ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં ખાદ્યાન્નનો પૂરવઠો વિના અવરોધે જાળવી રાખવાનું FCI એ સુનિશ્ચિત કર્યું


આજે 69 રેલ રેકમાં સામાન લઇ જવાયો, 24 માર્ચે લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 477 રેકમાં અંદાજે 13.36 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું પરિવહન કરાયું

Posted On: 03 APR 2020 6:23PM by PIB Ahmedabad

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) લૉકડાઉનના સમય દરમિયાન સમગ્ર દેશમાં ઘઉં અને ચોખાનો પૂરવઠો વિના અવરોધે જાળવી રાખવાનું સુનિશ્ચિત કરી રહ્યું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ દરેક લાભાર્થીને દર મહિને 5 રૂપિયા કિલોના ભાવે ખાદ્યન્ન પૂરું પાડવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે FCI સંપૂર્ણ સજ્જ હોવા ઉપરાંત, આગામી 3 મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 81.35 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 રૂપિયા કિલોના ભાવે પૂરવઠો પહોંચાડવાની વધારાની માંગને પહોંચી વળવા માટે પણ તૈયાર છે. 02.04.2020ના રોજ સુધીમાં FCI પાસે 56.24 મિલિયન MT (MMT) ખાદ્યાન્ન (30.64 MMT ચોખા અને 24.6 MMT ઘઉં)નો જથ્થો હોવાનું નોંધવામાં આવ્યું છે.

FCI સમગ્ર દેશમાં ખાસ કરીને રેલવેના માધ્યમથી ઘઉં અને ચોખાનો પૂરવઠો ઝડપથી પહોંચાડવાની તૈયારી કરીને ખાદ્યન્નની વધતી માંગને પહોંચી વળવા માટે સક્ષમ છે. આજે એટલે કે 03.04.2020ના રોજ કુલ 69 રેક ભરીને સામાન પહોંચાડવામાં આવ્યો હતો જેમાં અંદાજે 1.93 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્નનો જથ્થો લઇ જવાયો હતો. 24.03.2020ના રોજ અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉનથી અત્યાર સુધીમાં FCI દ્વારા 477 રેકમાં અંદાજે 13.36 લાખ મેટ્રિક ટન જથ્થો દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે.

ક્રમ

રાજ્ય

ચોખા

ઘઉં

કુલ

   

રેકની સંખ્યા

જથ્થો (LMTમાં)

રેકની સંખ્યા

 (LMTમાં)

રેકની સંખ્યા

જથ્થો (LMTમાં)

1

પંજાબ

114

3.19

108

3.02

222

6.22

2

હરિયાણા

34

0.95

59

1.65

93

2.60

3

ઉત્તરાખંડ

6

0.17

0

0

6

0.17

4

આંધ્રપ્રદેશ

15

0.42

0

0

15

0.42

5

તેલંગાણા

53

1.48

0

0

53

1.48

6

મધ્યપ્રદેશ

0

0

33

0.92

33

0.92

7

છત્તીસગઢ

28

0.78

0

0

28

0.78

8

ઓડિશા

27

0.76

0

0

27

0.76

 

કુલ

277

7.76

200

5.60

477

13.36

 

લૉકડાઉનના સમયગાળા દરમિયાન મોકલવામાં આવેલા ખાદ્યાન્નના જથ્થાની રાજ્ય અનુસાર વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:-

 

ક્રમ

રાજ્ય

ચોખા

ઘઉં

કુલ

   

રેકની સંખ્યા

જથ્થો (LMTમાં)

રેકની સંખ્યા

જથ્થો (LMTમાં)

રેકની સંખ્યા

જથ્થો (LMTમાં)

1

બિહાર

47.5

0.38

13.5

1.33

61

1.71

2

ઝારખંડ

6

0.71

25.5

0.17

31.5

0.88

3

ઓડિશા

1

0

0

0.03

1

0.03

4

પશ્ચિમ બંગાળ

48

0.08

3

1.34

51

1.43

5

ઉત્તર પૂર્વ

2.75

0.93

33.25

0.08

36

1.01

6

જમ્મુ અને કાશ્મીર

0

0.08

3

0

3

0.08

7

રાજસ્થાન

1

0

0

0.03

1

0.03

8

ઉત્તરપ્રદેશ

49

0.31

11

1.37

60

1.68

9

ઉત્તરાખંડ

2

0

0

0.06

2

0.06

10

તેલંગાણા

2

0

0

0.06

2

0.06

11

કર્ણાટક

6

1.04

37

0.17

43

1.20

12

કેરળ

5

0.56

20

0.14

25

0.70

13

તામિલનાડુ

2

0.67

24

0.06

26

0.73

14

ગુજરાત

13

0.48

17

0.36

30

0.84

15

મહારાષ્ટ્ર

8

0.50

18

0.22

26

0.73

 

કુલ

193.3

5.75

205.3

5.41

398.5

11.16

 

FCI દ્વારા મુક્ત બજાર વેચાણ યોજના (OMSS) હેઠળ ઇ-હરાજી કરવામાં આવી રહી છે જેથી યાદીમાં સામેલ રોલર ફ્લોર મીલો/ રાજ્ય સરકારોને પૂરતા પ્રમાણમાં ઘઉંનો જથ્થો પહોંચાડીને બજારમાં પૂરવઠા સંબંધિત અવરોધોને દૂર કરી શકાય. 31.03.2020ના રોજ યોજાયેલી છેલ્લી ઇ-હરાજીમાં 1.44 LMT ઘઉં માટે બીડ પ્રાપ્ત કરવામાં આવી છે.

કોવિડ-19 મહામારીના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને, નિયમિત ઇ-હરાજી ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટ/ કલેક્ટરોને OMSS અનામત કિંમતે સીધા જ FCI ડીપોમાંથી સામાન ઉપાડવાની સત્તા આપવામાં આવી છે જેથી રોલર ફ્લોર મીલ અને ઘઉંના ઉત્પાદનોના અન્ય ઉત્પાદકોની જરૂરિયાતો સંતોષી શકાય. અત્યાર સુધીમાં 100147 મેટ્રિક ટન ઘઉં નીચે ઉલ્લેખ કરેલા રાજ્યોમાં આ રૂટથી ફાળવવામાં આવ્યા છે:

અનુક્રમ નંબર

રાજ્ય

જથ્થો (MTમાં)

i

ઉત્તરપ્રદેશ

35675

ii

બિહાર

23880

iii

પંજાબ

19746

iv

હિમાચલ પ્રદેશ

11500

v

હરિયાણા

4859

vi

ઝારખંડ

1850

vii

ગોવા

1100

viii

ઉત્તરાખંડ

813

ix

રાજસ્થાન

684

x

છત્તીસગઢ

40

 

વધુમાં, ચોખા માટે પણ ઇ-હરાજી કરવામાં આવી છે. 31.03.2020ના રોજ થયેલી છેલ્લી ઇ-હરાજીમાં 77000 મેટ્રિક ટન ચોખા તેલંગાણા, તામિલનાડુ તેમજ જમ્મુ અને કાશ્મીર વગેરે રાજ્યોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, હાલમાં ઉભરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યોને ઇ-હરાજીમાં ભાગ લીધા વગર OMSS હેઠળ 22.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે જેથી NFSA દ્વારા કરવામાં આવતી ફાળવણી તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરવામાં આવેલી વધારાની ફાળવણી સિવાય અને તેથી ઉપરની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. અત્યાર સુધીમાં 94767 મેટ્રિક ટન (MT) ચોખા નીચે ઉલ્લેખ કરેલા 7 રાજ્યોમાં તેમની વિનંતી અનુસાર ફાળવવામાં આવ્યા છે:

 

અનુક્રમ નંબર

રાજ્ય

જથ્થો (MTમાં)

i

તેલંગાણા

50000

ii

આસામ

16160

iii

મેઘાલય

11727

iv

મણીપૂર

10000

v

ગોવા

4500

vi

કેરળ

1380

vii

અરુણાચલ પ્રદેશ

1000

 

RP

*****


(Release ID: 1610831) Visitor Counter : 183