માસ્ક વાપરી શકે છે. આનાથી લોકોને મોટા પ્રમાણમાં રક્ષણ મળશે.
  3. સ્વાસ્થ્ય કર્મચારીઓ કે જે લોકો કોવિડ-19ના દર્દીઓ સાથે સંપર્કમાં રહીને અથવા તેમની સાથે કામ કરી રહ્યા છે, અથવા કોવિડ 19ના દર્દીઓ છે, તેમને આ પ્રકારનું માસ્ક વાપરવાની ભલામણ નથી, કેમકે આ શ્રેણીઓમાં આવતા લોકોને ચોક્કસ સંરક્ષણાત્મક માસ્ક પહેરવું જરૂરી છે.
  4. આવાં બે માસ્ક તૈયાર કરવું સલાહભર્યું છે, જેથી એક માસ્ક ધોવામાં હોય, ત્યારે બીજું માસ્ક વાપરી શકાય. આમ છતાં, વારંવાર હાથ ધોતા રહેવું જરૂરી છે અને માસ્ક પહેરતાં પહેલાં હાથ ધોવાં જોઈએ. આવાં માસ્ક ગમે ત્યાં ફેંકવાં જોઈએ નહીં, પરંતુ સલામત રીતે રાખવાં જોઈએ અને ફરી વાપરતાં પહેલાં સાબુ અને ગરમ પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈને યોગ્ય રીતે સૂકવવાં જોઈએ.
  5. આ માસ્ક ઘરે ઉપલબ્ધ સ્વચ્છ કાપડમાંથી બનાવી શકાય છે. માસ્ક સીવતાં કે બનાવતાં પહેલાં કાપડને ખૂબ સારી રીતે સાફ કરાયેલું હોય અને ધોવાયેલું હોય તે જરૂરી છે. માસ્ક એ રીતે બનાવેલું હોવું જોઈએ, જેનાથી મોં અને નાક સંપૂર્ણપણે ઢંકાય અને ચહેરા પર સહેલાઈથી બાંધી શકાય.
  6. એકબીજાનાં માસ્ક અરસપરસ પહેરવાં જોઈએ નહીં અને પ્રત્યેક વ્યક્તિએ પોતાનું અલગ માસ્ક વાપરવું જોઈએ. એટલે, એક પરિવારમાં જેટલા સભ્યો હોય, તો દરેક સભ્ય પાસે પોતાનું સ્વતંત્ર માસ્ક હોવું જોઈએ.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/Advisory & Manual to Make Homemade Mask - Gujarati Book.pdf

 



(Release ID: 1611017) Visitor Counter : 234