મંત્રીમંડળ
યુરોપીયન સંઘ વૈકલ્પિક રોકાણ ફંડ મેનેજર નિર્દેશક (AIFMD) અદ્યતન કરવા માટે SEBI અને યુનાઇટેડ કિંગડમના ફાઇનાન્સિઅલ કન્ટક્ટ ઑથોરિટી (FCA) વચ્ચે સમજૂતી કરારને મંત્રીમંડળની મંજૂરી
Posted On:
19 FEB 2020 4:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુરોપીયન સંઘ વૈકલ્પિક રોકાણ ફંડ મેનેજર નિર્દેશક (AIFMD)ને અદ્યતન કરવા માટે SEBI અને યુનાઇટેડ કિંગડમના ફાઇનાન્સિઅલ કન્ટક્ટ ઓથોરિટી (FCA) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવા માટે સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 31 જાન્યુઆરી 2020થી યુરોપિયન સંઘમાંથી યુકે બહાર નીકળી ગયું હોવાના અનુસંધાનમાં આ મંજૂરી આપવામાં આવી છે.
મુખ્ય પ્રભાવ
યુકે 31 જાન્યુઆરી 2020થી ઇયુમાંથી બહાર નીકળી ગયું છે. યુકેના FCA દ્વારા SEBIને જણાવવામાં આવ્યું હતું કે, યુકે હવે યુરોપિયન સંઘ (બ્રેક્ઝિટ)માંથી બહાર નીકળે તેની નિર્ધારિત તારીખ પહેલાં સુધારેલા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં નહીં આવે તો ટ્રાન્ઝિશનલ પગલાં ઉપલબ્ધ રહેશે નહીં અને SEBIને વિનંતી કરી હતી કે, શક્ય હોય એટલી વહેલી તકે સુધારેલા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે. જેમકે, આ પ્રસ્તાવ અપેક્ષિત નથી અથવા ભારતમાં રોજગારી પર તેની અસર પાડવાનો તેમાં કોઇ આશય નથી.
પૃષ્ઠભૂમિ
ઇયુ અને બિન ઇયુ સત્તામંડળો વચ્ચે પૂરતા પ્રમાણમાં દેખરેખ સહકાર કરારો સ્થાપિત કરવાની જરૂરિયાતને અનુલક્ષીને યુરોપીયન સંઘ વૈકલ્પિક રોકાણ ફંડ મેનેજર નિર્દેશક (AIFMD) અંતર્ગત SEBIને ઇયુ/યુનાઇડેટ કિંગડમના ફાઇનાન્સિઅલ કન્ડક્ટ સત્તામંડળ (FCA), સહિત યુરોપિયન આર્થિક ક્ષેત્રોના 27 સિક્યુરિટી નિયામક સભ્યો સાથે 28 જુલાઇ 2014ના રોજ દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ઇયુમાંથી બહાર નીકળી જવાના યુકેના પ્રસ્તાવના સંદર્ભમાં FCA દ્વારા SEBIનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, SEBI અને FCA વચ્ચે AIFMD સંબંધિત વર્તમાન સમજૂતી કરાર કે હાલમાં ઇયુના કાયદાને અનુરૂપ છે તે યુકેમાં હવે સીધો અમલમાં રહેશે નહીં જેથી ઇયુના કાયદાના બદલે યુકેના સંબંધિત કાયદાઓ બદલીને AIFMDમાં યોગ્ય સુધારો કર્યા પછી સુધારેલા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાનું સૂચન કર્યું.
SD/DS/GP/RP
(Release ID: 1603685)
Visitor Counter : 185