પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય

લૉકડાઉનનો અમલ કરવા માટે પૂર્વોત્તરની આતંરરાષ્ટ્રીય સરહદ (અંદાજે 5500 કિમી) બંધ કરવામાં આવી છે: ડૉ. જીતેન્દ્ર સિંહ

Posted On: 03 APR 2020 3:42PM by PIB Ahmedabad

કોવિડ-16 મહામારીનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલી સામાજિક અંતરની માર્ગદર્શિકાના પાલન અને પૂર્વોત્તર પ્રદેશોમાં આ દિશામાં લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર સમીક્ષા કરવા માટે પૂર્વોત્તર પ્રદેશના વિકાસ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જીતેન્દ્ર સિંહે DoNER મંત્રાલય, ઉત્તર પૂર્વ કાઉન્સિલ (NEC) અને NEDFIના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં DoNER મંત્રાલયના સચિવ, NECના DoNER મંત્રાલયના અધિક સચિવ, ઉત્તર પૂર્વ વિકાસ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (NEDFi)ના CMD અને MDoNER તેમજ NECના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં માનનીય મંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, મંત્રાલયનું 100% કામ ઇ-ઓફિસર પર થઇ રહ્યું છે, જેના કારણે સરકાર દ્વારા આપવામાં આવેલા ઘરેથી કામ કરવાના નિર્દેશનું પાલન કરવાનું ખૂબ સરળ થઇ ગયું છે.

 

NER રાજ્યોમાં લૉકડાઉનનો ખૂબ અસરકારક અમલ થઇ રહ્યો છે. NERમાં ઘણી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ (અંદાજે 5500 કિમી) છે જેને અસરકારક રીતે બંધ કરી દેવામાં આવી છે.

 

DoNER મંત્રાલય અને તેના સંગઠનો તેમજ NEC, NEDFi, NEHHDC, NERAMAC, CBTC અને NERCOMP જેવા PSUના તમામ અધિકારીઓ અને સ્ટાફના સભ્યોએ PM-CARESમાં એક દિવસનો પગાર યોગદાન પેટે આપવાનો નિર્ણય લીધો છે.

 

NEDFi દ્વારા CSRના ભાગ તરીકે PM-CARES ફંડમાં રૂપિયા બે કરોડનું દાન આપવામાં આવ્યું છે.

 

અગાઉ જાહેર કર્યું તે અનુસાર મંત્રાલય/ NEC દ્વારા પહેલાંથી જ પૂર્વોત્તરના રાજ્યોને રૂપિયા 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેથી કોવિડ-19 મહામારીનો ઉપદ્રવ અસરકારક રીતે અંકુશમાં લાવવા માટે કોઇપણ ઉણપ પૂરી થાય. આ ભંડોળ મુક્ત પ્રકારનું હશે જેનો ઉપયોગ કોવિડ-19 માહામારી સંબંધિત કોઇપણ પ્રવૃત્તિમાં થઇ શકશે અને તેને કેન્દ્ર સરકારના વર્તમાન પેકેજમાં આવરી લેવામાં આવશે નહીં. મુક્ત ભંડોળમાં મળતી લવચિકતાના કારણે રાજ્યો ઝડપથી આ દિશામાં પ્રતિક્રિયા આપી શકશે. આ ભંડોળ પૂર્વોત્તરના રાજ્યોને વર્તમાન પેકેજ અંતર્ગત DoNER મંત્રાલય/NEC દ્વારા અન્યથા ફાળવવામાં આવેલા ભંડોળ ઉપરાંત રહેશે. રાજ્ય અનુસર ભંડોળની ફાળવણી નીચે દર્શાવ્યા અનુસાર છે:

 

ક્રમ

રાજ્ય

ફાળવેલું ભંડોળ (રૂપિયા કરોડમાં)

1

અરુણાચલ પ્રદેશ

3.25

2

આસામ

5.00

3

મણીપૂર

3.00

4

મેઘાલય

3.00

5

મિઝોરમ

3.00

6

નાગાલેન્ડ

3.00

7

સિક્કીમ

1.75

8

ત્રિપૂરા

3.00

 

મંત્રાલયે પોતાના મોખરાના કાર્યક્રમ NESIDS અંતર્ગત પૂર્વોત્તરના રાજ્યોમાં સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવાની પરિયોજનાઓની માંગ કરી હતી. રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે તેઓ 6 એપ્રિલ સુધીમાં તેમની દરખાસ્ત જમા કરાવે. સ્વાસ્થ્ય ક્ષેત્રની પરિયોજનાઓને પ્રાથમિકતાના ધોરણે મંજૂરી આપવામાં આવશે.

GP/RP


(Release ID: 1610718)