સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

લૉકડાઉનના ગાળા દરમિયાન પોસ્ટ ઓફિસ સેવીંગ બેંક મારફતે 34 લાખ વ્યવહારો થયા તથા ઇન્ડિયન પોસ્ટ સિસ્ટમ બેંક મારફતે 6.5 લાખ વ્યવહારો થયા છે

Posted On: 01 APR 2020 6:34PM by PIB Ahmedabad

લૉકડાઉનના ગાળામાં તા. 31 માર્ચ, 2020ની સ્થિતિએ પોસ્ટ ઓફિસ સેવીંગ બેંક (પીઓએસબી) મારફતે 34 લાખ વ્યવહારો થયા તથા ઇન્ડિયન પોસ્ટ સિસ્ટમ બેંક (આઈપીપીબી) મારફતે 6.5 લાખ વ્યવહારો થયા છે.

સ્પીડ પોસ્ટ રજીસ્ટર્ડ લેટર્સ, પાર્સલ અને મનીઓર્ડર સહિત આશરે 2 લાખ જેટલા મેઈલની ડિલિવરી કરવામાં આવી છે. જરૂરિયાતને ધારે આ મોબાઈલ પોસ્ટઓફિસના રૂટ નક્કી કરવામાં આવે છે.

કેરળ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને અન્ય કેટલાંક સર્કલમાં મોબાઈલ પોસ્ટ ઓફિસો કામ કરી રહી છે. જે આવશ્યક પોસ્ટલ અને નાણાંકીય સેવા પૂરી પાડે છે.

ટપાલ વિભાગ વેન્ટીલેટર્સની હેરફેર તથા કોરોના વાયરસ ટેસ્ટ કીટ અને અન્ય તબીબી સામગ્રીની હેરફેર પણ કરી રહ્યો છે. વિવિધ સ્થળોએ કેટલીક સંસ્થાઓએ કરેલી વિનંતી પછી કાર્ગો એરલાઈન્સનો ઉપયોગ કરીને તથા પોતાના મેઈલ મોટર નેટવર્ક મારફતે આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. પોસ્ટ વિભાગનાં સર્કલ્સ રાજ્ય સરકારના તંત્ર સાથે સંપર્કમાં રહીને આ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે, પોસ્ટલ નેટવર્ક મારફતે પોંડીચેરીથી ઓડિશા સ્ટેટ મોડિકલ કૉર્પોરેશનને તથા ગુજરાત સ્ટેટ મેડિકલ કોર્પોરેશનને વેન્ટીલેટર્સ પહોંચાડવામાં આવ્યાં છે. ઓનલાઈન મડિસીન કંપની netmeds.com અને ઈ-કોમર્સ કંપની એમેઝોને મેટ્રો તથા અન્ય સ્થળોએ દવાઓ અને આવશ્યક ચીજો પહોંચાડવા માટે ભારતીય ટપાલ સર્વિસનો સંપર્ક કર્યો છે.

ટપાલ વિભાગના તેલંગાણા સર્કલે મેડિકલ કીટસના વિતરણ માટે આરોગ્ય વિભાગ સાથે જોડાણ કર્યુ છે. ગુજરાત સરકારે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશન (ઈડમા)ના સહયોગથી તબીબી પુરવઠાનો જથ્થો સુરત, વલસાડ, ભરૂચ, રાજકોટ, જયપુર અને કોલકતા પહોંચાડ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક મારફતે કોલકતાથી સીલીગુરી, રાંચી અને પટનામાં દવાઓ મોકલવામાં આવી છે.

ગુજરાત સરકારની વિધવાઓ માટેની ગંગા સ્વરૂપ યોજના હેઠળ ગુજરાત સર્કલે વ્યાપક વ્યવસ્થા ગોઠવીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં વિધવા લાભાર્થીઓને નાણાં પહોંચાડ્યાં છે. 4 લાખ પોસ્ટઓફિસ બચત બેંકોમાં રૂ. 51 કરોડ જમા કરવામાં આવ્યા છે અને તેની ચૂકવણી તા. 3 એપ્રિલથી શરૂ થઈ જશે. તેલંગાણા સરકાર પણ તેની વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવા પેન્શનના લાભાર્થીઓને માટેની સામાજિક સુરક્ષા માટેની આસરા યોજના હેઠળ રૂ. 509 કરોડ ચૂકવનાર છે.

વિવિધ જિલ્લા વહિવટી તંત્રો અને સ્વૈચ્છિક સંસ્થાઓઓ સાથે સહયોગ વડે માલ પરિવહન માટે સહયોગ આપીને જરૂરિયાત ધરાવતા લોકોને ખાદ્ય ચીજો તથા સૂકુ રેશન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ટપાલ વિભાગનાં સર્કલ્સ મારફતે ટેલિગ્રામ ગ્રુપ્સની રચના કરવામાં આવી છે અને પંચાયત સેક્રેટરી, ટેલિમેડિસીન સેન્ટર્સ ગ્રામીણ અધિકારીઓ, હેલ્થ ઓપિસરો જેવા જાહેર પ્રતિનિધિઓની વિનંતીથી તથા આ ઉપરાંત વ્યક્તિગત ગ્રાહકોએ કન્ટ્રોલ રૂમને વિનંતી કરતાં તથા પોતાના ટ્વીટર સેવા હેન્ડલ પર મળેલી વિનંતીઓને આધારે દવાઓની રવાનગી કરવામાં આવી રહી છે. આ સેવાઓ ઝડપભેર પૂરી પાડવા માટે અને ઓછામાં ઓછા સમયની અંદર ઝડપથી ડિલીવરી મળી રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

GP/RP

* * * * * * * *



(Release ID: 1610163) Visitor Counter : 278