રસાયણ અને ખાતર મંત્રાલય

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 11 ફેબ્રુઆરી, 2020નાં રોજ જાહેર કરેલી અધિસૂચના મુજબ, તબીબી સાધનસામગ્રીઓનું નિયમન 1 એપ્રિલ, 2020થી દવાઓ (કિંમત નિયંત્રણ) આદેશ, 2013 હેઠળની દવાઓ તરીકે થશે

Posted On: 31 MAR 2020 8:04PM by PIB Ahmedabad

સરકાર 24 પ્રકારના તબીબી ઉપકરણોનું નિયમન કરી રહી છે, જેને દવા અને કોસ્મેટિક્સ ધારા, 1940 અને દવા અને કોસ્મેટિક્સ નિયમો, 1945 હેઠળ દવાઓ તરીકે અધિસૂચિત કરવામાં આવે છે/એનું નિયમન કરવામાં આવે છે. એમાંથી 4 તબીબી સાધનસામગ્રી એટલે કે (1) કાર્ડિયાક સ્ટેન્ટ્સ (2) ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ (3) કોન્ડોમ અને (4) ઇન્ટ્રા યુટેરિન ડિવાઇઝ (સીયુ-ટી)ને તબીબી ઉપકરણો તરીકે સામેલ કરવામાં આવ્યાં છે, જે માટે ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ 4 તબીબી સાધનસામગ્રી કિંમત નિયંત્રણ હેઠળ છે. દવા તરીકે અધિસૂચિત થયેલી/નિયમન થતી અને બિનઅનુસૂચિત તબીબી સાધનસામગ્રી તરીકે જળવાઈ રહેલી એનપીપીએ પર અત્યારે ડીપીસીઓ, 2013 હેઠળ મહત્તમ રિટેલ કિંમત (એમઆરપી) તરીકે નજર રાખવામાં આવે છે, જેથી કોઈ પણ ઉત્પાદક/આયાતકાર અગાઉના 12 મહિનામાં એની કિંમતમાં 10 ટકા વધારે વધારો ન કરી શકે.

2. 11 ફેબ્રુઆરી, 2020ની તારીખના નોટિફિકેશન નંબર એસઓ 648()ના સંબંધમાં 31 માર્ચ, 2020ની તારીખની અધિસૂચનામાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ તબીબી ઉપકરણોનું સંચાલન દવા (કિંમત નિયંત્રણ) આદેશ, 2013 (ડીપીસીઓ, 2013)ની જોગવાઈ હેઠળ થશે, જે 1 એપ્રિલ, 2020થી લાગુ થશે.

3. એટલે 1 એપ્રિલ, 2020થી તમામ તબીબી ઉપકરણોનું નિયમન સરકાર દવાઓ તરીકે કરશે, જેથી ગુણવત્તાનું નિયંત્રણ કરી શકાય અને કિંમતને નિયંત્રણમાં રાખી શકાય. પરિણામે તમામ તબીબી ઉપકરણોનું મહત્તમ રિટેલ કિંમત (એમઆરપી) પર સરકાર ડીપીસીઓ, 2013ના ફકરા 20(1)ની જોગવાઈ હેઠળ કરશે, જેથી ઉત્પાદકો/આયાતકારો કોઈ પણ દવાની કિંમતમાં અગાઉનાં 12 મહિના દરમિયાન એમઆરપીના 10 ટકાથી વધારે વધારો ન કરી શકે અને જેની કિંમતમાં 10 ટકાથી વધારે વધારો થયો હશે ત્યાં આગામી 12 મહિના માટે એની કિંમત ઘટાડીને 10 એમઆરપીનાં મહત્તમ 10 ટકાના વધારા સુધી ઘટાડાવામાં આવશે.

ઉપરાંત ડીપીસીઓ, 2013ના ફકરા 20(2)ને આવશ્યક ચીજવસ્તુઓના ધારા, 1955 સાથે વાંચતા ઉત્પાદકો/આયાતકારોને દંડ સ્વરૂપે કિંમતમાં વધારાની તારીખથી વધારે કિંમતને વ્યાજની રકમ સાથે ચૂકવવી પડશે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ,

રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકાર

RP

*****



(Release ID: 1609741) Visitor Counter : 270