કૃષિ મંત્રાલય
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી તોમરને એનસીડીસી અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા પીએમ કેર્સ ફંડમાં યોગદાન માટે રૂ. 11 કરોડનો ચેક આપવામાં આવ્યો
કોવિડ-19 સ્થિતિને સંભાળવામાં મદદરૂપ થવા કૃષિ મંત્રાલય હેઠળની સંસ્થાઓ નિયમિત મદદ કરે છે
Posted On:
01 APR 2020 8:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અપીલ પર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) અને ઇન્ડિયન પોટાશ લિમિટેડે સંયુક્તપણે પીએમ કેર્સ ફંડમાં રૂ. 11 કરોડનું દાન આપ્યું છે, જેનો ઉપયોગ કોવિડ-19 કારણે ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા માટે થશે. એનસીડીસીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુંદીપ કુમાર નાયકે રૂ. 11 કરોડનો ચેક કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરને આજે સુપરત કર્યો હતો.
એનસીડીસી સહકારીના માધ્યમથી ગામડે ગામડે નાણાકીય સહાય પહોંચાડી રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં એમણે રૂ. 30,000 કરોડની મદદ ઋણ સ્વરૂપે ખેડૂતો અને ગ્રામીણ લોકોને કરી હતી.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કંપનીઓ અને સંસ્થાઓ પીએમ કેર્સ ફંડ માટે સતત કરોડો રૂપિયાની ધનરાશિ ચેક સ્વરૂપે આપી રહી છે.
મંત્રીએ પોતે એમપીએલએડીએસમાંથી રૂ. 1 કરોડનું યોગદાન અને એક મહિનાનો પગાર આપ્યો છે. ઉપરાંત તેમણે તેમના મતવિસ્તાર મોરેના-શ્યોપુરમાં સંબંધિત કામગીરી માટે રૂ. 50 લાખનું યોગદાન આપ્યું છે.
RP
*****
(Release ID: 1610230)
Visitor Counter : 140