આદિવાસી બાબતોનું મંત્રાલય
આદિજાતિ બાબતોના મંત્રાલયે રાજ્ય સરકારોને કોવિડ-19 ફાટી નીકળવાથી સર્જાયેલી આરોગ્યને લગતી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈએમઆરએસ / ઈએમડીબીએસમાં રજાઓ પુનઃનિર્ધારિત કરવા જણાવ્યું
Posted On:
26 MAR 2020 6:02PM by PIB Ahmedabad
આદિજાતિ બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ધરાવતાં તમામ રાજ્યોના આદિજાતિ વિકાસ વિભાગોને આદિજાતિ બાબતોના મંત્રાલય પાસેથી મળતા ભંડોળ દ્વારા કાર્યરત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઈએમઆરએસ) અને એકલવ્ય મોડેલ ડે બોર્ડિંગ સ્કૂલ્સ (ઈએમડીબીએસ)માં રજાઓ પુનઃનિર્ધારિત કરવા જણાવ્યું છે. આ રાજ્યોના આદિજાતિ વિકાસ વિભાગોના મુખ્ય સચિવ / પ્રભારી સચિવને લખેલા પત્રમાં મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડ-19 (કોરોના વાયરસ)ને કારણે લોકોના સ્વાસ્થ્યને લગતી સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું જોવા મળ્યું છે કે અનેક જગ્યાઓએ સ્થાનિક વહીવટીતંત્રએ આ વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા વેકેશન જાહેર કરવા સહિતના રક્ષણાત્મક પગલાં લેવાના આદેશ આપ્યા છે. કેટલાક કેસોમાં નિર્દેશો જાહેર કરીને સમયપત્રક અનુસાર વાર્ષિક પરીક્ષાઓ પૂરી કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આકસ્મિક સ્થિતિને ધ્યાનમાં લઈને આદિજાતિ બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સના સંદર્ભે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા મેળવેલાં ભંડોળથી કાર્યરત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઈએમઆરએસ) અને એકલવ્ય મોડેલ ડે બોર્ડિંગ સ્કૂલ્સ (ઈએમડીબીએસ)માં રજાઓ ફરી નક્કી કરવા નીચે મુજબની સૂચના આપી છે:
- ઉનાળુ રજાઓ વિશિષ્ટ કેસ તરીકે આગોતરી શરૂ કરવી અને શાળાઓ 21.03.2020 થી 25.05.2020 (65 દિવસ) અથવા આગળના આદેશ મળે ત્યાં સુધી - બંનેમાંથી જે વહેલી તારીખ હોય, ત્યાં સુધી બંધ રાખવી.
- આ સમય પૂરો થાય ત્યાં સુધી પરિસરમાં બહારની કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવો.
- બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા અને વિશેષ વર્ગોમાં હાજરી આપી રહેલા વિદ્યાર્થીઓને પરિસરમાં જરૂરી સંભાળ સાથે રાખી શકાય છે. બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા આવા વિદ્યાર્થીઓને જે-તે પરીક્ષાઓ સંપન્ન થતાં તરત જ તેમના ઘરે મોકલી દેવા.
- શૈક્ષણિક વિભાગ, હોસ્ટેલ્સ અને અન્ય સામાન્ય વિસ્તારો સહિતના શાળાના પરિસરને સેનિટાઈઝ કરવા વિશેષ અભિયાન હાથ ધરવું.
ઉપર જણાવેલાં પગલાં ઉપરાંત નીચે દર્શાવેલાં પગલાં લેવાય તે પણ સુનિશ્ચિત કરવું ઃ
- સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અપાતા આદેશોનું કડકપણે પાલન કરવું.
- પરિણામો જાહેર થયા બાદ શિક્ષકો રજા ભોગવી શકે છે. વિદ્યાર્થીઓને પરિણામોની જાણ ટપાલ અથવા એસએમએસ મારફતે કરવી.
- વેકેશનના સમયગાળા દરમિયાન હાથ ધરવા માટે નક્કી કરેલાં સામાન્ય કામકાજ વેકેશનમાં કરી શકાય છે, જેથી નવા સત્રની શરૂઆત માટે પરિસર સજ્જ બનાવી શકાય.
- ધોરણ 6માં વિદ્યાર્થીઓનો પ્રવેશ અને ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓના સીધા (લેટરલ) પ્રવેશનું કાર્ય પણ શાળા ફરી ખૂલે તે પહેલાં આ સમયગાળામાં તમામ રીતે સંપન્ન થયું હોવું જોઈએ.
RP
(Release ID: 1608425)
Visitor Counter : 205