વિદ્યુત મંત્રાલય
રાજસ્થાનમાં કોવિડ-19 સામેની લડાઇમાં PFC સહકાર આપવા તૈયાર
Posted On:
25 MAR 2020 7:25PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઊર્જા મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય PSU અને ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી NBFC પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (PFC) દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને રૂ. 50,00,000 (રૂપિયા પચાસ લાખ પૂરા)ની આર્થિક સહાય આપવાની સૈદ્ધાંતિક સંમતિ આપવામાં આવી છે.
PFC દ્વારા CSR પહેલ અંતર્ગત આપવામાં આવનારી આ આર્થિક સહાયનો ઉપયોગ કોવિડ-19 સામેની લડાઇ માટે લેવામાં આવી રહેલા સુરક્ષાત્મક પગલાંના ભાગરૂપે સ્વાસ્થ્ય માસ્ક અને સેનિટાઇઝર્સના વિતરણ માટે કરવામાં આવશે. રાજસ્થાનમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ કામગીરી કરવામાં આવશે. PFCનું આ પગલું ઘણું મહત્વપૂર્ણ છે કારણ કે, રાજસ્થાનનું જયપુર શહેર સમગ્ર ભારતમાં કોરોના વાયરસના સક્રીય કેન્દ્રબિંદુમાંથી એક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
(Release ID: 1608439)