નાણા મંત્રાલય

કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મુખ્ય વિશેષતાઓ

Posted On: 01 FEB 2020 2:51PM by PIB Ahmedabad

આજે 21મી સદીના ત્રીજા દાયકાનું કેન્દ્ર સરકારનું પ્રથમ અંદાજપત્ર રજૂ કરતાં શ્રીમતી નિર્મલા સીતારમણે ભારતના અર્થતંત્રને ઊર્જા પૂરી પાડતા ટૂંકા ગાળાનાં, મધ્યમ ગાળાનાં અને લાંબા ગાળાનાં સંખ્યાબંધ દૂરગામી અસર કરનારાં પગલાંઓની જાહેરાત કરી હતી

કેન્દ્ર સરકારના અંદાજપત્ર 2020-21ની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

આ બજેટના ત્રણ મહત્વના વિષયો છેઃ

  • મહત્વાકાંક્ષી ભારત - આરોગ્ય, શિક્ષણ અને સમાજના તમામ વર્ગો માટે માટે વધુ નોકરીના અવસરો
  • તમામને માટે આર્થિક વિકાસ - ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’
  • કાળજી લેતો સમાજ - માનવીય અને લાગણીશીલ સમજની રચના, એમાં અંત્યોદય સુધીની પહોંચ એક શ્રદ્ધાનો આધાર છે
  • આ ત્રણ વ્યાપક વિષયોને સાથે મૂકીએ તો:
  • ભ્રષ્ટાચાર મુક્ત, નીતિ આધારિત, સુશાસન
    • કેન્દ્ર સરકારના અંદાજપત્ર 2020-21ની ત્રણે વિષયમાં જીવન જીવવાની સરળતા (Ease of living) પર ભાર મૂકાયો છે.

મહત્વાકાંક્ષી ભારતના ત્રણ ઘટકો

  • ખેતી, સિંચાઈ અને સ્વચ્છતા
  • શિક્ષણ અને વિવિધ કૌશલ્યો
  • આરોગ્ય, પાણી અને સ્વચ્છતા

ખેતી, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કામગીરી કરવા માટે 16 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છેઃ

  • નીચે દર્શાવેલી 16 કામગીરીઓ માટે રૂ.  2.83 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    • રૂ.  1.60 લાખ કરોડ ખેતી, સિંચાઈ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ફાળવાયા છે.
    • રૂ.  1.23 લાખ કરોડ ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ માટે ફાળવવામાં આવ્યા છે.
    • વર્ષ 2020-21 માટે રૂ.  15 લાખ કરોડનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.
    • પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કેસીસી યોજના હેઠળ આવરી લેવામાં આવશે
    • નાબાર્ડની રિફાઈનાન્સ યોજનાને વધુ વિસ્તારવામાં આવશે.
    • પાણીની તંગી ધરાવતા 100 જિલ્લા માટે ઘનિષ્ઠ પગલાં લેવાની દરખાસ્ત

 

  • દરિયાઇ અર્થવ્યવસ્થા (Blue Economy):
  • વર્ષ 2024-25 સુધીમાં રૂ. 1 લાખ કરોડની મત્સ્ય પેદાશોની નિકાસ હાંસલ કરવામાં આવશે. વર્ષ 2022-23 માટે 200 લાખ ટન મત્સ્ય ઉત્પાદનનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.
  • 3477 સાગર મિત્ર અને 500 ફીશ ફાર્મર પ્રોડ્યુસર સંગઠનોને વિસ્તરણ યોજનાઓમાં યુવાનોને સામેલ કરશે
  • શેવાળ, સી-વીડ, અને કેજ કલ્ચરની ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • દરિયાઇ મત્સ્ય સંસાધનોનો વિકાસ, વ્યવસ્થાપન અને જાળવણી માટેનું આ માળખુ તૈયાર કરવામાં આવશે.

 

  • ભારતીય રેલવે પીપીપી મોડલને આધારે કિસાન રેલવેનું નિર્માણ કરશેઃ
  • બગડી જાય તેવી પેદાશો (દૂધ, માંસ, માછલી, વગેરે) માટે વ્યાપક નેશનલ કોલ્ડ સપ્લાય ચેઈન ઉભી કરવાં આવશે.
  • એક્સપ્રેસ અને ફ્રેઈટ ટ્રેઈન્સમાં રેફ્રીજરેટેડ કોચ લગાવવામાં આવશે.
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલય મારફતે કૃષિ ઉડાન શરૂ કરવામાં આવશે.
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રૂટ્સને આવરી લેવામાં આવશે.
  • પૂર્વોત્તર અને આદિવાસી જિલ્લાઓમાં ખેત પેદાશોની વધુ કિંમત મળે તેવા પ્રયાસો કરાશે.
  • બાગાયત ક્ષેત્ર માટે નિકાસ તથા બહેતર માર્કેટીંગ માટે વન પ્રોડક્ટ વન ડિસ્ટ્રીક્ટનો અભિગમ હાથ ધરાશે.
  • તમામ પ્રકારના ફર્ટિલાઈઝર્સ - પરંપરાગત ઓર્ગેનિક અને ઈનોવેટીવ ફર્ટિલાઝર્સનો વધુ સારો ઉપયોગ કરવામાં આવશે.
  • ઓર્ગેનિક, કુદરતી અને સંકલિત ખેતી માટેના પગલાઃ
    • જૈવિક ખેતી પોર્ટલ- ઓનલાઈન નેશનલ ઓર્ગેનિક પ્રોડક્ટસના માર્કેટીંગને મજબૂત કરશે.
    • જીરો- બજેટ નેચરલ ફાર્મીંગ (વર્ષ 2019ના બજેટમાં ઉલ્લેખ કરાયો હતો)ને મજબૂત કરવામાં આવશેઃ
    • વરસાદી ખેતી ધરાવતા વિસ્તારોમાં સુસંકલિત ફાર્મીંગ સિસ્ટમને વિસ્તારવામાં આવશે.
    • એકથી વધુ પાકની પદ્ધતિ, મધમાખી ઉછેર, સૌર પંપ, સૌર ઊર્જા ઉત્પાદનનો નૉન ક્રોપિંગ સિઝનમાં સમાવેશ કરાશે.

 

  • પ્રધાનમંત્રી કુસુમ યોજનાનું વિસ્તરણ કરવામાં આવશેઃ
    • અલાયદા સૌર પંપની સ્થાપના માટે 20 લાખ ખેડૂતોને સગવડ આપવામાં આવશે.
    • વધુ 15 લાખ ખેડૂતોને તેમના સોલારાઈઝ્ડ ગ્રિડ કનેક્ટેડ પમ્પ સેટ માટે સહાય કરવામાં આવશે. આ યોજનાના કારણે ખેડૂતો તેમની ઉજ્જડ/વેરાન જમીન ઉપર સૌર પાવર ઉત્પાદન ક્ષમતા ઉભી કરીને તેનું ગ્રિડને વેચાણ કરી શકશે.

 

  • ગ્રામ સંગ્રહ ક્ષમતાઃ
    • આ યોજના સ્વ-સહાય જૂથો મારફતે ચલાવવામાં આવશે અને તેના કારણે ખેડૂતોની અનાજ સંઘરવાની ક્ષમતા વધશે અને તેમના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે.
    • મહિલાઓ, સ્વ-સહાય જૂથો તેમનું ધન્ય લક્ષ્મી તરીકેનું સ્થાન ફરીથી પ્રાપ્ત કરશે.

 

  • નાબાર્ડ જીઓ-ટેગ કૃષિ વેરહાઉસનું મેપીંગ કરશે અને કોલ્ડ સ્ટોરેજ, રિફર વાન વગેરે સુવિધાઓમાં સહાય કરશે.
  • વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (ડબલ્યુડીઆરએ)ના ધોરણો અનુસાર સંગ્રહની ક્ષમતા ઉભી કરવામાં આવશે.
    • બ્લોક/ તાલુકા સ્તરે કાર્યક્ષમ વેરહાઉસની સ્થાપના માટે વાયેબિલીટી ગેપ ભંડોળ ઉભુ કરવામાં આવશે.
    • ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ) અને સેન્ટર વેરહાઉસિંગ કોર્પોરેશન (સીડબલ્યુસી) આ પ્રકારના વેરહાઉસના નિર્માણની કામગીરી કરશે.
  • નેગોશિએબલ વેરહાઉસીંગ રિસિપ્ટસ (ઈ-એનડબલ્યુઆર) ઉપર ધિરામને ઈ-નામ સાથે સાંકળવામાં આવશે.
  • જે રાજ્ય સરકારો મોડેલ લૉ (કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા)નું અમલીકરણ હાથ ધરશે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • પશુપાલન
    • વર્ષ 2025 સુધીમાં મિલ્ક પ્રોસેસીંગની ક્ષમતા બમણી કરવામાં આવશે. હાલમાં 108 મિલિયન ટન છે તે 53.5 મિલિયન ટન કરવામાં આવશે.
    • કૃત્રિમ વીર્યદાન જે હાલમાં 30 ટકા છે તે વધારીને 70 ટકા સુધી લઈ જવાશે.
    • ફોડર ફાર્મ્સ ઉભા કરવા માટે મનરેગા સાથે જોડવામાં આવશે.
    • પશુઓમાં ખરવાસા- મોવાસાના રોગ, ઘેટાં- બકરાંમાં ડી પેટીસ રૂમિનન્ટ (પીપીઆર) બ્રૂસિલોસીસ જેવા રોગો નાબૂદ કરવામાં આવશે.
  • દિનદયાળ અંત્યોદય યોજના- 0.5 કરોડ પરિવારોમાં 58 લાખ સ્વ-સહાય જૂથોની સ્થાપના ગરીબી નિવારણના હેતુ માટે કરવામાં આવશે.

વેલનેસ, પાણી અને સ્વચ્છતા

  • આરોગ્ય ક્ષેત્ર માટે એકંદરે રૂ. 69,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • રૂ. 69,000 કરોડમાંથી રૂ. 6400 કરોડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેવાય) માટે વપરાશે.
  • પીએમ જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ હાલમાં 20 હજારથી વધુ હોસ્પિટલોની પેનલ જાહેર કરવામાં આવી છે.
    • પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશન પદ્ધતિથી વેલિડીટી ગેપ ફંડીંગ વિન્ડો મારફતે હોસ્પિટલ્સ સ્થાપવા દરખાસ્ત કરાઈ છે.
    • જે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આયુષમાન પેનલની હોસ્પિટલો નથી તેમને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવશે.
    • મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વ્યવસ્થાનો ઉપયોગ કરીને રોગો અટકાવવા બાબતે ધ્યાન આપવામાં આવશે.
  • જન ઔષધિ કેન્દ્ર યોજના હેઠળ 200 દવાઓ અને 300 સર્જીકલ્સ વર્ષ 2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં પૂરા પાડવામાં આવશે
  • ટીબી હારેગા, દેશ જીતેગા ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝૂંબેશ હેઠળ વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવા કટિબદ્ધતિ વ્યક્ત કરાઈ છે.
  • જલ જીવન મિશન માટે રૂ. 3.60 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
    • વર્ષ 2020-21 માટે 11,500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
    • સ્થાનિક જળસ્રોતોનું સંકલન કરવામાં આવશે, હાલના સ્રોતોનું રિચાર્જીંગ કરવામાં આવશે અને વોટર હાર્વેસ્ટીંગ તથા ડીસેલિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
    • 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં આ ધ્યેય આ વર્ષે જ હાંસલ કરવામાં આવશે.
  • સ્વચ્છ ભારત મિશન માટે વર્ષ 2020-21માં રૂ. 12,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
    • ખૂલ્લામાં શૌચથી મુક્તિની વર્તણુંક જળવાઈ રહે તે માટે ઓડીએફ - પ્લસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
    • લિક્વીડ અને ગ્રે વોટર મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવશે.
    • સોલીડ વેસ્ટ કલેક્શન સોર્સ છૂટા પાડવા અને પ્રોસેસીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

શિક્ષણ અને કૌશલ્ય

  • વર્ષ 2020-21માં રૂ. 99,300 કરોડ શિક્ષણ માટે અને રૂ. 3,000 કરોડ કૌશલ્ય વિકાસ માટે ખર્ચ કરાશે.
  • ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવશે.
  • પોલિસીંગ સાયન્સ, ફોરેન્સીક સાયન્સ અને સાયબર ફોરેન્સીંક માટે નેશનલ પોલિસ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની દરખાસ્ત કરવામાં આવી છે.
  • નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેંકીંગ ફ્રેમવર્ક હેઠળ ડીગ્રી સ્તરના પૂર્ણ સમયના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ દેશની ટોચની 100 શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ કરવામાં આવશે.
  • નવા બહાર પડેલા એન્જીનિયરોને અર્બન લોકલ બોડીઝમાં એક વર્ષ સુધીની ઈન્ટર્નશીપ અપાશે.
  • આ અંદાજપત્રમાં તબીબી કોલેજોને હાલની જિલ્લા હોસ્પિટલો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પદ્ધતિથી જોડવામાં આવશે.
  • આરોગ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય સ્પેશ્યલ બ્રીજ કોર્સ ડિઝાઈન કરશે.
  • વિદેશમાં શિક્ષકો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને કેર ગીવર્સ માટેની માગ સંતોષવામાં આવશે.
  • નોકરી આપનારનાં ધોરણો મુજબનું કૌશલ્ય ધરાવતું શ્રમદળ તૈયાર કરવામાં આવશે.
  • ઉચ્ચ શિક્ષણની 150 સંસ્થાઓ એપ્રેન્ટીશીપ સાથે જોડાયેલી ડીગ્રી/ ડિપ્લોમા અભ્યાસક્રમો માર્ચ 2021 સુધીમાં શરૂ કરી દેશે.
  • એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ અને સીધા વિદેશી મૂડી રોકાણનો શિક્ષણ ક્ષેત્રને લાભ અપાશે.
  • સ્ટડી ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ એશિયન અને આફ્રિકન દેશો માટે ઈન્ડ-ફેસ્ટની દરખાસ્ત કરવામાં આવી છે.

આર્થિક વિકાસ

ઉદ્યોગ, વાણિજ્ય અને મૂડીરોકાણઃ

  • ઉદ્યોગ અને વાણિજ્યને પ્રોત્સાહન અને વિકાસ માટે રૂ. 27,300 કરોડનું ભંડોળ વર્ષ 2020-21 માટે ફાળવવામાં આવ્યું છે.
  • ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે.
  • ‘એન્ડટુએન્ડ’ સપોર્ટ પૂરો પાડવા માટે સગવડ અને સહયોગ આપવામાં આવશે.
  • પોર્ટલ મારફતે કામ કરવામાં આવશ.

 

  • નીચે દર્શાવેલા હેતુઓ માટે નેશનલ ટેકનિકલ ટેક્સટાઈલ મિશનની સ્થાપના કરવામાં આવશે.
    • અમલીકરણનો ગાળો 4 વર્ષનો એટલે કે વર્ષ 2020-21 થી વર્ષ 2023-24 સુધીનો રહેશે.
    • આ યોજનામાં અંદાજીત રૂ. 1480 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
    • યોજના મારફતે ભારતને ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનું ધ્યેય છે.

 

  • બહેતર નિકાસ ધિરાણ હાંસલ કરવા અને ધિરાણની ચૂકવણી માટેની નિર્વિક યોજના શરૂ કરવામાં આવશે અને તેમાં નીચેની જોગવાઈઓ કરવામાં આવશે.
    • વધુ ઈન્સ્યોરન્સ કવરેજ
    • નાના નિકાસકારો માટે પ્રિમિયમમાં ઘટાડો
    • દાવાઓની પતાવટ માટે સરળ પ્રક્રિયા

 

  • ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જીઈએમ) નું ટર્નઓવર રૂ. 3 લાખ કરોડ સુધી લઈ જવાની દરખાસ્ત છે.
  • નિકાસ થતા ઉત્પાદનો ઉપર જકાત, કરવેરા વગેરેમાં સુધારો કરવામાં આવશે.
    • કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે નિકાસકારોને ડિજિટલ પદ્ધતિથી રિફંડ આપવામાં આવશે અને વેરો વસૂલ કરવામાં આવશે. આ પ્રથા નહીં અપનાવવામાં આવે તો રિફંડ કે મુક્તિ અપાશે નહીં.

 

  • તમામ મંત્રાલયો પ્રધાનમંત્રીના “ઝીરો ડિફેક્ટ- ઝીરો ઈફેક્ટ” ઉત્પાદન માટે ગુણવત્તાના ધોરણો નક્કી કરતા આદેશો બહાર પાડશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ)

  • આગામી 5 વર્ષના ગાળામાં માળખાગત સુવિધાઓ માટે રૂ. 100 લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.
  • નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનઃ
    • 31 ડિસેમ્બર, 2019 સુધીમાં રૂ. 103 લાખ કરોડના પ્રોજેક્ટસ શરૂ કરવામાં આવ્યા છે.
    • વિવિધ ક્ષેત્રના 6500થી વધુ પ્રોજેકટનું તેમના કદ અને વિકાસના તબક્કા અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
  • ટૂંક સમયમાં નેશનલ લોજીસ્ટીક્સ પોલિસી બહાર પાડવામાં આવશે
    • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને મહત્વની નિયંત્રક સંસ્થાઓની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવામાં આવશે.
    • એક સિંગલ વિન્ડો ઈ-લોજીસ્ટીક્સ માર્કેટની રચના કરવામાં આવશે.
    • રોજગાર નિર્માણ, કૌશલ્યો અને એમએસએમઈ ક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા કૌશલ્ય વિકાસની તકો ઉપર ધ્યાન આપશે.
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ માટે પ્રોજેક્ટ તૈયાર કરવાની સુવિધા પૂરી પાડવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
    • યુવાન એન્જીનિયરો, મેનેજમેન્ટના સ્નાતકો અને યુનિવર્સિટીઓના અર્થશાસ્ત્રીઓને આ પ્રવૃત્તિ સાથે સક્રિયપણે જોડવામાં આવશે.
  • સરકારની ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સીઓ સ્ટાર્ટ-અપમાં યુવા શક્તિનો સમાવેશ કરશે.

ધોરીમાર્ગોઃ

  • ધોરીમાર્ગોની લંબાઈ વધારવા માટેના વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં નીચે મુજબના માર્ગોનો સમાવેશ કરવામાં આવશેઃ
    • 2500 કી.મી.ના એક્સેસ કન્ટ્રોલ હાઈવેઝ
    • 9000 કી.મી.ના ઈકોનોમિક કોરિડોર
    • 2000 કી.મી.ના કોસ્ટલ અને લેન્ડ પોર્ટ માર્ગો
    • 2000 કી.મી.ના વ્યૂહાત્મ ધોરિમાર્ગો
  • દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ વે અને અને બે અન્ય પેકેજીસ વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
  • ચેન્નાઈ- બેંગલુરૂ એક્સપ્રેસ વે ની કામગીરી શરૂ કરવામાં આવશે.
  • વર્ષ 2024 સુધીમાં ઓછામાં ઓછા 12 હાઈવે લોટસ બંડલ્સની કામગીરી માટે નાણાં વ્યવસ્થા કરવાની દરખાસ્ત છે.

 

ભારતીય રેલવેઝઃ

  • મહત્વનાં 5 પગલાઃ
    • રેલવે ટ્રેકની સાથે સાથે રેલવેની માલિકીની જમીનો ઉપર મોટી સૌર પાવર ક્ષમતા ઉભી કરવામાં આવશે.
    • પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પદ્ધતિથી 4 સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને 150 પેસેન્જર ટ્રેન્સનું સંચાલન કરવામાં આવશે.
    • પ્રસિદ્ધ પર્યટન સ્થળોને તેજસ પ્રકારની વધુ ટ્રેનો સાથે જોડવામાં આવશે.
    • મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની યોજના સક્રિયપણે વિચારાઈ રહી છે.
    • રૂ. 18,600 કરોડના ખર્ચે 148 કિ.મી. લાંબો બેંગાલૂરૂ સબરબન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે અને તેમાં મેટ્રો મોડલના ધોરણે ભાડાં લાગુ કરાશે. કેન્દ્ર સરકાર ઈક્વિટીમાં 20 ટકા હિસ્સો આપશે અને પ્રોજેક્ટ ખર્ચની 60 ટકા રકમ માટે બાહ્ય સહાય માટે સગવડ કરી આપશે.

 

  • ભારતીય રેલવેની સિદ્ધિઓઃ
    • 550 વાઈફાઈ સુવિધાઓ તેટલી જ સંખ્યાના સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે.
    • ફાટક વગરનાં ક્રોસિંગ સંપૂર્ણપણે દૂર કરાયા છે.
    • 27000 કિ.મી.ના ટ્રેકનું વિજળીકરણ કરવામાં આવશે.

બંદરો અને જળમાર્ગોઃ

  • ઓછામાં ઓછા એક પોર્ટનું કોર્પોરેટાઈઝીંગ કરવામાં આવશે અને શેર બજારમાં તેની નોંધણી કરાવવા બાબત ધ્યાનમાં લેવાશે.
  • વધુ કાર્યક્ષમ સી –પોર્ટની રચના અને વૈશ્વિક સીમાચિહ્નો હાંસલ કરવા માટે વહિવટી માળખું ગોઠવવામાં આવશે.
  • પ્રધાનમંત્રીના અર્થ ગંગા અભિગમ મુજબ નદી કાંઠે આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

વિમાન મથકોઃ

  • ઊડાન યોજનાને ટેકો પૂરો પાડવા માટે વર્ષ 2024 સુધીમાં વધુ 100 વિમાન મથકો વિકસાવવામાં આવશે.
  • હાલમાં વિમાનોનો કાફલો જે 600નો છે તે આ ગાળા દરમિયાન વધારીને 1200 કરાશે તેવી અપેક્ષા છે.

વિજળીઃ

  • ‘સ્માર્ટ’ મીટરીંગને પ્રોત્સાહિત કરાશે.
  • ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં સુધારા માટે વધુ પગલાં લેવાશે.

ઊર્જાઃ

  • વર્ષ 2020-21માં ઊર્જા અને રિન્યુએબર ઊર્જા ક્ષેત્ર માટે રૂ. 22 હજાર કરોડની દરખાસ્ત કરાઈ છે. નેશનલ ગેસ ગ્રિડ હાલમાં 16,200 કી.મી. છે, તે વિસ્તારીને 27,000 કી.મી. કરવાની દરખાસ્ત કરાઈ છે.
  • પારદર્શક રીતે ભાવ નક્કી થાય અને આર્થિક વ્યવહારોમાં આસાની થાય તે માટે વધુ સુધારા હાથ ધરવામાં આવશે.

નવું અર્થતંત્રઃ

  • નવી ટેકનોલોજીનો લાભ લેવા માટેઃ
    • ખાનગી ક્ષેત્ર ડેટા સેન્ટર પાર્કસની દેશભરમાં સ્થાપના કરે તે હેતુથી ટૂંક સમયમાં નીતિ જાહેર કરવામાં આવશે.
    • ભારતનેટ સાથે આ વર્ષે 1 લાખ ગામડાંઓને ફાયબર ટુ હોમ (એફએફટીએચ) મારફતે જોડવામાં આવશે.
    • વર્ષ 2020-21માં ભારતનેટ પ્રોગ્રામ માટે રૂ. 6000 કરોડની દરખાસ્ત કરાઈ છે.

સ્ટાર્ટ-અપ્સના લાભ માટે સૂચવાયેલા પગલાઃ

  • અપાર એપ્લિકેશન અને આઈપીઆઈરએસ માટે ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વિવિધ ટેકનોલોજી ક્ષેત્રોના નૉલેજ ટ્રાન્સલેશન ક્લસ્ટર સ્થાપવામાં આવશે.
  • કન્સેપ્ટના ડિઝાઈનીંગ, ફ્રેબિકેશન અને પ્રૂફના વેલિડેશન માટે ટેકનોલોજી ક્લસ્ટર્સ, હાર્બરીગ ટેસ્ટ બેઝ અને લઘુ કદના ઉત્પાદન એકમો સ્થાપીને તેનું વધુ વિસ્તરણ કરવામાં આવશે.
  • ભારતના જીનેટીક લેન્ડસ્કેપનું મેપીંગ કરી રાષ્ટ્રીય સ્તરની બે નવી સાયન્સ સ્કીમ શરૂ કરીને ઘનિષ્ટ ડેટાબેઝ ઉભો કરવામાં આવશે.
  • આઈડીએશન અને સ્ટાર્ટ-અપ્સના શરૂઆતના વિકાસ ગાળા માટે તથા સીડ ફંડ ઉભુ કરાશે.
  • પાંચ વર્ષના ગાળામાં નેશનલ મિશન ઓન ક્વોન્ટમ ટેકનોલોજીસ એન્ડ એપ્લિકેશન માટે રૂ. 8000 કરોડ ફાળવવાની દરખાસ્ત કરાઈ છે.

કાળજી લેતો સમાજઃ

આ ક્ષેત્રમાં નીચેની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશેઃ

  • મહિલાઓ અને બાળકો
  • સામાજિક કલ્યાણ
  • સંસ્કૃતિ અને પર્યટન
  • નાણાંકિય વર્ષ 2020-21માં પોષણલક્ષી કાર્યક્રમો માટે રૂ. 35,600 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • મહિલા સંબંધિત કાર્યક્રમો માટે રૂ. 28,600 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.
  • માતૃત્વમાં પ્રવેશતી કન્યાની વય અંગેના મુદ્દે ટાસ્ક ફોર્સ રચવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે તેની ભલામણો 6 માસમાં રજૂ કરશે.
  • ટેકનોલોજીસની વ્યાપક સ્વિકૃતિ માટે નાણાંકિય સહયોગના હેતુથી આવાસ અને શહેરી મંત્રાલયે ગટરોનું મેન્યુઅલ ક્લિનીંગ (વ્યક્તિ પોતે ગટરમાં ઉતરીને સાફ-સફાઇ કરે) ના થાય તે સુનિશ્ચિત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો સેપ્ટી ટેન્કસ પૂરી પાડવામાં આવશે.
  • અનુસૂચિત જાતિઓ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે વર્ષ 2020-21માં રૂ. 85,000 કરોડ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
  • અનુસૂચિત જન જાતિઓના વધુ વિકાસ અને કલ્યાણ માટે રૂ. 53,700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વર્ષ 2020-21માં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટેની જોગવાઈ વધારીને રૂ. 9500 કરોડ કરવામાં આવી છે.

સંસ્કૃતિ અને પ્રવાસનઃ

  • પર્યટન પ્રવૃત્તિના પ્રોત્સાહન માટે વર્ષ 2020-21માં રૂ. 2500 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2020-21માં રૂ. 3,150 કરોડ ફાળવવાની દરખાસ્ત કરી છે.
  • સંસ્કૃતિ મંત્રાલય હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ હેરિટેજ એન્ડ કન્ઝર્વેશનની રચના કરવાની દરખાસ્ત છે અને તેને ડિમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવશે.
  • 5 આર્કિઓલોજીકલ સાઈટસને આદર્શ સ્થળો તરીકે ઓન-સાઈટ મ્યુઝિયમ્સ સાથે વિકસાવવામાં આવશેઃ
    • રાખીગઢી (હરિયાણા)
    • હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ)
    • શીવસાગર (આસામ)
    • ધોળાવીરા (ગુજરાત)
    • અદિચન્નાલૂર (તામિલ નાડુ)

 

  • પ્રધાનમંત્રીએ જાન્યુઆરી 2020માં જાહેરાત કરી છે કે કોલકતા ખાતેના ઇન્ડિયન મ્યુઝિયમનું પુનઃનિર્માણ કરવામાં આવશે.
  • ન્યુમીસમેટીક્સ એન્ડ ટ્રેડ મ્યુઝિયમ કોલકતાના ઐતિહાસિક ઓલ્ડ મીન્ટ બિલ્ડીંગમાં ખસેડવામાં આવશે.
  • દેશભરમાં ચાર વધુ મ્યુઝિયમનુ રિનોવેશન અને રિક્યુરેશન કરવામાં આવશે.
  • રાંચી, ઝારખંડમાં આદિવાસી મ્યુઝિયમની સ્થાપના માટે સહયોગ પૂરો પાડવામાં આવશે.
  • શિપિંગ મંત્રાલય અમદાવાદ નજીક હડ્ડપન યુગના મેરીટાઈમ સ્થળે લોથલ ખાતે મેરીટાઈમ મ્યુઝિયમની સ્થાપના કરશે.
  • રાજ્ય સરકારો કેટલાક સુનિશ્ચિત સ્થળોએ સંસ્થાઓની રચના માટે રોડ મેપ તૈયાર કરશે અને સ્થળો નક્કી કરશે તો વર્ષ 2021 દરમિયાન નાણાંકિય સહાય ઉપલબ્ધ કરાશે. આ દરખાસ્ત સામે વર્ષ 2020-21માં રાજ્યોને ચોક્કસ ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે.

 

 

પર્યાવરણ અને આબોહવામાં પરિવર્તન

  • વર્ષ 2020-21 માટે આ કામગીરી હાથ ધરવા રૂ. 4400 કરોડની ફાળવણી કરવામાં આવી.
  • યુટિલિટી કંપનીઓને પૂર્વનિર્ધારિત ધારાધોરણોથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરતાં જૂનાં થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવાની સલાહ આપવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી.
  • જે રાજ્યોએ એક મિલિયનથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવા માટે યોજનાઓ બનાવી છે અને એના પર અમલ કર્યો છે એમને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • પ્રધાનમંત્રીએ દિલ્હીમાં સચિવાલય સાથે કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાઇલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ) શરૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પછી આ પ્રકારની આ બીજી પહેલ છે.
  • વહીવટી
  • સ્વચ્છ, ભ્રષ્ટાચારમુક્ત, નીતિ સંચાલિત, સારો આશય ધરાવતો અને સૌથી વધુ મહત્વપૂર્ણ વિશ્વાસ ધરાવતો વહીવટ કરવામાં આવશે.
  • કાયદામાં કરદાતા ચાર્ટર સામેલ કરવામાં આવશે, જે કરવેરાના વહીવટમાં નિષ્પક્ષતા અને અસરકારકતા લાવશે.
  • પની ધારામાં સુધારો કરવામાં આવશે, જેથી એમાં વિવિધ જોગવાઈ સામેલ કરવામાં આવશે, જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે, ચોક્કસ પ્રકારની ગુનાહિત જવાબદારી, જે દિવાની હોય.

o પરીક્ષા પછી સુધારો કરવા માટે આ પ્રકારની જોગવાઈ ધરાવતા અન્ય કાયદાઓ.

સરકાર અને સરકારી બેંકોમાં નોન-ગેઝેટેડ પદો પર ભરતી કરવા મુખ્ય સુધારા કરવામાં આવશે:

  • એક સ્વતંત્ર, વ્યાવસાયિક અને વિશેષ નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (એનઆરએ) સ્થાપિત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ કમ્પ્યુટર-આધારિત ભરતી કરવા માટે ઓનલાઇન કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેવાનો હશે.
  • દરેક જિલ્લામાં, ખાસ કરીને આકાંક્ષી જિલ્લાઓમાં ટેસ્ટ-સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
  • વિવિધ લવાદ સહિત નિમણૂક કરવા માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ શ્રેષ્ઠ પ્રતિભાઓ અને વ્યાવસાયિક નિષ્ણાતોને આકર્ષવા માટે વિશેષ સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવશે.
  • કોન્ટ્રાક્ટ ધારાને મજબૂત કરવામાં આવશે.
  • નવી નેશનલ પોલિસી ઓન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ બનાવવામાં આવશે, જેનો આશય:
  • એઆઈ સહિત લેટેસ્ટ ટેકનોલોજીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા.
  • ડેટા એકત્રીકરણનું આધુનિકીકરણ કરવાની રૂપરેખા બનાવવા, માહિતીનું સંકલન કરવા પોર્ટલ તૈયાર કરવા અને માહિતીનો સમયસર પ્રસાર કરવા.
  • વર્ષ 2022માં ભારત જી20નું અધ્યક્ષ હશે, જેની બેઠકની તૈયારી શરૂ કરવા રૂ. 100 કરોડનું ફંડ ફાળવવામાં આવશે.
  • ઉત્તર પૂર્વ ભારતનાં રાજ્યોનો વિકાસ:
  • સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરીને ફંડનાં પ્રવાહમાં સુધારો કરવામાં આવ્યો.
  • બહુપક્ષીય અને દ્વિપક્ષીય ફંડિંગ સંસ્થાઓને નાણાકીય સહાય માટે વિસ્તૃત સુલભતા.

કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખનો વિકાસ:

  • નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 30,757 કરોડની રકમ પ્રદાન કરવામાં આવી છે.
  • કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ માટે રૂ. 5,958 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે.

નાણાકીય ક્ષેત્ર

  • સરકારી બેંકોની કામગીરીમાં સુધારા:
  • 10 બેંકોને 4 બેંકોમાં વિલય કરવામાં આવી.
  • રૂ. 3,50,000 કરોડનું મૂડીભંડોળ ઉમેરવામાં આવ્યું.
  • સરકારી બેંકોની કામગીરીમાં પારદર્શકતા લાવવા અને વધારે વ્યાવસાયિકતા લાવવા વહીવટી સુધારા હાથ ધરવામાં આવશે.
  • થોડી સરકારી બેંકોને વધારાની મૂડી ઊભી કરવા મૂડીબજારમાં જવા પ્રોત્સાહન આપવામાં આવશે
  • ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી)એ ડિપોઝિટ વીમા કવરેજ ડિપોઝિટર દીઠ રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની મંજૂરી આપી.
  • શીડ્યુલ્ડ કમર્શિયલ બેંકની સ્થિતિ પર મજબૂત વ્યવસ્થા દ્વારા નજર રાખવામાં આવશે, જેથી થાપણદારોનાં નાણાં સલામત રહે.
  • બેંકિંગ નિયમન ધારામાં સુધારો કરીને સહકારી બેંકોને મજબૂત કરવામાં આવશે, જે માટે:
  • વ્યાવસાયિકતામાં વધારો કરવામાં આવશે.
  • મૂડીની સુલભતામાં વધારો કરવામાં આવશે.
  • આરબીઆઈ દ્વારા મજબૂત બેંકિંગ માટે વહીવટ અને નિરીક્ષણ સુધારવામાં આવશે.
  • એનબીએફસીની ઋણ વસૂલાત માટેની લાયકાતની મર્યાદા ઘટાડવામાં આવશે:
  • એસેટની સાઇઝ રૂ. 500 કરોડથી રૂ. 100 કરોડ.
  • લોનની સાઇઝ રૂ. 1 કરોડથી રૂ. 50 લાખ.
  • બેંકિંગ સિસ્ટમમાં ખાનગી મૂડી:
  • સરકાર આઇડીબીઆઈ બેંકમાં એના બાકીના હિસ્સાનું વેચાણ સ્ટોક એક્સચેન્જ દ્વારા ખાનગી, રિટેલ અને સંસ્થાગત રોકાણકારોને કરશે.
  • રોજગારીમાં સરળ મોબિલિટી:
  • યુનિવર્સલ પેન્શન કવરેજમાં ઓટોમોટિક નોંધણી.
  • સંચિત ભંડોળને સલામત રાખવા આંતર-કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
  • પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ધારામાં સુધારો કરવામાં આવશે, જેનો આશય:
  • પીએફઆરડીએઆઈની નિયમનકારી કામગીરીને મજબૂત કરવાનો છે.
  • પીએફઆરડીએઆઈમાંથી સરકારી કર્મચારીઓ માટે એનપીએસને અલગ કરવાની સુવિધા આપવાનો છે.
  • સરકાર સિવાયની કંપનીઓને પેન્શન ટ્રસ્ટની સ્થાપના કરવા સક્ષમ બનાવવાનો છે.
  • ફેક્ટર નિયમન ધારા, 2011માં સુધારો કરવામાં આવશે, જેનો આશય:
  • એનબીએફસીને TReDS દ્વારા એમએસએમઈને ઇનવોઇસ ધિરાણની સુવિધા આપવા સક્ષમ બનાવવી
  • બેંકો દ્વારા એમએસએમઈનાં ઉદ્યોગસાહસિકો માટે વૈકલ્પિક ઋણ પ્રદાન કરવા નવી યોજના
  • અર્ધ-ઇક્વિટી તરીકે ગણી શકાશે.
  • ક્રેડિટ ગેરન્ટી ફોર મીડિયમ એન્ડ સ્મોલ આંત્રપ્રિન્યોર્સ (સીજીટીએમએસઇ) દ્વારા સંપૂર્ણપણે ગેરન્ટી આપવામાં આવશે.
  • સરકાર દ્વારા સીજીટીએમએસઇ ભંડોળ વધારવામાં આવશે.
  • આરબીઆઈ દ્વારા એમએસએમઈનાં ઋણ પુનર્ગઠન માટેની તારીખ વધુ એક વર્ષ એટલે કે 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી.
  • પાંચ લાખથી વધારે એમએસએમઈને લાભ થયો છે.
  • એમએસએમઈ માટે એક એપ-આધારિત ઇનવોઇસ ફાઇનાન્સિંગ લોન પ્રોડક્ટ લોંચ થશે.
  • ચુકવણીમાં વિલંબ અને એના કારણે રોકડ પ્રવાહને થતી અસરની સમસ્યાનું સમાધાન કરવા
  • એમએસએમઈના નિકાસને વેગ:
  • ફાર્માસ્યુટિકલ્સ, ઓટો ઘટકો અને અન્ય જેવા પસંદગી થયેલા ક્ષેત્ર માટે.
  • સિડબી સાથે સંયુક્તપણે એક્ઝિમ બેંક દ્વારા રૂ. 1000 કરોડની યોજના શરૂ કરવામાં આવી છે.
  • ટેકનોલોજી સુધારવા, સંશોધન અને વિકાસ માટે, વ્યાવસાયિક વ્યૂહરચના વગેરે માટે વ્યવહારિક સાથસહકાર.
  • નાણાકીય બજાર
  • બોન્ડ માર્કેટની કામગીરી વધારવામાં આવશે.
  • સરકારી સીક્યોરિટીની ચોક્કસ કેટેગરીઓ સંપૂર્ણપણે બિનનિવાસી રોકાણકારો માટે પણ ખોલવામાં આવશે.
  • કોર્પોરેટ બોન્ડમાં એફપીઆઈ મર્યાદા 9 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો.
  • નાણાકીય સમજૂતીઓનું સંપૂર્ણપણે પાલન કરવા માટે વ્યવસ્થા સ્થાપિત કરવા નવો કાયદો ઘડવામાં આવશે.
  • ધિરાણ ચૂકની અદલાબદલીનો અવકાશ વધારવામાં આવશે.
  • સરકારી સીક્યોરિટીને કારણે મુખ્યત્વે ઋણ આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ નવા ડેટ-ઇટીએફ દ્વારા વધારવામાં આવ્યું.
  • રિટેલ રોકાણકારો, પેન્શન ફંડ અને લાંબા ગાળાનાં રોકાણકારોને આકર્ષક સુલભતા આપવા.
  • એનબીએફસીની નાણાકીય પ્રવાહિતતાની ખેંચ દૂર કરવા યુનિયન બજેટ 2019-20 પછી બનાવવામાં આવેલી ફોર્મ્યુલા માટે આંશિક ધિરાણ ગેરન્ટી યોજના.
  • આને વધારવા નવી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે.
  • સીક્યોરિટીને સરકારી ટેકો, જેથી એનો પ્રવાહ સતત જળવાઈ રહે.
  • માળખાગત ક્ષેત્રને ધિરાણ
  • અગાઉ જાહેર થયેલા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ્સને રૂ. 103 લાખ કરોડ.
  • આઇઆઇએફસીએલ અને એનઆઇઆઇએફની પેટાકંપની જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીઓને ઇક્વિટી સપોર્ટ આપવા રૂ. 22,000 કરોડ.
  • આઇએફએસસી, ગિફ્ટ સિટી: આંતરરાષ્ટ્રીય ધિરાણનું કેન્દ્ર તેમજ હાઈ એન્ડ ડેટા પ્રોસેસિંગ સેન્ટર બનવાની સંપૂર્ણ ક્ષમતા
  • નિયમનકારની મંજૂરી સાથે આંતરરાષ્ટ્રીય બજારનાં સહભાગીઓ દ્વારા વેપાર માટે વધારાનાં વિકલ્પ તરીકે ઇન્ટરનેશનલ બુલિયન એક્સેચન્જ સ્થાપિત કરવામાં આવશે

ડિસઇન્વેસ્ટમેન્ટ

  • સરકાર ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) દ્વારા એના હિસ્સાનું વેચાણ કરશે.

રાજકોષીય વ્યવસ્થાપન

  • પંદરમું નાણાં પંચ (એફસી):
  • પંદરમા નાણાં પંચે નાણાકીય વર્ષ 2020-21 માટે એનો પ્રથમ રિપોર્ટ રજૂ કર્યો છે
  • નોંધપાત્ર પગલામાં ભલામણો સ્વીકારવામાં આવી છે
  • 2021-22 માટે શરૂઆત કરીને પાંચ વર્ષ માટે એનો અંતિમ રિપોર્ટ વર્ષનાં અંતિમ ભાગમાં રજૂ કરવામાં આવશે.

જીએસટી વળતર ફંડ:

  • વર્ષ 2016-17 અને 2017-18ની આવકમાંથી બાકી રહેલી સિલકને ફંડમાં બે હપ્તામાં હસ્તાંરિત કરવામાં આવશે.
  • અહીં હવે પછી જીએસટી વળતર સેસ દ્વારા પ્રાપ્ત થયેલી આવકને ફંડ તરીકે હસ્તાંતરિત કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓ અને કેન્દ્ર સરકારનાં ક્ષેત્રોની યોજનાઓની કાયાપલટ કરવી જરૂરી:
  • તેમને ભવિષ્યની વિકાસશીલ સામાજિક અને વિકાસશીલ આર્થિક જરૂરિયાતોને સુસંગત બનાવવી
  • દુર્લભ જાહેર સંસાધનોનો ઓછામાં ઓછો ખર્ચ થાય એ સુનિશ્ચિત કરવું
  • પારદર્શકતા અને અંદાજિત રાજકોષીય આંકડાઓની વિશ્વસનિયતા પર તાજેતરમાં થયેલી ચર્ચામાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જે પ્રક્રિયા અપનાવવામાં આવી છે એ એફઆરબીએમ ધારાને સુસંગત છે.
  • નાણાકીય વર્ષ 2020-21 માટે:
  • સુધારેલો અંદાજિત ખર્ચ: રૂ. 26.99 લાખ કરોડ
  • આવકનો સુધારેલો અંદાજ: અંદાજે રૂ.19.32 લાખ કરોડ.
  • નાણાકીય વર્ષ 2020-21 માટે:
  • જીડીપીની સાધારણ વૃદ્ધિ 10 ટકા રહેવાનું અનુમાન છે.
  • આવક: અંદાજે રૂ. 22.46 લાખ કરોડ
  • ખર્ચ: રૂ.30.42 લાખ કરોડ
  • તાજેતરમાં હાથ ધરવામાં આવેલા રોકાણને પ્રોત્સાહન આપવા કરવેરામાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યાં છે. જોકે કરવેરામાં અનુમાનિત વધારામાં સમય લાગશે.
  • રાજકોષીય ખાધ નાણાકીય વર્ષ 2019-20માં સુધારેલો અંદાજ 3.8 ટકા અને નાણાકીય વર્ષ 2020-21માં અંદાજિત ખાધ 3.5 ટકાઃ એમાં બે ઘટકો સામેલ છે;
  • નાણાકીય વર્ષ 2019-20 માટે 3.3 ટકા અને નાણાકીય વર્ષ 2020-21 માટે બજેટમાં 3 ટકાનો અંદાજ.
  • સંશોધિત અંદાજ નાણાકીય વર્ષ 2019-20 અને બજેટ અંદાજ 2020-21 બંને માટે એફઆરબીએમ ધારાની કલમ 4(3) સાથે વિચલન 0.5 ટકા સ્થિર છે. (એફઆરબીએમ ધારાની કલમ 4(2) અનપેક્ષિત રાજકોષીય નુકસાન સાથે અર્થતંત્રમાં માળખાગત સુધારાને કારણે અંદાજિત રાજકોષીય નુકસાનથી વિચલન માટેની વ્યવસ્થાને આગળ વધારવા માટેની જોગવાઈ પ્રદાન કરે છે.)
  • આ જાહેર ભંડોળના રોકાણની જરૂરિયાત સાથે સમાધાન કર્યા વિના રાજકોષીય માર્ગ આપણને મધ્યમ ગાળાની રાજકોષીય નીતિ કમ વ્યૂહાત્મક નિવેદન તરફ દોરી જશે.
  • બજારનું ઋણઃ બજારનું ચોખ્ખું ઋણઃ નાણાકીય વર્ષ 2019-20 માટે રૂ. 4.99 લાખ કરોડ અને નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 5.36 લાખ કરોડ.
  • નાણાકીય વર્ષ 2020-21 માટે સુધારાનો એક મોટો હિસ્સો મૂડીગત ખર્ચ માટે વ્યય કરવામાં આવશે, જે 21 ટકાથી વધી ગયો છે.
  • પ્રત્યક્ષ કરવેરો
  • પ્રત્યક્ષ કરવેરાની દરખાસ્તો વૃદ્ધિને વેગ આપવા, કરવેરાનું માળખું સરળ બનાવવા, નીતિનિયમોનું પાલન સરળ બનાવવા અને કાયદાકીય પ્રક્રિયા ઘટાડવા
  • વ્યક્તિગત આવકવેરો:
  • મધ્યમ વર્ગનાં કરદાતાઓને નોંધપાત્ર રાહત.
  • નવું અને સરળ વ્યક્તિગત આવકવેરાનું પ્રસ્તાવિત માળખું નીચે મુજબ છે:

કરપાત્ર આવકનાં સ્લેબ (રૂ.માં)

કરવેરાનાં હાલનાં દર

કરવેરાના નવા દર

0થી 2.5 લાખ

કરમુક્તિ

કરમુક્તિ

2.5 લાખથી 5 લાખ

5%

5%

5 લાખથી 7.5 લાખ

20%

10%

7.5 લાખથી 10 લાખ

20%

15%

10 લાખથી 12.5 લાખ

30%

20%

12.5 લાખથી 15 લાખ

30%

25%

15 લાખથી વધારે

30%

30%

 

  • નવી સરળ વ્યવસ્થામાંથી હાલની છૂટ અને મુક્તિ (100થી વધારે)માંથી 70ને દૂર કરવામાં આવશે.
  • બાકીની છૂટછાટો અને મુક્તિઓની સમીક્ષા કરવામાં આવશે અને આગામી વર્ષોમાં એને તાર્કિક બનાવવામાં આવશે.
  • નવી કરવેરા વ્યવસ્થા વૈકલ્પિક બનશે - કરદાતા જૂની વ્યવસ્થા પ્રમાણે કરવેરો ભરવાનું ચાલુ રાખી શકે છે અને એ મુજબ કરમુક્તિનો લાભ અને છૂટછાટો મેળવી શકશે.
  • પ્રી-ફિલ ઇન્કમ ટેક્ષ રિટર્ન માટેનાં પગલાં લેવાની શરૂઆત કરવામાં આવશે, જેથી નવી કરવેરા વ્યવસ્થા ઇચ્છતાં કરદાતાઓ પ્રી-ફિલ્ડ ઇન્કમ ટેક્ષ મેળવી શકે અને એમને આવકવેરાની ચુકવણી કરવા માટે નિષ્ણાતની સહાયની જરૂર નહીં રહે.
  • નવી કરવેરા વ્યવસ્થાથી દર વર્ષે અંદાજે રૂ. 40,000 કરોડની આવક ગુમાવવી પડશે.

કોર્પોરેટ કરવેરો:

  • નવી વીજ ઉત્પાદક કંપનીઓને કરવેરાનાં 15 ટકા દર લાગુ કરવામાં આવશે.
  • કોર્પોરેટ કરવેરાના દરની દ્રષ્ટિએ અત્યારે ભારત કોર્પોરેટ કરવેરાનાં દુનિયામાં સૌથી ઓછા દર ધરાવતા દેશોમાં સામેલ છે.
  • લાભાંશ વિતરણ વેરો (ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્ષ (ડીડીટી)):
  • ભારતને રોકાણ માટે વધારે આકર્ષક બનાવવા માટે ડીડીટી દૂર કરવામાં આવ્યો.
  • હોલિડે કંપનીઓ દ્વારાને એની પેટાકંપનીઓ દ્વારા પ્રાપ્ત લાભાંશ માટે મુક્તિની સુવિધા આપવામાં આવશે.
  • અંદાજે વર્ષે રૂ. 25,000 કરોડની આવક ગુમાવશે.
  • સ્ટાર્ટ-અપ્સ:
  • રૂ. 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા સ્ટાર્ટ-અપ્સને કુલ 10 આકારણી વર્ષમાંથી કોઈ પણ સતત 3 વર્ષ માટે 100 ટકા કરમુક્તિનો લાભ મળશે.
  • ઇએસઓપી પર કરવેરાની ચુકવણીની જોગવાઈ દૂર કરવામાં આવી.
  • એમએસએમઈ દ્વારા ઓછા રોકડ વ્યવહાર ધરાવતા અર્થતંત્રને પ્રોત્સાહન:
  • રોકડમાં 5 ટકાથી ઓછા વ્યાવસાયિક નાણાકીય વ્યવહારો કરતા વ્યવસાયો માટે ઓડિટ માટે ટર્નઓવરની લઘુતમ મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરવામાં આવી.
  • સહકારી સંસ્થાઓ:
  • સહકારી અને કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચે સમાનતા લાવવામાં આવશે.
  • સહકારી મંડળીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ/મુક્તિ વિના 22 ટકા કરવેરો + 10 ટકા સરચાર્જ અને 4 ટકા સેસનો વિકલ્પ પ્રદાન કરવામાં આવશે.
  • જેમ કંપનીઓને લઘુતમ વૈકલ્પિક કરવેરા (એમએટી)માંથી મુક્તિ મળે છે, તેમ સહકારી મંડળીઓને વૈકલ્પિક લઘુતમ કરવેરા (એએમટી)માંથી મુક્તિ આપવામાં આવી.
  • વિદેશી રોકાણો માટે કરવેરામાં છૂટછાટ:
  • પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો અને માળખાગત ક્ષેત્રોમાં લઘુતમ 3 વર્ષનો લોક-ઇન ગાળો ધરાવતા વિદેશી સરકારોનાં સોવેરિયન વેલ્થ ફંડમાં 31 માર્ચ, 2024 અગાઉ કરેલા રોકાણ પર વ્યાજ, ડિવિડન્ડ (લાભાંશ) અને મૂડીગત લાભની આવકને 100 ટકા કરમુક્તિ આપવામાં આવી.
  • અફોર્ડેબલ હાઉસિંગ:
  • અફોર્ડેબલ હાઉસ માટે લેવામાં આવેલી લોન પર વ્યાજ માટે રૂ. 1.5 લાખ સુધીની કરમુક્તિની તારીખ લંબાવીને 31 માર્ચ, 2021 કરવામાં આવી.
  • ડેવલપર્સને થયેલા નફા પર ટેક્ષ હોલિડેનો લાભ લેવા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સની મંજૂરીની તારીખ લંબાવીને 31 માર્ચ, 2021 કરવામાં આવી.
  • કરવેરાની સુવિધા વધારવા માટેનાં પગલાં
  • આધાર દ્વારા ઓનલાઇન ઇન્સ્ટન્ટ પેનની ફાળવણી કરવામાં આવશે.
  • વિવાદ સે વિશ્વાસયોજના, જેનો લાભ 30 જૂન, 2020 સુધી મળશે, જેનાથી પ્રત્યક્ષ કરવેરામાં કાયદાકીય વિવાદોમાં ઘટાડો થશે.:
  • વ્યાજ અને દંડમાંથી મુક્તિ 31 માર્ચ, 2020 સુધી વિવાદ થયેલા કરવેરાની ચુકવણી કરવામાં આવશે.
  • જો 31 માર્ચ, 2020 પછી લાભ લેવામાં આવ્યો હશે, તો વધારે રકમની ચુકવણી કરવી પડશે.
  • કોઈ પણ સ્તરે કેસોની વિલંબિત અપીલોમાં કરદાતાઓને લાભ થશે.
  • આવકવેરા ધારામાં સુધારો કરીને ફેસલેસ અપીલ સક્ષમ બનાવવામાં આવશે.
  • ચેરિટી સંસ્થાઓ માટે:
  • દાનની જાણકારી રિટર્નમાં અગાઉથી આપવી પડશે.
  • નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક કરવામાં આવશે.
  • તમામ નવી અને હાલની ચેરિટી સંસ્થાઓને યુનિક રજિસ્ટ્રેશન નંબર (યુઆરએન) આપવામાં આવશે.
  • ત્રણ વર્ષ માટે નવી ચેરિટી સંસ્થાઓ માટે કામચલાઉ નોંધણીને મંજૂરી આપવામાં આવશે.
  • કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી) કરદાતાનાં ચાર્ટરનો સ્વીકાર કરશે.
  • વિલિન કરાયેલી બેંકોનું નુકસાન:
  • આવકવેરા ધારામાં સુધારાવધારા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ સંસ્થાઓને વિલિન થયેલી સંસ્થાઓના નુકસાન અને અવમૂલ્યનમાંથી લાભ મળે એ સુનિશ્ચિત કરવાનો છે.
  • પરોક્ષ વેરા
  • જીએસટી:
  • ઇનવોઇસ મેળવવા ગ્રાહકોને પ્રોત્સાહન આપવા રોકડ રિવોર્ડ સિસ્ટમનો વિચાર કરવામાં આવ્યો.
  • એસએમએસ આધારિત નિલ રિટર્ન ભરવા અને ઇનપુટ ટેક્ષ ક્રેડિટનો પ્રવાહ સુધારવા જેવી ખાસિયતો સાથે રિટર્નને સરળ બનાવવામાં આવ્યું, જેનો અમલ 1 એપ્રિલ, 2020થી પ્રાયોગિક ધોરણે થશે.
  • કન્ઝ્યુમર ઇનવોઇસ માટે જીએસટીનાં ધારાધોરણો પૂર્ણ કરવા ડાયનેમિક ક્યુ-આર કોડ મેળવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી.
  • સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં મહત્વપૂર્ણ માહિતી મેળવવા ઇલેક્ટ્રોનિક ઇનવોઇસનો અમલ તબક્કાવાર રીતે થશે.
  • ડમી કે અસ્તિત્વ ન ધરાવતા એકમોની સમસ્યાનું સમાધાન કરવા કરદાતાઓનું આધાર આધારિત વેરિફિકેશન પ્રક્રિયા પ્રસ્તુત કરવામાં આવી.
  • કરવેરાનાં વિપરીત માળખાનું સમાધાન કરવા જીએસટી દરનાં માળખા પર ચર્ચા કરવામાં આવશે.
  • જકાત વેરાઓ:
  • ફૂટવેર પર જકાત વેરો 25 ટકાથી વધારીને 35 ટકા અને ફર્નિચરની ચીજવસ્તુઓ પર જકાત વેરો 20 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવ્યો.
  • ન્યૂઝ પ્રિન્ટ્સ અને ઓછું વજન ધરાવતા કોટેડ પેપરની આયાત પર મૂળભૂત જકાત વેરો 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો.
  • ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલનાં વિવિધ પાર્ટ પર જકાત વેરામાં સુધારો કરવામાં આવ્યો.
  • તબીબી ઉપકરણોની આયાત પર 5 ટકા હેલ્થ સેસ લગાવવામાં આવશે, જેમાં બીસીડીમાંથી આયાત થતાં ઉપકરણો સામેલ નથી.
  • ફ્યુઝ, રસાયણો અને પ્લાસ્ટિક જેવી ચોક્કસ આંતરિક ચીજવસ્તુઓ અને કાચા માલ પર જકાત વેરો ઘટાડવામાં આવ્યો.
  • ઓટો-પાર્ટ, રસાયણો વગેરે જેવી ચોક્કસ ચીજવસ્તુઓ પર ઊંચો જકાત વેરો, જેનું ઉત્પાદન સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રમાં પણ થાય છે.
  • વેપારી નીતિ સાથે સંબંધિત પગલાં
  • એફટીએ (મુક્ત વેપાર સમજૂતી) હેઠળ આયાત થતી ચીજવસ્તુઓની ઉચિત ચકાસણી કરવા માટે જકાત ધારાને સુધારવામાં આવ્યો છે.
  • ચોક્કસ સંવેદનશીલ ચીજવસ્તુઓ માટે એના મૂળના નિયમોની જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવશે.
  • વ્યવસ્થિત રીતે આયાત થતી ચીજવસ્તુઓમાં આ પ્રકારનાં ઊંચા વધારાનું નિયમન કરવા સક્ષમ બનવા માટે વેરાઓનું સંરક્ષણ કરવા સાથે સંબંધિત જોગવાઈઓને મજબૂત કરવામાં આવશે.
  • સબસિડાઇઝ ચીજવસ્તુઓની આયાત અને ચીજવસ્તુઓનાં ડમ્પિંગને નિયંત્રણમાં રાખવા માટેની જોગવાઈઓને મજબૂત કરવામાં આવશે.
  • ક્રાઉ-સોર્સ દ્વારા પ્રાપ્ત થતા ભંડોળને જકાત વેરામાંથી મુક્તિ આપવા માટેનાં સૂચનોની સમીક્ષા કરવામાં આવશે.
    • સિગારેટ અને તમાકુનાં અન્ય ઉત્પાદનો પર આબકારી વેરો વધારવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી, બીડીઓ પરનાં વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
    • ટેક્સટાઇલ ક્ષેત્રને લાભ આપવા પીટીએ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી રદ કરવામાં આવી.
  • ભારતીય અર્થતંત્રનાં અભૂતપૂર્વ સીમાચિહ્નો અને સિદ્ધિઓ
    • અત્યારે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે.
    • વર્ષ 2014થી વર્ષ 2019 દરમિયાન સરેરાશ વૃદ્ધિ 7.4 ટકા રહી, જેમાં મોંઘવારીનો સરેરાશ દર 4.5 ટકા હતો.
    • વર્ષ 2006થી વર્ષ 2016 દરમિયાન 271 મિલિયન લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યાં હતાં.
    • વર્ષ 2014થી વર્ષ 2019 દરમિયાન ભારતનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) વધીને 284 અબજ ડોલર થયું, જે વર્ષ 2009થી વર્ષ 2014 દરમિયાન 190 અબજ ડોલર થયું હતું.
    • કેન્દ્ર સરકારનું ઋણ જીડીપીમાં ઘટીને 48.7 ટકા (માર્ચ, 2019) થયું હતું, જે અગાઉ 52.2 ટકા (માર્ચ, 2014) હતું.
  • બે પારસ્પરિક લાભદાયક પાસાં:
  • ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં આવશે (એનાલીટિક્સ, મશીન લર્નિંગ, રોબોટિક્સ, બાયો-ઇન્ફોર્મેટિક્સ અને આર્ટિફિશિયલ્સ ઇન્ટેલિજન્સ).
  • ભારતમાં ફળદાયક વયજૂથ (15થી 65 વર્ષની વય)માં લોકોની સૌથી વધુ સંખ્યા.
  • જીએસટીએ વ્યવસ્થામાં ઘણાં અવરોધો દૂર કર્યા હતા.
  • ડિજિટલ ક્રાંતિ દ્વારા સંચાલિત ભારતની વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય લીડરશિપને જાળવવા માટે ભવિષ્યનાં ઉદ્દેશ
    • ડિજિટલ ગવર્નન્સ દ્વારા સેવાઓ સતત અને સાતત્યપૂર્ણ રીતે પ્રદાન કરવામાં આવશે.
    • નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન દ્વારા જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે.
    • આફતને તકમાં ફેરવીને જોખમને લઘુતમ કરવામાં આવશે.
    • પેન્શન અને વીમાની પહોંચ વધારીને સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવામાં આવશે.

 

SD/DS/GP/RP



(Release ID: 1601573) Visitor Counter : 4438