વિદ્યુત મંત્રાલય
પાવર ફાયનાન્સ કૉર્પોરેશને સીએસઆર અંતર્ગત કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં “પીએમ કેર ભંડોળ”માં 200 કરોડ રૂપિયાનું યોગદાન આપશે
Posted On:
31 MAR 2020 8:17PM by PIB Ahmedabad
અગ્રણી એનબીએફસી અને ઊર્જા મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય પીએસયુ પાવર ફાયનાન્સ કૉર્પોરેશન લિમિટેડ (પીએફસી) દ્વારા કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં સહાયતા કરવા માટે “પ્રધાનમંત્રીના નાગરિક સહાયતા અને આકસ્મિક પરિસ્થિતિમાં રાહત ભંડોળ” (પીએમ કેર ભંડોળ)માં 200 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી છે. ઊર્જા મંત્રાલય અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય અંતર્ગત તમામ પીએસયુ દ્વારા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવેલ કુલ 925 કરોડ રૂપિયાનો એક ભાગ છે. આ ઉપરાંત પીએફસીના કર્મચારીઓ આ ભયંકર રોગ વિરુદ્ધની દેશની લડાઈને મજબૂતી આપવા માટે ‘પીએમ કેર ભંડોળ’માં પોતાનો એક દિવસનો પગાર સ્વેચ્છાએ યોગદાન આપશે.
આ અગાઉ પીએફસી રાજસ્થાનમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં 50 લાખ રૂપિયાની નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે તૈયાર થઇ છે. સીએસઆર પહેલ અંતર્ગત પીએફસીની નાણાકીય સહાયતાનો ઉપયોગ કોવિડ-19 વિરુદ્ધના અટકાયતી પગલાઓના ભાગરૂપે હેલ્થ માસ્ક અને સેનિટટાઈઝર્સનું વિતરણ કરવા માટે કરવામાં આવશે.
પીએફસી અને તેના કર્મચારીઓ સંકટની આ ઘડીમાં સમાજ સાથે એકતા સાધીને મદદની આ ઘડીમાં સતર્ક અને સજાગ બનીને ઉભા રહ્યા છે. એક જવાબદાર કૉર્પોરેટ તરીકે પીએફસીઆ રોગચાળાને પહોંચી વળવા માટે તમામ સાવચેતીના પગલાઓનું અમલીકરણ કરવા માટે અવિરતપણે કાર્ય કરી રહી છે.
RP
*********
(Release ID: 1609746)
Visitor Counter : 125