કૃષિ મંત્રાલય

કેન્દ્રીય કૃષિ મંત્રીએ ઈ-નામ પ્લેટફોર્મનાં નવાં ફિચર્સ લોન્ચ કર્યા


શ્રી તોમરે જણાવ્યું કે, ઈ-નામનાં નવાં ફિચર્સ કોરોનાવાયરસ સામેની લડત માટે મહત્વનાં

Posted On: 02 APR 2020 7:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ્ય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) પ્લેટફોર્મના નવા ફિચર્સ લોન્ચ કર્યા હતા, જેનો ઉદ્દેશ ખેડૂતો દ્વારા કૃષિ બજારને મજબૂત કરવાનો છે. આ નવા ફિચર્સથી ખેડૂતોની પોતાની ખેત પેદાશોના વેચાણ માટે જથ્થાબંધ મંડીઓમાં જાતે આવવાની જરૂરિયાત ઘટશે. હાલમાં એવો સમય છે કે જ્યારે કોરોનાવાયરસ સામે અસરકારક લડત માટે મંડીઓમાં ભીડ ઘટાડવાની જરૂર છે. આ સોફ્ટવેર મોડ્યુલ્સના નામ (1) ઈ-નામમાં વેરહાઉસ આધારિત ટ્રેડીંગ મોડ્યુલ, જે વેરહાઉસ આધારિત e-NWR મારફતે વ્યાપારમાં સુગમતા લાવશે (2) ઈ-નામમાં એફપીઓ ટ્રેડીંગ મોડ્યુલ, જેના દ્વારા એફપીઓ તેમના કલેક્શન સેન્ટરમાંથી પોતાની ખેત પેદાશો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં લાવ્યા વગર જ વેચી શકશે. આ ઉપરાંત ઈન્ટર-મંડી અને ઈન્ટર સ્ટેટ-મંડીમાં આ તબક્કે સુધારેલું લોજિસ્ટીક મોડ્યુલનું વર્ઝન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટ લોજિસ્ટીક્સના એગ્રીગેટર્સ ઓન બોર્ડેડ રહેશે, જેનાથી વપરાશકારો પોતાની પેદાશોના પરિવહન માટે ટ્રેક થઈ શકે તેવી ટ્રાન્સપોર્ટ સુવિધાનો લાભ મેળવી શકશે.

આ પ્રસંગે વાત કરતાં શ્રી નરેન્દ્ર સિંહ તોમરે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈ-નામનો પ્રારંભ તા. 14 એપ્રિલ, 2016ના રોજ તમામ રાજ્યોની ખેત પેદાશ બજાર સમિતિઓને જોડતા દેશ વ્યાપી ઈલેક્ટ્રોનિક ટ્રેડ પોર્ટલ તરીકે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 585 મંડીઓને ઈ-નામ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વધુ 415 મંડીઓને જોડીને ઈ-નામનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે, જેનાથી ઈ-નામ મંડીઓની કુલ સંખ્યા વધીને 1,000 થશે.

આ અંગે વધુ વિગત આપતાં તેમણે જણાવ્યું હતું કે ઈ-નામ મારફતે સંપર્ક વિહીન રિમોટ બિડીંગની અને મોબાઈલ આધારિત એની ટાઈમ પેમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેના માટે વેપારીઓએ મંડીઓ અથવા તો બેંકોમાં જવાની જરૂર પડતી નથી. આના કારણે કોરોનાવાયરસ સામેની લડાઈમાં એપીએમસી બજારોમાં સામાજિક અંતર અને સલામતી જાળવવામાં સહાય થાય છે અને આ તબક્કે ખેડૂતોને પોતાના ખેતરના પ્રવેશ દ્વારથી બહેતર ભાવે ખેત પેદાશો વેચવામાં સહાય થાય છે, જે વર્તમાન સમયમાં મદદરૂપ નિવડે છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મંડીઓ અનાજ, ફળ અને શાકભાજીની સપ્લાય ચેઈન જાળવવામાં મહત્વની ભૂમિકા બજાવે છે. ઈ-નામ કોરોનાવાયરસના સમયમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે સુસજ્જ છે અને મંડીઓમાં ભીડ ઘટાડે છે તથા સાથે સાથે ખેડૂતોને મદદરૂપ થાય છે. આ હેતુથી નીચે મુજબની ત્રણ મોડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે અને તેનાથી ઈ-નામની અસરકારકતામાં વધારો થશે.

  1. નેગોશિએબલ વેરહાઉસ રિસીપ્ટ (e-NWRs) મોડ્યુલનો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) સોફ્ટવેરમાં પ્રારંભ

એ.    આજે પેમેન્ટ ફીચર્સ ધરાવતા વેરહાઉસ (WDRA સાથે રજીસ્ટર્ડ) ટ્રેડીંગ મોડ્યુલના પ્રારંભથી નાના અને સિમાંત ખેડૂતો સીધા પોતાની સંઘરેલી ખેત પેદાશો કે જેને રાજ્ય દ્વારા ડીમ્ડ માર્કેટ જાહેર કરવામાં આવ્યા છે તેવા પસંદગીના WDRA સાથે રજીસ્ટર્ડ વેરહાઉસમાં વેચી શકશે.

બી.   ખેડૂતો પોતાની ખેત પેદાશો WDRA દ્વારા માન્ય વેરહાઉસમાં મૂકી શકશે.

સી.    અત્યાર સુધીમાં તેલંગણા (14 વેરહાઉસ) અને આંધ્ર પ્રદેશ (23 વેરહાઉસ) ને રાજ્યમાં ડીમ્ડ માર્કેટ તરીકે જાહેર કરી ચૂક્યા છે.

ઈ-નામને eNWRs ની સાથે સંકલિત કરવાના લાભઃ

એ.    જમા કરનારને લોજીસ્ટીક્સ ખર્ચમાં બચત થશે અને બહેતર આવક થશે.

બી.   ખેડૂતો તેમની ખેત પેદાશો દેશભરમાં વેચીને બહેતર ભાવ મેળવવાની સાથે સાથે પોતાને મંડીમાં પડતી તકલીફોથી બચાવી શકશે.

સી.    ખેડૂતો તેમની ખેત પેદાશો WDRA દ્વારા માન્ય વેરહાઉસમાં મૂકીને જરૂર પડ્યે ગિરવે મૂકીને ધિરાણ મેળવી શકશે.

ડી.    માગ અને પૂરવઠાને સ્થળ અને સમય સાથે સાંકળીને ભાવ સ્થિરતા પ્રાપ્ત કરી શકાશે.

  1. એફપીઓ ટ્રેડીંગ મોડ્યુલ

એ.     આજે એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) ટ્રેડીંગ મોડ્યુલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો પોતાના સંકુલ/ કલેક્શન સેન્ટરમાંથી બીડીંગ કરી શકશે. સફળ બીડીંગ પછી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સને પોતાની ખેત પેદાશની પોતાના સંકુલમાંથી અથવા તો મંડીના સંકુલમાં લાવવાનો વિકલ્પ રહે છે. આના કારણે મંડીઓમાં ભીડ ઘટશે અને તેની સાથે સાથે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના તેમના લોજીસ્ટીક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે.

બી.    ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને પોતાના સંકુલમાંથી તેમની પેદાશની ચકાસણી કર્યાનો અહેવાલ/ ફોટો અપલોડ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેનાથી વેપારીઓ બીડીંગ કરતાં પહેલાં ખેત પેદાશો જોઈ શકશે.

ફાયદા

એ.     આ સુવિધાથી મંડીઓમાં ભીડ તો ઘટશે જ, પણ સાથે સાથે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને મંડીઓ સાથે કામ કરવાની તકલીફો ઘટશે.

બી.    આનાથી ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝશનના ટ્રાન્ઝેક્શન ખર્ચાઓ (પરિવહન) માં ઘટાડો થશે અને તેમની વાટાઘાટો કરવાની શક્તિ વધશે.

સી.     ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને ઓનલાઈન ચૂકવણીની સગવડ પ્રાપ્ત થતાં બિઝનેસ કરવામાં આસાની થશે.

  1. લોજીસ્ટીક્સ મોડ્યુલનો પ્રારંભ

એ.     ઈ-નામ હાલમાં વેપારીઓને વ્યક્તિગત ટ્રાન્સપોર્ટર્સનો ડેટાબેઝ પૂરો પાડે છે. આમ છતાં વેપારીઓની લોજીસ્ટીક્સની જરૂરિયાત માટે વ્યાપક પ્રતિભાવ જરૂરી છે. મોટા લોજીસ્ટીક્સ એગ્રીગેટર્સ પ્લેટફોર્મ્સ સાથે જોડીને વપરાશકારોને વધુ પસંદગી પ્રાપ્ત થશે. વેપારીઓ આ લીંકનો ઉપયોગ કરીને લોજીસ્ટીક્સ પ્રોવાઈડરની વેબસાઈટમાં નેવીગેટ કરી શકશે અને યોગ્ય સર્વિસીસની પસંદગી કરી શકશે. આ બધા ઉમેરા સાથે મોટા લોજીસ્ટીક્સ પ્રોવાઈડર્સની 3,75,000 વધુ ટ્રક્સ લોજીસ્ટીક્સના ઉદ્દેશથી ઉમેરવામાં આવશે.

        ફાયદા

        એ.     આ સુવિધાથી ખેત પેદાશોના અપાર પરિવહનમાં સહાય થશે.

બી.    દૂરના ખરીદનારને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પૂરી પાડીને ઈ-નામ હેઠળ આંતર- રાજ્ય વેપારને પ્રોત્સાહન મળશે.

શ્રી તોમરે વધુમાં જણાવ્યુ હતું કે આ પ્રોગ્રામોથી ખેડૂતોને પોતાના ખેતરના પ્રવેશ દ્વારથી પોસાય તેવા ભાવે મંડીઓમાં આવ્યા વગર ખેત પેદાશો વેચવામાં સુગમતા થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંડીઓને ખેડૂતોની અને અન્ય સહયોગીઓની સલામતી માટે અત્યંત સ્વચ્છતા અને સામાજિક અંતરના પગલાં લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાજ્યોને પણ મોટી ખરીદી કરનાર/પ્રોસેસરો અને મોટા રિટેઈલર્સ મારફતે થતી મોટી ખરીદીઓને પ્રોત્સાહિત કરવા માટે જણાવાયું છે, જેથી મંડીઓમાં રૂબરૂ ગયા વગર કામકાજ થઈ શકશે અને ભીડમાં ઘટાડો થશે.

RP

* * * * *


(Release ID: 1610520) Visitor Counter : 217