પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચન્દ્ર બોઝની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 JAN 2020 1:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચન્દ્ર બોઝની જયંતી પર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “23 જાન્યુઆરી 1897ના રોજ જાનકીનાથ બોઝે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે મધ્યરાત્રિએ પુત્ર જન્મ થયો આ પુત્ર બહાદુર સ્વાતંત્ર્ય સૈનિક અને વિચારક બન્યો, જેણે પોતાનું આખું જીવન એક ઉમદા કાર્ય માટે સમર્પિત કરી દીધું – ભારતની આઝાદીહું નેતાજી બોઝની વાત કરી રહ્યો છુ. આજે તેમની જયંતી પર તેને ગર્વથી યાદ કરીએ છે.

ભારત નેતાજી સુભાષચન્દ્ર બોઝને બહાદુરી અને સંસ્થાનવાદને અટકાવવા માટે તેમના અદ્વિતીય યોગદાન માટે હંમેશા આભારી રહેશે. એ હંમેશા એમના સાથી ભારતીયોની પ્રગતિ અને ભલાઈ માટે ઊભા રહ્યા હતા.”

 

DS/RP



(Release ID: 1600321) Visitor Counter : 143