માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા દ્વારા કોરોના પછી વાચકોની જરૂરિયાત માટે તમામ વય જૂથના લોકો માટે યોગ્ય વાંચન સામગ્રી પૂરી પાડવા માટે ‘કોરોના અભ્યાસ શ્રેણી’ જાહેર કરવામાં આવશે

Posted On: 29 MAR 2020 4:45PM by PIB Ahmedabad

આવનારા સમયમાં માનવ સમાજ માટે કોરોના રોગચાળાના મનોવૈજ્ઞાનિક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખતા માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત પુસ્તકો પ્રકાશિત અને વિતરિત કરતી રાષ્ટ્રીય સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા દ્વારાકોરોના અભ્યાસ શ્રેણીશીર્ષક અંતર્ગત એક પ્રકાશન શ્રુંખલા જાહેર કરવામાં આવી રહી છે કે જે કોરોના પછી વાંચનની જરૂરિયાત માટે તમામ વય જૂથના લોકોને જરૂરી વાંચન સામગ્રી પૂરી પાડી શકે અને એક દસ્તાવેજ તૈયાર કરી શકે. “ અંગે રાષ્ટ્રીય સંકટના પ્રતિભાવ સ્વરૂપે અમે માનીએ છીએ કે એક રાષ્ટ્રીય સંસ્થાન તરીકે અમારા ક્ષેત્ર અંતર્ગત પહેલો કરવી અને નવી વાંચન સામગ્રીના રૂપમાં સહાયતા પૂરી પાડવી અમારી ફરજ છે. ‘કોરોના અભ્યાસ શ્રેણી ઓળખી કાઢવામાં આવેલ વિષય ક્ષેત્રમાં જુદી જુદી ભારતીય ભાષાઓની અંદર સસ્તા પુસ્તકો તૈયાર કરીને કોરોના સમય દરમિયાનના જુદા જુદા પરિમાણો વિષે વાચકોને જોડતું અને તેને તૈયાર કરવા માટેનું અમારું લાંબા સમયનું યોગદાન છે. તે ક્ષેત્રમાં યોગદાન આપવા માંગતા લેખકો અને સંશોધકો માટે એક યથોચિત મંચ પણ પૂરું પડશે,” નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના ચેરમેન પ્રો. ગોવિંદ પ્રસાદ શર્મા મુજબ જણાવ્યું.

અમે કોરોનાને લગતા વિકાસને નજીકથી અવલોકન કરી રહ્યા છીએ અને કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે અમારા પાલક માનવ સંસાધન વિકાસ મંત્રાલય (ભારત સરકાર) દ્વારા લેવાઈ રહેલ બહુઆયામી પગલાઓમાંથી કડી મેળવી રહ્યા છીએ. વાંચન પ્રોત્સાહન માટેની સંસ્થા હોવાના નાતે અમને લાગે છે કે અમારે મહત્વની ભૂમિકા નિભાવવાની છે. તે અનુસાર અમે અમારા કેટલાક પસંદ કરાયેલ અને સૌથી વધુ વેચાયેલ શીર્ષકોને મફતમાં ડાઉનલોડ કરી શકાય તે માટે પીડીએફ અપલોડ કરીને #StayHomeIndiaWithBooks પહેલનો પ્રારંભ કર્યો છે અને અમને તેનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાપક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખતા હવે અમે આ પ્રકાશન શ્રુંખલા જાહેર કરવા જઈ રહ્યા છીએ. તેના પ્રથમ પગલા તરીકે અમે કેટલાક અનુભવી અને યુવા મનોવૈજ્ઞાનિક/ કાઉન્સેલર સાથે મળીને એક સ્ટડી ગ્રુપની રચના કરી છે જેથી કરીને ‘સાયકો સોશ્યલ ઈમ્પેક્ટ ઓફ કોરોના પેન્ડેમિક એન્ડ ધી વેઝ ટુ કોપ’ વિષય પર પેટા શ્રુંખલા સહીતના પુસ્તકો તૈયાર કરી શકાય. અમે વાચકો માટે સહાયક સામગ્રી તરીકે આ પુસ્તકોના ઈ-પ્રકાશન અને મુદ્રિત પ્રકાશનો બંને જાહેર કરવાની આશા સેવીએ છીએ,” નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી યુવરાજ મલિકે જણાવ્યું.

“’કોરોના અભ્યાસ શ્રેણી’ અંતર્ગત અમે યોગ્ય વાંચન સામગ્રી તૈયાર કરવા માટે કેટલાક ક્ષેત્રો પસંદ કર્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે વસતિના જુદા જુદા ભાગો ઉપર તેની મનોવૈજ્ઞાનિક અને સામાજિક અસર અંગેની પેટા શ્રેણી સહીત અમે બાળકોમાં જાગૃતિ આવે તે માટે આપણા કોરોના યોદ્ધાઓ વિષે તથા કોરોનાના જુદા જુદા પરિમાણોને લગતી અન્ય વાર્તાઓ તથા ચિત્રવાર્તાઓ તૈયાર કરી રહ્યા છીએ. આ ઉપરાંત કળા, સાહિત્ય, લોકકથાઓ, આર્થિક અને સામાજિક પરીદ્રશ્યો, કોરોના રોગચાળામાંથી નીકળતી વૈજ્ઞાનિક/આરોગ્ય જાગૃતિ અને લોકડાઉન આ બધા જ વિષયો ઉપર કેન્દ્રિત પુસ્તકો પણ અમારી યાદીમાં સમાવિષ્ટ છે”, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના વરિષ્ઠ તંત્રી શ્રી કુમાર વિક્રમે જણાવ્યું કે જેઓ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે.

એનબીટી સ્ટડી ગ્રુપમાં ડૉ. જીતેન્દ્ર નાગપાલ, ડૉ. હર્ષિતા, સ્કવોડ્રન લીડર (નિવૃત્ત) મીના અરોરા, લેફ્ટનન્ટ કર્નલ તરુણ ઉપ્પલ, શ્રીમતી રેખા ચૌહાણ, શ્રીમતી સોની સિદ્ધુ અને સુશ્રી અપરાજિતા દીક્ષિતનો સમાવેશ થાય છે.

સ્ટડી ગ્રુપ દ્વારા નીચેના વિભાગો માટે પુસ્તકો તૈયાર કરવામાં આવશે:

1. કોરોના વાયરસ (કોવીડ 19) અફેકટેડ ફેમિલીઝ: મુખ્ય સંશોધકો – સ્કવોડ્રન લીડર (નિવૃત્ત) મીના અરોરા અને ડૉ. હર્ષિતા, 2. એલ્ડરલી પીપલ: મુખ્ય સંશોધકો – ડૉ. જીતેન્દ્ર નાગપાલ અને સુશ્રી અપરાજિતા દીક્ષિત, . પેરેન્ટ્સ વિથ સ્પેશ્યલ ફોકસ ઓન મધર્સ/વીમેન: મુખ્ય સંશોધકો – લેફ્ટનન્ટ કર્નલ તરુણ ઉપ્પલ અને શ્રીમતી સોની સિદ્ધુ, 4. ચિલ્ડ્રન એન્ડ એડોલસન્સ: મુખ્ય સંશોધકો – સુશ્રી અપરાજિતા દીક્ષિત અને શ્રીમતી રેખા ચૌહાણ, 5. પ્રોફેશનલ્સ એન્ડ વર્કર્સ: મુખ્ય સંશોધકો – ડૉ. જીતેન્દ્ર નાગપાલ અને લેફ્ટનન્ટ કર્નલ તરુણ ઉપ્પલ, 6. કોરોના વોરીયર્સ: મેડીકલ એન્ડ એસેન્શીયલ સર્વિસીસ પ્રોવાઇડર્સ: મુખ્ય સંશોધકો – સ્કવોડ્રન લીડર (નિવૃત્ત) મીના અરોરા અને શ્રીમતી સોની સિદ્ધુ, 7. ડિફરન્ટલી એબલ્ડ, સ્પેશ્યલ નીડ્સ એન્ડ મેન્ટલી ચેલેન્જડ પોપ્યુલેશન: મુખ્ય સંશોધકો – ડૉ. હર્ષિતા અને શ્રીમતી રેખા ચૌહાણ

GP/DS



(Release ID: 1609059) Visitor Counter : 473