સંરક્ષણ મંત્રાલય

ભારતીય વાયુ સેનાનો કોરોના વાયરસ સામેની લડતમાં સહયોગ

Posted On: 03 APR 2020 8:20PM by PIB Ahmedabad

ભારતીય વાયુ સેનાએ કોરોનાવાયરસ ફેલાતો રોકવા માટે પોતાનો સહઓગ ચાલુ રાખ્યો છે. અસરકારક રીતે તથા કુશળતાથી આ રોગને રોકવા માટે ભારતીય વાયુ સેના રાજ્ય સરકારો અને સહાયક એજન્સીઓને તબીબી સહયોગ પૂરો પાડી રહી છે.

 

છેલ્લા 2 દિવસ દરમિયાન પૂર્વોત્તર વિસ્તારમાં ગૌહાત્તી, દિબ્રુગઢ અને મોહનવાડી, મધ્ય બારતમાં પ્રયાગરાજ, ગોરખપૂર, બરેલી, આગ્રા અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ વિસ્તાર માટે જરૂરી તબીબી સામગ્રી અને ઉપકરણો પૂરાં પાડયાં છે.

 

તા. 2 એપ્રિલ, 2020ના રોજ ભારતીય વાયુ સેનાએ ઓપરેશન સંજીવની હેઠળ, માલી અને માલદિવ માટે તબીબી ઉપકરણો પૂરાં પાડયાં છે. કારોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યો છે ત્યારે દેશમાં કેટલાક સ્થળોએ આવશ્યક તબીબી પકરણોની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મિશનની સફળતા માટે MEA, HQ IDS, MoH & FW તથા અન્ય સરકારી સંસ્થાઓનુ ભારતીય વાયુ સેનાને સક્રિય સમર્થન હાંસલ થયું છે.

 

ભારતીય વાયુ સેનાનાં વિવિધ મથકો પર તૈયાર કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ તાત્કાલિક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ભારતીય વાયુ સેના હંમેશની જેમ રાષ્ટ્રના સમર્થનમાં ઉભી થતી તમામ જરૂરિયાતો પૂરી પાડવા માટે તત્પર છે.

 

GP/RP 


(Release ID: 1610997) Visitor Counter : 204