યુવા બાબતો અને રમત મંત્રાલય

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની ત્રીજી એડિશન ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે શરૂ થશે

20 રમતોમાં દેશનાં 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં આશરે 6,800 રમતવીરો મેદાનમાં ઉતરશે

ગો-ગ્રીન પ્રોગ્રામ અંતર્ગત સ્થળો પર ઇલેક્ટ્રિક કારોનો ઉપયોગ થશે

Posted On: 08 JAN 2020 5:37PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-01-2020

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની ત્રીજી એડિશન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ રમતોત્સવ 10થી 22 જાન્યુઆરી, 2020 સુધી ગૌહાટીમાં યોજાશે. એનો ઉદ્ઘાટન સમારંભ 10 જાન્યુઆરીનાં રોજ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાશે, જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી કિરેન રિજિજુની સાથે રમતજગતનાં અનેક સિતારાઓ સામેલ થશે. આ સિતારાઓમાં અસમની આન-બાન-શાન હિમા દાસ સામેલ હશે.

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની ત્રીજી એડિશન વિશે વાત કરતાં અસમનાં મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું હતું કે, “અમને ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની ત્રીજી એડિશનનું આયોજન કરવાની ખુબ ખુશી છે. આ સ્પર્ધાએ ભારતમાં રમતગમતમાં ક્રાંતિ શરૂ કરી છે અને અમને આ ટૂર્નામેન્ટનું આયોજન અસમમાં થઈ રહ્યું છે એની જાહેરાત કરતાં ગર્વ થાય છે. હું તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવું છું.” શ્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સે રમતગમતને પોતાના રોજિંદા જીવનમાં સામેલ કરવા આ દેશની યુવા પેઢીને પ્રેરિત કરી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સ્પર્ધાની ત્રીજી એડિશન ઉત્તર પૂર્વનાં યુવાનો પર વ્યાપક અસર કરશે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનાં  સાક્ષી બનશે.

દેશનાં 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આશરે 6,800 રમતવીરો આ રમતોત્સવમાં કુલ 20 રમતોમાં એકબીજાનો મુકાબલો કરશે. આ એડિશનમાં લૉન બૉલ્સ અને સાઇકલિંગને ઉમેરવામાં આવી છે. આ રમતોત્સવ ગૌહાટીમાં આઠ સ્થળો પર એકસાથે યોજાશે, જેમાં વિવિધ રમતો યોજાશે. આ સ્થળો કુલ 10,000 લોકો સામેલ થઈ શકશે, જેમાં રમતવીરો, અધિકારીઓ, સ્વયંસેવકો અને સપોર્ટ સ્ટાફ સામેલ છે.

ઉદ્ઘાટન સમારંભ 10 જાન્યુઆરીનાં રોજ યોજાશે, જેમાં 400થી વધારે કાસ્ટ મેમ્બર્સ, 400થી વધારે ટેકનિકલ અને સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ પર કાર્યરત રહેશે. આ રીતે સમારંભ આંતરરાષ્ટ્રીય સ્તરનો બની રહેશે. લાઇટિંગ અને ટેકનોલોજીનો ઇનોવેટિવ ઉપયોગ કરવાની સાથે અદ્યતન શો પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જે ઉદ્ઘાટન સમારંભનું હાર્દ બની જશે. રાજ્યનાં નાયકો સાથે અસમનું કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક સંપત્તિની ઉજવણી કરવા વિશેષ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ ભવ્ય ઉદ્ગાટન સમારંભમાં અસમમાંથી વિવિધ જાતિય સમુદાયો એમની આગવી કળાઓનું પ્રદર્શન કરશે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ચેમ્પિયન બનાવતી આ રમતોત્સવ તમામ ભારતીયોને તેમનાં રોજિંદા જીવનમાં ફિટનેસને સામેલ કરવા પ્રેરિત કરે છે, જે આ શૉનું મહત્ત્વપૂર્ણ પાસું પણ છે.

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની ત્રીજી એડિશનમાં સરકાર દ્વારા કેટલીક સૌપ્રથમ પહેલો જોવા મળી છે, જેમાં રમતવીરોની કોલકાતા અને દિલ્હીથી ગૌહાટી સુધી અવરજવર માટે પ્રતિબદ્ધ વિમાનો, ગો-ગ્રીન પ્રોગ્રામ સામેલ છે. ગો ગ્રીન પ્રોગ્રામમાં આયોજન સ્થળો પર ઇલેક્ટ્રિક કારો જોવા મળશે. ટૂર્નામેન્ટનાં વિજેતાઓને ખેલો ઇન્ડિયા શિષ્યાવૃત્તિ ઉપરાંત અસમ સરકારે વિજેતાઓને રોકડ ઇનામોની જાહેરાત પણ કરી છે.

યજમાન રાજ્ય મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટને આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધા સાથે હાથ ધરવા સંપૂર્ણપણે સજ્જ છે તેમજ દુનિયાભરમાંથી વિવિધ રમતો માટે ઉપકરણો મંગાવવામાં આવ્યાં છે.

વિવિધ રાજ્યોનાં રમતવીરો અને અધિકારોને રમતજગતનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા આતિથ્ય-સત્કાર કરવા માટે પ્રતિબદ્ધ ટીમ બનાવવામાં આવી છે તેમજ શહેરમાં 100થી વધારે હોટેલનું બુકિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે રેલવે સ્ટેશનો, બસ ટર્મિનલો અને એરપોર્ટ પર વેલ્કમ ડેસ્ક સેટઅપ સ્થાપિત કરવામાં આવ્યું છે.

 

NP/GP/DS



(Release ID: 1598869) Visitor Counter : 204