વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

કોવિડ-19 રોગચાળા સામે લડવામાં સરકારી વિભાગ દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે જીઇએમએ વિવિધ પહેલો હાથ ધરી

Posted On: 28 MAR 2020 12:07PM by PIB Ahmedabad

વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) ગવર્મેન્ટ -માર્કેટપ્લેસ (જીઇએમ) કોવિડ-19 રોગચાળા સામે લડવામાં વિવિધ પહેલો હાથ ધરી છે. સરકારી ઓફિસો દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે ગતિશીલ, સ્વનિર્ભર અને યુઝરને ઉપયોગ કરવામાં સરળ રીતે કાર્યરત પોર્ટલ જીઇએમએ હાલની કટોકટીમાં ઝડપી, અસરકારક, પારદર્શક અને વાજબી ખર્ચે ખરીદી કરવા માટે વિવિધ પગલાં લીધા છે. જીઇએમ પર ખરીદીને સરકારી નિયમોમાં જરૂરી ફેરફારો કરીને સાધારણ નાણાકીય નિયમો દ્વારા મંજૂરી આપવામાં આવે છે. અત્યારે 150 પ્રોડક્ટ કેટેગરીઓ વિશે 7400થી વધારે ઉત્પાદનો અને પરિવહન સેવાઓ જીઇએમ પોર્ટલ પર ઉપલબ્ધ છે. જીઇએમ સંપૂર્ણપણે પેપરલેસ, કેશલેસ અને વ્યવસ્થાથી સંચાલિત -માર્કેટ પ્લેસ છે, જે લઘુતમ માનવીય હસ્તક્ષેપ સાથે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવા સક્ષમ બનાવે છે.

તાજેતરમાં લેવામાં આવેલા વિવિધ પગલાં નીચે મુજબ છે:

  1. જીઇએમ પર ઊભી કરવામાં આવેલી વિવિધ કેટેગરીઓ સાથે સંબંધિત કોવિડ 19 માટે ડેડિકેટેડ પેજ: https://gem.gov.in/covid19
  2. હાલની 32 ઉપરાંત તબીબી પુરવઠા માટે ઊભી કરવામાં આવેલી નીચેની કેટેગરીઓ, જે જીઇએમ પર લાઇવ થઈ છે:
    1. નોવેલ કોરોનાવાયરસ (કોવિડ-19) સેમ્પલ કલેક્શન કિટ
    2. રિયુઝેબલ વિનાઇલ / રબરનો મોજાં (સ્વચ્છતા)
    3. આંખનું રક્ષણ (વિઝર/ગોગ્ગલ્સ)
    4. ડિસ્પોઝેબલ થર્મોમીટર.
    5. એકવાર ઉપયોગ કરી શકાય એવા ટોવેલ
    6. જંતુમુક્ત કરવા માટે યુવી ટ્યુબ લાઇટ.
    7. સર્જિકલ આઇસોલેશન ફેસ શિલ્ડ
    8. મેડિકલ વેસ્ટ ઇન્સિનરેટર
  1. હાલની 52 કેટેગરીઓ અને 7 સેવાઓ ઉપરાંત આનુષંગિક પુરવઠા માટે ઊભી કરવામાં આવેલી નીચેની કેટેગરીઓ:
    1. સાધારણ ઉદ્દેશ માટેની ટૂલ કિટ
    2. એલ્યુમિનિયમના ઘડેલા વાસણો
  1. સાથે તબીબી અને આનુષંગિક પુરવઠાઓમાં નીતિ આયોગ દ્વારા સૂચિત તમામ કેટેગરીઓ હવે જીઇએમ પર છે. ઉપર ઉલ્લેખિત નવી ઊભી કરવામાં આવેલી કેટેગરીઓ માટે તમામ ઓઇએમ, પુનઃવિક્રેતાઓ અને સપ્લાયર્સની જીઇએમ પર ઓનબોર્ડ લેવા ઓળખ કરવામાં આવી છે.
  2. અત્યાર સુધી જીઇએમ પર કોવિડ-19 સાથે સંબંધિત કેટેગરીઓની કુલ સંખ્યા:

કુલ

173

તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત

120

આનુષંગિક

53

તબીબી અને આનુષંગિક પુરવઠાઓની વિગતવાર યાદી અનુક્રમે પરિશિષ્ટ-1 અને પરિશિષ્ટ-2માં આપવામાં આવી છે.

  1. કોવિડ-19 માટે ખરીદી કરવાની સરળતા માટે વિવિધ હસ્તક્ષેપોની સમયરેખા અને સ્થિતિ નીચે મુજબ છે:
  1. ચોક્કસ કેટેગરીઓ માટે ડિલિવરીના ટૂંકા ગાળા સાથે બિડ કરવાનો ટૂંકો ગાળો. કોવિડ-19 સાથે સંબંધિત કેટેગરીઓ માટે બિડનું ચક્ર હાલના 10 દિવસથી ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યું છે. ગ્રાહકો પ્રકારની ચીજવસ્તુઓ માટે ડિલિવરી કરવાનો ગાળો ઘટાડીને 2 દિવસ કરી શકે છે, ખાસ કરીને ચીજવસ્તુઓની ગંભીર પ્રકૃતિનો વિચાર કરીને. પોર્ટલ પર લાઇવ થઈ છે.
  2. એલ1 ખરીદીમાં ગ્રાહક દ્વારા ડિલિવરી લીડ ટાઇમની પસંદગી માટે ફિલ્ટર. 1 એપ્રિલ, 2020 સુધીમાં લાઇવ થશે
  3. કોવિડ સાથે સંબંધિત ચોક્કસ કેટેગરીઓ માટે પ્રોડક્ટ/બ્રાન્ડની મંજૂરી માટે અગ્રતા. 28 માર્ચ, 2020 સુધીમાં લાઇવ થશે
  4. કિંમતમાં નિયંત્રિત વધારા માટે વ્યવસયાનાં નવા નિયમો. 1 એપ્રિલ, 2020 સુધીમાં લાઇવ થશે
  5. ઓરિજિનલી ડિલિવરી પીરિયડ પૂર્ણ થવા ઉપરાંત ડિલિવરી પીરિયડમાં 30 દિવસમાં વધારાની મંજૂરી. 28 માર્ચ, 2020 સુધીમાં લાઇવ થશે.
  6. ચોક્કસ કેટેગરીઓ માટે નોટિફિકેશનનાં 48 કલાકની અંદર સ્ટોક અપડેટ કર્યો હોય એવા વિક્રેતાઓ માટે સ્ટોક ખાલી કરવા વ્યવસાયનાં નવા નિયમ. લાઇવ થયેલ છે.
  7. કોવિડ-19 કેટેગરીઓ પર અને વિક્રેતાઓની સંખ્યા પર નજર રાખવા માટે નવું પેજ. 28 માર્ચ, 2020 સુધીમાં લાઇવ થશે.
  1. કોવિડ 19 રિસ્પોન્સ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકે જીઇએમ પર ખરીદીની મર્યાદા 1 લાખ ડોલરથી વધારીને 1 મિલિયન ડોલર કરી.
  1. ઓન બોર્ડ આવેલા વિક્રેતા:
    1. આઠ નવી કોવિડ કેટેગરીઓ માટે ઓઇએમ અને વિક્રેતાઓની ઓળખ કરવામાં આવી છે
    2. જીઇએમ અને એની બહાર પ્રસ્તુત મેડિકલ કેટેગરીઓની શોધ કરવામાં આવી હતી. લક્ષિત મેઇલર્સને અંદાજે ઓઇએમ સહિત 10,000 વિક્રેતાઓની યાદી મોકલવામાં આવી હતી. મેઇલની સામગ્રીમાં કોવિડ-19ની નવી કેટેગરીઓ મોકલવામાં આવી હતી તથા ઝડપથી ઓનબોર્ડ લેવા માટે મંજૂરીની પ્રક્રિયા અંતર્ગત બ્રાન્ડ અને ઉત્પાદનમાં જીઇએમ દ્વારા પ્રસ્તુત અગ્રતા જણાવવામાં આવી હતી.
    3. ઓઇએમ અને વિક્રેતાઓનો ટેલીફોન પર પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પ્રકારનાં 200થી વધારે વિક્રેતાઓને સાંકળવામાં આવ્યાં છે. તેમને જીઇએમ દ્વારા ઊભી કરવામાં આવેલી નવી કોવિડ-19 કેટેગરીઓ વિશે માહિતી આપવામાં આવી છે તથા ઓનબોર્ડ માટે કહેવાયું છે. ઓઇએમને તેમને પુનઃવિક્રેતાઓને બોર્ડ પર લેવા અને પર્યાપ્ત પુરવઠો જાળવવાનું કહેવાયું છે.
    4. વર્તમાન સ્થિતિને તક સ્વરૂપે જોવા માટે ઓઇએમ અને વિક્રેતાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટીની જરૂરિયાતો પૂર્ણ કરવા શક્ય તમામ રીતે પ્રદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યાં છે.
    5. જીઇએમની બહાર ઓઇએમ/વિક્રેતાઓને પ્રાદેશિક વ્યાવસાયિક સુવિધાકારો સાથે કેવી રીતે સંપર્ક કરવો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
    6. ઓઇએમને ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આદેશો વિશે જાણકારી આપવામાં આવી છે, જેમાં મુક્તિ આપવામાં આવેલા વ્યવસાયો અને વિવિધ એસઓપી વિશે જણાવવામાં આવ્યું છે. ઓનલાઇન લિન્કઃ https://www.ndma.gov.in/en/ પણ તેમની સાથે વહેંચવામાં આવી છે.
    7. ઓઇએમ/વિક્રેતાઓ પાસેથી બ્રાન્ડ મંજૂરી અને પ્રોડક્ટની મંજૂરીની વિનંતીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે અને દિવસે મંજૂરી આપવામાં આવી છે.

પરિશિષ્ટ – 1 તબીબી પુરવઠા માટેની કેટેગરીઓની યાદી

 

ક્રમ

ચીજવસ્તુઓ

1

વેન્ટિલેટર્સ

2

આલ્કોહોલ આધારિત હેન્ડ-રબ

3

ફેસ શીલ્ડ (આંખ, નાક અને મુખનું રક્ષણ)

4

N95 માસ્ક

5

લેટેક્સનાં એક વાર ઉપયોગ થઈ શકે એવા ગ્લોવ્સ (ક્લિનિકલ)

6

પુનઃઉપયોગ કરી શકાય એવા વિનાઇલ / રબરના ગ્લોવ્સ (સાફસફાઈ)

7

આંખનું રક્ષણ (વિઝર / ગોગ્ગલ્સ)

8

પ્રોટેક્ટિવ ગાઉન્સ/એપ્રોન્સ

9

ડિસ્પોઝેબલ થર્મોમીટર

10

જંતુમુક્ત કરવા માટે યુવી ટ્યુબ લાઇટ

11

મેડિકલ માસ્ક (સર્જિકલ / પ્રોસીજર)

12

ડિટર્જન્ટ / ડિસઇન્ફેક્ટન્ટ

13

ડિટર્જન્ટ / ડિસઇન્ફેક્ટન્ટ

14

ડિટર્જન્ટ / ડિસઇન્ફેક્ટન્ટ

15

એક વાર ઉપયોગ કરી શકાય એવા ટોવેલ

16

બાયોહેઝાર્ડ બેગ

17

વ્હીલ ચેર

18

પટ્ટીઓ સાથે ગ્લુકોમીટર

19

હેન્ડ-ફ્રોઝન જેલ પેક્સ

20

સેમ્પલ કલેક્શન કિટ

21

થર્મોકોલ બોક્સ / આઇસ-બોક્સ

22

સ્ટ્રેચર

23

સ્ટ્રેચર

24

થર્મલ સ્કેનર્સ

25

થર્મલ સ્કેનર્સ માટે બેટરીઓ

26

બીપી એપાર્ટસ

27

આઇવી સેટ

28

આઇવી કેન્યૂલા

29

આઇવી સ્ટેન્ડ

30

એમ્બ્યુલન્સ

31

પ્રાથમિક સારવાર

32

મેડિકલ વેસ્ટ ઇન્સિનેરેટર

33

આઇસીયુ બેડ

34

કાર્ડિયાક મોનિટર્સ

35

સીરિન્જ પમ્પ

36

સીરિન્જ પમ્પ

37

પોર્ટેબલ એક્સ રે મશીનો

38

એન્ડોટ્રેચીયલ ટ્યુબ

39

સક્શન ટ્યુબ

40

સક્શન ટ્યુબ

41

ઓક્સિજન સીલિન્ડર્સ

પરિશિષ્ટ – 2  આનુષંગિક પુરવઠાની કેટેગરીઓની યાદી

ક્રમ

ચીજવસ્તુઓ

1

સાબુ

2

રબ હોલ ટેન્ટ

3

ખુરશીઓ/બાંકડા

4

ટેબલ/ડેસ્ક

5

પ્રિન્ટર

6

કમ્પ્યુટર

7

એક્ષ્ટેન્શન બોર્ડ

8

માચિસ

9

મીણબત્તી

10

દર્દીઓ માટે આઇડી

11

સ્વયંસેવકો માટે આઇડી

12

ફ્લાયરઇન્ફોર્મેશન બુકલેટ

13

વ્હાઇટ બોર્ડ + માર્કર્સ

14

ગાર્બેજ બેગ, બિન

15

પીવાનું પાણી + ડિસ્પેન્સર (4)

16

સાફસફાઈની ચીજવસ્તુઓ (સાવરણી)

17

સાફસફાઈની ચીજવસ્તુઓ (પોતુ)

18

અગ્નિશામક

19

ટોઇલેટ

20

જેન્સેટ / બેક અપ

21

વ્હિસલ

22

ટૂલ સેટબેસિક

23

નોંધણી વિગતસ્ટિકર/પ્રિન્ટર

24

ગાદલા

25

ફોલ્ડેબલ કોટ / બેડ

26

રજાઈ

27

ઓશીકા

28

ઓશીકાના કવર

29

ટોવેલ

30

રબર શીટ

31

ધાબળા

32

ઇમરજન્સી લેમ્પ

33

લોન્ડ્રી (ડિટર્જન્ટ)

34

રેફ્રિજરેટરનાનામાં નાનું

35

નંબર સાથે ટોકન

36

મોસ્કિટો રિપેલ્લન્ટ

37

સેનિટરી પેડ

38

ડાયપર્સબાળકો માટે

39

સ્ટીલની પ્લેટ

40

સ્ટીલના ગ્લાસ

41

ચમચીઓ

42

જગ

43

સ્ટવમોટો

44

મોટા પાત્રો

45

બકેટ

46

મગ્સ

47

ટિશ્યૂ પેપર

48

સ્મોલર બિન

49

પેપર

50

પેન

51

સ્ટેપ્લર

52

સ્ટેપ્લર પિન્સ

53

બોક્ષ ફાઇલ

54

લેટરહેડ

 

 

GP/DS



(Release ID: 1608821) Visitor Counter : 219