માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ભારત 2020 પુસ્તકનું વિમોચન કર્યું

Posted On: 19 FEB 2020 3:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે ઇન્ડિયા/ભારત 2020 વાર્ષિક સંદર્ભ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા ઉમેદવારો સહિત તમામ લોકો માટે આ પુસ્તક એક સંપૂર્ણ સંદર્ભ પુસ્તિકા છે.” મંત્રીશ્રીએ આ પ્રકાશન બહાર પાડવા બદલ પ્રકાશન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ પુસ્તક એક પરંપરા બની ગયું છે અને દિવસે ને દિવસે લોકપ્રિય થઇ રહ્યું છે.

શ્રી જાવડેકરે આ પ્રસંગે આ પુસ્તકની ઇ-આવૃત્તિનું પણ વિમોચન કર્યું હતું. ઇ-આવૃત્તિ ટેબલેટ્સ, કોમ્પ્યૂટર, ઇ-રીડર અને સ્માર્ટફોન જેવા વિવિધ ઉપકરણો પર મેળવી શકાય છે. આ ઇ-બુક ટેકનિકલ રીતે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે અને પ્રિન્ટ આવૃત્તિની અદ્દલ પ્રતિકૃતિ છે. ઇ-ઇન્ડિયામાં વપરાશકર્તા માટે અનુકૂળ એવી સંખ્યાબંધ વિશેષતાઓ છે જેમાં હાઇપરલિંક, હાઇલાઇટિંગ અને બુકમાર્કિંગ તેમજ ઇન્ટર-એક્ટિવિટી જેવી બહેતર કમ્યુનિકેશનની સુવિધાઓ પણ છે.

આ પુસ્તકની કિંમત રૂ. 300.00 રહેશે અને ઇ-બુક રૂ. 225.00માં ઉપલબ્ધ થશે. આ પુસ્તક 20 ફેબ્રુઆરી 2020થી પ્રકાશન વિભાગની અહીં આપેલી લિંક પરથી ઑનલાઇન પણ ખરીદી શકાશે.

https://www.publicationsdivision.nic.in/index.php?route=product/pbook

આ પુસ્તક એમેઝોન અને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ખરીદી શકાશે.

પુસ્તક વિશે

વાર્ષિક સંદર્ભ – ઇન્ડિયા/ભારત 2020માં ભારત વિશે તેમજ સરકારના વિવિધ મંત્રાલયો/ વિભાગો/ સંગઠનો દ્વારા વર્ષ દરમિયાન યોજવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રગતિ અને સિદ્ધિઓ વિશે સંપૂર્ણ અને વ્યાપક માહિતી સમાવી લેવામાં આવે છે. આ વર્ષે આ સંકલનની 64મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પ્રકાશન વિભાગ અને માહિતી અને પ્રસારણ વિભાગની નવી મીડિયા પાંખ દ્વારા સંયુક્ત રીતે લાવવામાં આવેલું ઇન્ડિયા/ભારત 2020 પુસ્તક એવું વાર્ષિક પ્રકાશન છે જેની ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઇ રહેલા મહત્વાકાંક્ષી ઉમેદવારો પ્રતિક્ષા કરી રહ્યા હતા.

ગ્રામીણથી માંડીને શહેરી; ઉદ્યોગથી માંડીને વિજ્ઞાન અને ટેકનોલોજીથી માંડીને માનવ સંસાધન વિકાસ સહિત દેશના વિકાસને લગતા તમામ પરિબળોને આ વાર્ષિક પ્રકાશનમાં આવરી લેવામાં આવ્યા છે. આ આવૃત્તિમાં સરકારના મુખ્ય કાર્યક્રમો; વર્ષની મહત્વપૂર્ણ ઘટનાઓનો ચિતાર આપવામાં આવ્યો છે. વર્ષોથી સંશોધકો, આયોજકો, નીતિના ઘડવૈયાઓ, વિદ્વાનો, મીડિયાના પ્રોફેશનલો અને નોકરી ઇચ્છુકોમાં આ પુસ્તકે ખૂબ જ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પ્રકાશન વિભાગ એ રાષ્ટ્રીય હિતોના વિષયો પર પ્રકાશ પાડતા અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાાહિત્યિક ધરોહરની માહિતી આપતા પુસ્તકો અને સામયિકોનો ભંડાર છે. ચાળીસના દાયકામાં તેનો પ્રારંભ થયો ત્યારથી, આ વિભાગ દ્વારા અંગ્રેજી અને હિન્દી ભાષામાં તેમજ ભારતની અન્ય મુખ્ય ભાષાઓમાં પરવડે તેવી કિંમતે વિવિધ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષમાં, પ્રકાશન વિભાગ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક હસ્તીઓ ઉપરાંત વિવિધ વિષયો પર ગુણવત્તાસભર પુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે. આવા વિષયો માહિતી ભંડારમાં નવીનતા લાવવા ઉપરાંત તેને વધુ વાંચન યોગ્ય બનાવે છે અને સાંપ્રત પ્રસંગો કે વિષયોની મર્યાદાથી મુક્ત હોય છે.

પ્રકાશન વિભાગ 2000થી વધુ ડિજિટલાઇઝ કરેલા ટાઇટલ (પ્રકાશનો) ધરાવે છે. વર્તમાન સમયમાં, ડિજિટલ આર્કાઇવમાં 2185 પ્રકાશનોનો ભંડાર છે. આમાંથી 405 ઇ-બુક એમેઝોન અને ગૂગલ પ્લે જેવા વિવિધ પ્લેટફોર્મ પર વેચાણ અર્થે મુકવામાં આવ્યા હતા. ઇ-બુકની 35,000થી વધુ નકલો વેચાઇ ગઇ છે. વધુમાં DPD દ્વારા વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પર કુલ ઉપલબ્ધ પ્રકાશનોની સંખ્યા વધારીને 370થી વધુ કરીને તેના ડિજિટલ પ્રકાશનની ઉપસ્થિતિનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ પ્રકાશનો વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર શોધી શકાય તેવા ફોર્મેમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેમાં વપરાશકર્તાને અનુકૂળ સંખ્યાબંધ અન્ય વિશેષતાઓ પણ સમાવી લેવામાં આવી છે.

SD/DS/GP/RP


(Release ID: 1603687) Visitor Counter : 310