કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય તમામ NSTIનો કોવિડ-19 માટે ક્વૉરેન્ટાઇન કેન્દ્રો તરીકે ઉપયોગ કરવા માટે આપવા તૈયાર


MSDEના કર્મચારીઓ PM CARES ભંડોળ માટે ઓછામાં ઓછા એક દિવસના પગારનું યોગદાન આપશે

Posted On: 29 MAR 2020 6:40PM by PIB Ahmedabad

નોવલ કોરોના વાયરસ (કોવિડ-19)ના ફેલાવા સામે લડવા માટે સરકારની તૈયારીઓના ભાગરૂપે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય (MSDE)એ સમગ્ર દેશમાં આવેલી તમામ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થા (MSTI) અને હોસ્ટેલો ક્વૉરેન્ટાઇન/ આઇસોલેશન સુવિધામાં રૂપાંતરિત કરવા માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. મહામારીના આ સમયમાં લોકોમાં સામાજિક અંતરને પ્રોત્સાહન આપવા 3 અઠવાડિયા સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે તેને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારની તૈયારીઓના ભાગરૂપે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

MSDE દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને અંદાજે એક લાખો લોકોની યાદી આપવામાં આવી છે જેઓ કૌશલ્ય ભારત મિશન અંતર્ગત સ્વાસ્થ્ય સંભાળ કૌશલ્યો માટે તાલીમબદ્ધ છે. વિવિધ કાર્યો કરવા માટે તાલીમબદ્ધ આ ઉમેદવારો આ બીમારીના ફેલાવાને નિયંત્રણમાં લેવાના પ્રયાસોને વેગ આપશે અને નવા તૈયાર કરવામાં આવી રહેલા ક્વૉરેન્ટાઇન/ આઇસોલેનશન/ હોસ્પિટલમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં પણ મદદરૂપ થશે.

વધુમાં 2000 સ્વાસ્થ્ય સંભાળ ટ્રેઇનર્સ અને 500થી વધુ સ્વાસ્થ્ય સંભાળ મૂલ્યાંકનકર્તાઓની યાદી પણ MoHFWને મોકલવામાં આવી છે.

વધુમાં, આ મંત્રાલયના કર્મચારીઓએ PM CARES ભંડોળમાં તેમના ઓછામાં ઓછા એક દિવસના પગારનું દાન આપવાનો પણ નિર્ણય લીધો છે જેથી કોરોના વાયરસ મહામારી સામે લડાઇમાં સરકારના પ્રયાસોમાં મદદ મળી શકે.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, NSTI ઉમેરવાથી જિલ્લા અને રાજ્ય વહીવટીતંત્રને આ વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોનો વિકલ્પ મળી શકશે. તેમણે જણાવ્યું હતું કે, નોવલ કોરોના વાયરસના કારણે અભૂતપૂર્વ ફેલાવાના કારણે ઉભી થયેલી વૈશ્વિક કટોકટીને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ મંત્રાલય શક્ય હોય તેવા તમામ પ્રયાસો દ્વારા આ મહામારી સામે લડવામાં કેન્દ્ર સરકારને સહકાર આપશે. અમે NSTIના તમામ પ્રાદેશિક નિદેશકોને વિનંતી કરી છે કે, તેઓ રાજ્ય સરકારના અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપીને જ્યારે અને જેવી જરૂરિયાત ઉભી થાય તે અનુસાર સુવિધાઓ ઉભી કરવામાં મદદ કરે. વધુમાં, રાજ્ય સરકારો આ કામ માટે ITI પરિસરોનો પણ ઉપયોગ કરી શકે છે.

તાલીમ મહા નિદેશક દ્વારા સંચાલિત NSTIએ અગ્રણી સંસ્થાઓ છે જ્યાં વિશેષ કૌશલ્યોની તાલીમ આપવાં આવે છે અને સમગ્ર દેશમાં આ સંસ્થાઓ તેમજ તેની હોસ્ટેલો આવેલી છે. કોવિડ-19 સામેની આ લડાઇમાં તેમના અંદાજે એક લાખ ઉમેદવારો કટોકટીની સ્થિતિમાં તેમજ આઇસોલેશન કામગીરીમાં મદદરૂપ થશે જેમને નીચે દર્શાવેલા કાર્યોમાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી છે:

 

PMKVY સ્વાસ્થ્ય તાલીમ મેળવનારા: 92,040

ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (બેઝિક): 989

રેડિયોલોજી: 373

ગૃહ સ્વાસ્થ્ય સહાય: 1644

એક્સ-રે ટેકનિશિયન: 299

જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ: 10,172

અગ્ર હરોળના સ્વાસ્થ્ય કામદારો: 530

ફ્લેબોટોમી ટેકનિશિયન: 334

 

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય રોજગારલક્ષી કૌશલ્યો વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. MDSEની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં, નીતિઓ, માળખું અને માપદંડો તૈયાર કરવા; નવા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવી; નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું અને વર્તમાન સંસ્થાઓને અપગ્રેડ કરવી; રાજ્યો સાથે ભાગીદારી કરવી; ઉદ્યોગો સાથે જોડાયેલા રહેવું અને કૌશલ્યો માટે સામાજિક સ્વીકૃતિ અને મહત્વકાંક્ષાઓમાં જોડાવું; વગેરે સંદર્ભમાં નોંધપાત્ર પ્રમાણમાં આ મંત્રાલયે પહેલ અને સુધારા હાથ ધર્યા છે. મંત્રાલયનો મૂળ આશય કૌશલ્યપૂર્ણ લોકોની માંગ અને પૂરવઠા વચ્ચેના અંતરાલમાં સેતૂરૂપ ભૂમિકા નિભાવવાનો અને વર્તમાન કામકાજો માટે જ નવા કૌશલ્યો અને નાવીન્યતાઓના નિર્માણ ઉપરાંત, નવી નોકરીઓનું સર્જન કરવાનો પણ છે. અત્યાર સુધીમાં, કૌશલ્ય ભારત અંતર્ગત ત્રણ કરોડથી વધુ લોકોએ તાલીમ મેળવી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 2016 - 2020 નામના આ મોખરાના કાર્યક્રમ અંતર્ગત મંત્રાલયે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ઉમેદવારોને તાલીમ આપી છે.

 

GP/DS



(Release ID: 1609119) Visitor Counter : 255