વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
SCTIMSTએ કોવિડ 19 સાથે સંબંધિત કટોકટીને પહોંચી વળવા ઓટોમેટેડ વેન્ટિલેટર્સનું ઉત્પાદન કરવા વિપ્રો 3ડી સાથે જોડાણ કર્યું
Posted On:
02 APR 2020 6:23PM by PIB Ahmedabad
શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી (SCTIMST) રાષ્ટ્રીય સ્તરની મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત છે. આ સંસ્થાએ બેંગાલુરુની વિપ્રો 3ડી સાથે જોડાણ કર્યું છે, જેનો ઉદ્દેશ એના નૈદાનિક પરીક્ષણ અને ઉત્પાદન પછી SCTIMST દ્વારા વિકસાવેલા આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ (એએમબીયુ) પર આધારિત ઓટોમેટિક વેન્ટિલેટર સિસ્ટમ વિકસાવવાનો છે.
કોવિડ-19ને પગલે તાત્કાલિક વેન્ટિલેટર્સની મોટા પાયે જરૂર ઊભી થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને દેશમાં વેન્ટિલેટર્સની આટલી ઊંચી માંગને પૂર્ણ કરવા માટે આ જોડાણ કરવામાં આવ્યું છે. એએમબીયુ બેગ કે બેગ-વાલ્વ-માસ્ક (બીવીએમ) હાથમાં પકડી શકાય એવું સાધન છે, જેનો ઉપયોગ દર્દીને પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન પ્રદાન કરવાનો છે, જેઓ પૂરતો શ્વાસ લેતા નથી કે અપર્યાપ્ત શ્વાસ લઈ શકે છે. જોકે એએમબીયુના નિયમિત ઉપયોગ માટે એની કામગીરી માટે બાયસ્ટેન્ડરની જરૂર પડે છે, જેને કોવિડ-19ના દર્દીના ગાઢ સંપર્કથી જોખમ છે અને આ રીતે એની આસપાસ રહેવું સલાહ આપવાને યોગ્ય નથી. નૈદાનિક ફેકલ્ટી પાસેથી ઇનપુટ સાથે શ્રી ચિત્રાનું ઓટોમેટેડ એએમબીયુ વેન્ટિલેટર ગંભીર દર્દીઓને શ્વાસ લેવામાં સહાયક બનશે, જેઓ આઇસીયુ વેન્ટિલેટર્સની સુવિધા ધરાવતી નથી.
ઝડપથી ઉત્પાદન વધારવા માટે ઉપકરણ તૈયાર કરવા માટે ઉપલબ્ધ ઘટકો સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી આ વૈકલ્પિક સમાધાન બન્યું છે. આ જરૂરિયાતમંદને વેન્ટિલેશન સપોર્ટ પ્રદાન કરશે અને વેન્ટિલેશનની ખેંચ માટે આદર્શ સોલ્યુશન છે.
આ પોર્ટેબલ અને વજનમાં હળવા ઉપકરણ એક્સપાઇરેશનના નિયંત્રિત દર, એક્સપાઇરેટરી રેશિયો સાથે ઇન્સ્પિરેટરી, ટાઇટલ વોલ્યુમ વગેરે સાથે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન માટે સક્ષમ બનાવે છે. ઉપરાંત પીઇઇપી (પોઝિટિવ એન્ડ એક્સપાઇરેટરી પ્રેશર) વાલ્વ શ્વસનચક્રને અંતે હવા પસાર થવાના નીચેના માર્ગ પર દબાણ જાળવવા વધારાના ઘટક તરીકે ઉમેરી શકાશે, જે શ્વાસ છોડવા દરમિયાન તૂટવાથી વાયુકોષ્ઠને અટકાવે છે. કમ્પ્રેસ્સ્ડ ગેસ સોર્સ પણ સિસ્ટમ સાથે જોડી શકાશે. ઓટોમોટિક ઉપકરણ આઇસોલેશન રૂમમાં સપોર્ટ કર્મચારીની જરૂરને લઘુતમ કરશે, જેથી કોવિડના દર્દીની ફેંફસા બચાવવાની કામગીરી સલામત અને અસરકારક બની શકશે.
SCTIMSTના ડાયરેક્ટર ડો. આશા કિશોરે કહ્યું હતું કે, “ટેકનોલોજી એક અઠવાડિયામાં વિકસાવવામાં આવી છે. દુનિયામાં લાખો લોકો કોવિડ-19થી પીડિત છે અને અતિ ઝડપથી દરથી આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ચેતવણીજનક સ્થિતિમાં આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ (એએમબીયુ) અતિ ઉપયોગી પુરવાર થશે. SCTIMST જરૂરિયાત આધારિત તબીબી ઉપકરણો વિકસાવવાની અને એનું વાણિજ્યિકરણ કરવાની લાંબી પરંપરા ધરાવે છે. અમે જરૂરિયાતના હાલના સમયે પણ નવી સિસ્ટમ પ્રસ્તુત કરી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “વિપ્રો 3ડી એ શ્રી ચિત્રા દ્વારા મંગાવવામાં આવેલા ઇરાદાપત્ર (ઇઓઆઈ)નો જવાબ છે. અમે ટેકનિકલ ટીમો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને પ્રોટોટાઇપનું મૂલ્યાંકન કર્યું હતું. અમે નૈદાનિક પરીક્ષણોમાં ઝડપથી આગળ વધવાનો ઇરાદો ધરાવીએ છીએ અને પછી વિપ્રો3ડી બેંગલોર દ્વારા ઉત્પાદન કરીશું.”
આ જોડાણમાં વધારે સુધારા અને વિકાસ, નૈદાનિક પરીક્ષણો અને ઉત્પાદન સંકળાયેલું હતું. આ સમજૂતીનો અમલ કોવિડ 19 રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિમાં દેશને સપોર્ટ કરવા અને જોડાણ કરવા બંને પક્ષના વાસ્તવિક ઇરાદા પર ઝડપથી અમલ થયો હતો. સંસ્થાએ જાણકારી વિકસાવવામાં આંતરવિભાગીય ટીમ સાંકળી હતી અને એનું નેતૃત્વ શ્રી શરત, શ્રી નાગેશ, શ્રી વિનોદ કુમાર અને આર્ટિફિશિયલ ઓર્ગન્સ ડિવિઝન, બાયોમેડિકલ ટેકનોલોજી વિંગ અને હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના અધિકારીઓએ કર્યું હતું.
{વધારે વિગત મેળવવા માટે કૃપા કરીને સંપર્ક કરો શ્રીમતી સ્વપ્ના વામદેવન, પીઆરઓ, SCTIMST, મોબાઇલ: 9656815943, ઇમેલ: pro@sctimst.ac.in}
RP
*****
(Release ID: 1610495)
Visitor Counter : 223