સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ની સ્થિતિ, તેની સામેની કાર્યવાહી અને તૈયારીની સમીક્ષા કરી
Posted On:
15 MAR 2020 6:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રી ડૉ હર્ષવર્ધને આજે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19ની સ્થિતિ અને તેના માટે કરાયેલી કાર્યવાહી, અને તેના નિવારણ માટેના કાર્યોની સમીક્ષા કરી હતી. સુશ્રી પ્રીતિ સુદન, સચિવ (HFW), ડૉ બલરામ ભાગર્વ, DG (ICMR), શ્રી અરૂણ સિંઘલ, વિશેષ સચિવ (H), શ્રી સંજીવ કુમાર, વિશેષ સચિવ (H), DDHS, શ્રી જી.વી.વી સરમા, સભ્ય સચિવ (NDMA), ડૉ રણદીપ ગુલેરિયા, નિદેશક, AIIMS, ડૉ. મિનાક્ષી ભારદ્વાજ, MS, ડૉ રામમનોહર લોહિયા હોસ્પિટલ, ડૉ. સુજીત સિંઘ, નિદેશક, NCDC, ડૉ. રમન ગંગાખેડકર, વૈજ્ઞાનીક, ICMR, અને મંત્રાલયના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
ડૉ હર્ષવર્ધનને કોવિડ-19ની ઉદયમાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્થિતિ, અને ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19ના નિવારણ અને તૈયારી માટે લેવાયેલા પગલાંઓ વિશે માહિતી અપાઇ હતી. તેમણે સંસર્ગ નિષેધ સુવિધાઓ, આઇસોલેશન વોર્ડ્સ, અંગત સુરક્ષા ઉપકરણો (PPEs), માસ્ક, પરીક્ષણ કીટ વગેરેની પૂરતી ઉપલબ્ધતાના સંબંધમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીની અને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સાથે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલોમાં સ્વચ્છતા અને સફાઇની જાળવણીની પણ સલાહ આપી હતી તેમજ કોવિડ-19ના શમન અને મેનેજમેન્ટ માટે નિયત કરાયેલા પ્રોટોકોલનું પાલન કરવા માટે પણ સલાહ આપી હતી. બિન-જરૂરી પ્રવાસ અને ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવા માટે લેવાયેલા પગલાંની પણ ડૉ હર્ષવર્ધન દ્વારા સમીક્ષા કરાઇ હતી.
કેન્દ્રીય મંત્રીએ સાથે રાજ્યોની ક્ષમતાને મજબૂત કરવા માટે ઉઠાવવાના વધારાના પગલાં, સામાજિક રીતે અંતર કેળવવું, ઘરે બેસીને કામ કરવું વગેરે જેવા સામુહિક જાગૃતિના પગલાંઓ વિશે પણ ચર્ચા કરી હતી. સંસર્ગનિષેધ સુવિધાઓ વિશે પણ આ સમીક્ષા બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આજે મળેલી બેઠકની ચર્ચાનું પરિણામ કોવિડ-19 વિશે મંત્રીઓના સમુહની (GoM) આવતીકાલે મળનારી બેઠકમાં રજૂ કરાશે.
ડૉ હર્ષવર્ધને 24x7 કન્ટ્રોલ રૂમ હેલ્પલાઇન (011-23978046)ની ક્ષમતાને વધારે લાઇનો અને માનવ સંસાધનો ઉમેરીને વધારવાના પણ નિર્દેશ આપ્યા હતા જેથી કરીને કોવિડ-19 વિશેના લોકોના પ્રશ્નોને કન્ટ્રોલ રૂમ મારફત ઝડપથી ઉકેલી શકાય.
વધુમાં, સરકારના કોવિડ-19 પ્રભાવિત દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસોના ભાગરૂપે, એર ઇન્ડિયાની ફ્લાઇટ આજે સવારે 218 લોકો સાથે ઇટાલીના મિલાનથી ભારત આવી પહોંચી હતી. આ લોકોને પ્રોટોકોલ અનુસાર ITBPના છાવલા સ્થિત કેમ્પમાં સંસર્ગનિષેધમાં રખાયા છે. વધુમાં ઇરાનથી વધુ 236 લોકો આજે આવી પહોંચ્યા હતા, જેમને જેસલમેરની સૈન્ય સુવિધામાં સંસર્ગનિષેધમાં રખાયા છે. તેઓ ઇરાનથી રવાના થયા તે પહેલાં જ તેમનું પરીક્ષણ કરી લેવાયુ હતું. આ તમામ લોકોમાં હાલ કોઇ લક્ષણો દેખાયા નથી. કોવિડ-19 પ્રભાવિત દેશોમાંથી કુલ 265 મુસાફરોને ત્રિવેન્દ્રમ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં સંસર્ગનિષેધમાં રખાયા છે.
અંતિમ અપડેટ બાદથી, હજુ સુધીમાં 23 નવા કેસ સામે આવ્યા છે. તે પૈકીના 7 મહારાષ્ટ્ર, 2 તેલંગાણા, 1 રાજસ્થાન અને 3 કેરળના છે. મૃતક દર્દીઓમાં સહ-રોગોના લક્ષણ હતા. આ કેસો જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તે લોકોની સઘન રીતે ભાળ મેળવવામાં આવી રહી છે. હજુ સુધીમાં, 4000 કરતા પણ વધારે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ થઇ છે, જેમને નિરીક્ષણ હેઠળ રખાયા છે.
બુલદાણાના દર્દી, જેઓ ખાનગી હોસ્પિટલમાં હતા અને જેમના નમૂના લેવાયા હતા અને જેઓનું ગઇકાલે નિધન થયું હતું તેમનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
RP
(Release ID: 1606497)
Visitor Counter : 218