સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ચીનથી પરત આવેલા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા

Posted On: 30 JAN 2020 12:47PM by PIB Ahmedabad

તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે તમારે જાણવા જેવી તમામ માહિતી

ચીનમાં નવા ફેલાઈ રહેલા કોરોના વાયરસને કારણે અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવા કેસ ધ્યાનમાં આવ્યા હોવાનુ જણાયુ છે. કોરોના વાયરસથી સામાન્ય શરદી થવાથી માંડીને મિડલ-ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS - શ્વાસની ગંભીર બીમારી) અને સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ (SARS-CoV) જેવી ઘાતક બિમારીઓ થઈ શકે છે.

આ બીમારીનાં લક્ષણો કેવા છે ?

તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોના વાયરસથી ફેલાતા રોગનાં સામાન્ય લક્ષણો છે.

તમારી જાતને તથા અન્યને બીમાર થતાં કેવી રીતે બચાવી શકાય ?

જો તમે નજીકના સમયમાં ચીન જઈને આવ્યા હોવ તો (છેલ્લા 14 દિવસની અંદર) અથવા તો કોરોના વાયરસગ્રસ્ત વ્યક્તીનો ચેપ લાગ્યો હોય તેવી સંભાવના હોય તો, મોટા ભાગના લોકોને માર્ગદર્શનની જરૂર પડે છે. તમને નીચે મુજબ સલાહ આપવામાં આવે છે:

  • ઘરે પરત આવ્યા પછી 14 દિવસ સુધી એકલા રહેવાનુ પસંદ કરો
  • અલાયદા ખંડમાં સુઓ.
  • પરિવારના અન્ય સભ્યો સાથે મર્યાદિત સંપર્ક રાખો અને મુલાકાતીઓને મળવાનુ ટાળો.
  • જ્યારે કફ આવતો હોય અથવા છીંકો આવતી હોય ત્યારે નાક અને મોં ઢાંકેલુ રાખો.
  • શરદી અથવા ફલૂ નાં લક્ષણો ધરાવતા કોઈની સાથે પણ સંપર્ક ટાળો. (કોઈ પણ વ્યક્તિથી ઓછામાં ઓછુ એક મીટર અંતર રાખો.)
  • નીચે દર્શાવેલી સ્થિતિમાં ઘરની તમામ વ્યક્તિઓએ હંમેશાં સ્વચ્છતા જાળવવી જોઈ અને હાથ ધોવા જોઈએ
  • છીંક કે કફ આવે ત્યારે
  • તમે જો કોઈ બીમાર વ્યક્તિની સંભાળ લેતા હોવ તો
  • રસોઇ કરતા પહેલા, તે દરમિયાન અને તે પછી
  • જમતા પહેલાં,
  • શૌચાલયનો વપરાશ કર્યા પછી,
  • જ્યારે હાથ ગંદા હોય ત્યારે
  • કોઈ પ્રાણીનો સંપર્ક થયા પછી, કે પ્રાણીજન્ય કચરાનો નિકાલ કર્યા પછી
  • જો તમને ચીનથી પરત આવ્યા પછીના 28 દિવસમાં કોઈ તાવ આવે તો અથવા કફ થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તો નીચે મુજબનાં પગલાં લેવાં.
  • તુરત જ માસ્ક પહેરી લો અને સલાહ આપ્યા મુજબ નજીકના તબીબી એકમને જાણ કરો
  • જરા પણ ગભરાઈ જશો નહી.
  • વધુ પૂછપરછ માટે કન્ટ્રોલ રૂમ નં. 011-23978046ને ફોન કરો અથવા ncov2019[at]gmail[dot]com પર ઈ - મેઈલ કરો


(Release ID: 1601096) Visitor Counter : 289