વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
1.75 લાખથી વધુ લોકોએ એક અઠવાડિયામાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મની મુલાકાત લીધી;
કોવિડ-19 સામેની લડાઇમાં ભારતની પ્રતિક્રિયા અંગેની વાસ્તવિક સમયની માહિતી આ પ્લેટફોર્મ પર આપવામાં આવે છે
Posted On:
29 MAR 2020 12:10PM by PIB Ahmedabad
વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સીની ઇન્વેસ્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવેલું ઇન્વેસ્ટ ઇન્ડિયા બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (https://www.investindia.gov.in/bip?utm_source=popup) હાલમાં કોવિડ-19 (કોરોના વાયરસ) અંગે ભારતની સક્રિય પ્રતિક્રિયાની વાસ્તવિક સમયની માહિતી વ્યવસાયો અને રોકાણકારોને મળી રહે તે માટે મદદરૂપ થવા 24X7 ધોરણે એક વ્યાપાક સ્રોત તરીકે કાર્યરત છે. 21 માર્ચ 2020ના રોજ આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું અને આજે સવારે 10.00 વાગ્યા સુધીમાં 50થી વધુ દેશોમાંથી 1.75 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે. આ વેબસાઇટ પર 423 સરકારી માર્ગદર્શિકાઓ અને જાહેરનામા આપવામાં આવ્યા છે તેમજ 205 બ્લૉગ, ઇન્ફોગ્રાફિક, વીડિયો અને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ વેબસાઇટ પર સૌથી વધુ વખત “donations for COVID” શબ્દ સર્ચ કરવામાં આવ્યો છે.
બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (BIP) વ્યવસાયોની સમસ્યાઓના નિવારણ માટેનું એક સક્રિય પ્લેટફોર્મ છે જેમાં વિવિધ ક્ષેત્રોની સમર્પિત ટીમો છે અને તેઓ લોકોના પ્રશ્નોનો વહેલામાં વહેલી તકે જવાબ આપે છે. માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને પ્રતિભાવો આપવા અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા SIDBI (ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક) સાથે પણ ભાગીદારી કરવામાં આવી છે.
આ ગતિશીલ અને સતત અપડેટ થતું પ્લેટફોર્મ નિયમિત ધોરણે આ વાયરસના સંદર્ભમાં થઇ રહેલા ફેરફારો અને નવી બાબતો પર ધ્યાન આપે છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પહેલો વિશે અદ્યતન માહિતી પૂરી પાડે છે, વિશેષ જોગવાઇઓનો ઍક્સેસ આપે છે અને ઇમેઇલ તેમજ વૉટ્સએપના માધ્યમથી પ્રશ્નોનો જવાબ અને ઉકેલ આપે છે. અત્યાર સુધીમાં, તેને 845 વ્યવસાય સહાય પ્રશ્નો પ્રાપ્ત થયા છે જેમાંથી 614નો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. મોટાભાગે લોજિસ્ટિક્સ, જાહેરનામા, જકાત સંબંધિત મુદ્દા, પ્લાન્ટ શટડાઉન અને સ્પષ્ટીકરણને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.
આવશ્યક સ્વાસ્થ્ય સંભાળ પૂરવઠાની પ્રાપ્તિ માટે BIP દ્વારા ‘જોઇનિંગ ધ ડોટ્સ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ-19 સામેની લડાઇમાં આવશ્યક ઉપકરણોના માંગ અને પૂરવઠાની ઉણપને પૂર્ણ કરવા માટે તેના દ્વારા મેળવણી સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તમામ હિતધારકોના સંપર્કની પ્રવૃત્તિઓનો અંતર્ગત, અંદાજે 2000 વૈશ્વિક અને સ્થાનિક કોર્પોરેટ અને હિતધારકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. વેબસાઇટ પર, ‘સ્ટાર્ટઅપ પડકાર: કોવિડ-19ને ડામવાના ઉકેલો’ માટે 17 રાજ્યોમાંથી 120થી વધુ અરજીઓ આવી છે. દેશમાં લૉકડાઉનના કારણે વિવિધ વ્યવસાયોને ચાલુ રાખવા સંબંધિત પ્રશ્નો ઓળખવા અને તેનું નિરાકરણ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી તેના દ્વારા યુ.એસ. નાણાકીય સેવા કંપનીઓ સાથે વિશેષ કોન્ફરન્સ કૉલ યોજવામાં આવ્યો હતો. ‘કોવિડ-19ની સમસ્યા વચ્ચે સ્ટાર્ટઅપ્સ માટે વ્યવસાયો ચાલુ રાખવા’ અંગે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ જગતના અગ્રણી આગેવાનોની પેનલ અને અન્ય હિતધારકો સામેલ થયા હતા. સંભવિત ફંડિંગ અને સહાય: કોવિડ-19 દરમિયાન સ્ટાર્ટઅપ્સ માટે તકો તેમજ ઘરેથી કામ કરવાનું પદ્ધતિ મોડેલ અપનાવવા મુદ્દે તેમાં ચર્ચા થઇ હતી. લૉકડાઉનના સમયમાં અમેરિકન જીવન વિજ્ઞાન કંપનીઓને પડતી મુશ્કેલીઓ અને તેમણે કેવી રીતે તેનો ઉકેલ કર્યો તે અંગે ચર્ચા માટે તેમની સાથે વિશેષ કોન્ફરન્સ કૉલનું આયોજન કરવામાં આવ્યું હતું.
GP/DS
(Release ID: 1608991)
Visitor Counter : 157