પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું

Posted On: 03 JAN 2020 12:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગાલુરુની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (આઈએસસી) નું ઉદ્દઘાટન કર્યું હતું.

ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતના વિકાસની વાતો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં તેની ઉપલબ્ધિઓ પર આધારિત છે. ભારતીય વિજ્ઞાન તકનીક અને શોધના ક્ષેત્રમાં ધરમૂળથી ક્રાંતિ લાવવાની જરૂર છે."

"આ દેશમાં યુવા વૈજ્ઞાનિકો માટેનો મારો ધ્યેય રહ્યો છે - ઇનોવેટ, પેટન્ટ, નિર્માણ અને સમૃદ્ધિ." તેમણે કહ્યું કે આ ચાર પગલા ભારતને ઝડપી વિકાસ તરફ દોરી જશે. તેમણે વધુમાં જણાવ્યુ કે "કોઈ પણ આવિષ્કાર લોકો માટે અને લોકો દ્વારા એ આપણા 'ન્યુ ઈન્ડિયા' ની દિશા છે.

તેમણે કહ્યું કે, "નવા ભારતને તકનીકીની અને તાર્કિક સ્વભાવની પણ જરૂર છે, જેથી આપણે આપણા સામાજિક અને આર્થિક ક્ષેત્રને નવી દિશા આપી શકીએ. વિજ્ઞાન અને તકનીક દરેકને વિકાસ કરવાની ઉજ્વળ તકો પ્રદાન કરે છે અને તે સમાજમાં એકરૂપ થવાની ભૂમિકા પણ ભજવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હવે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકમાં થયેલા વિકાસથી દેશના દરેક લોકોને સસ્તા સ્માર્ટ ફોન અને સસ્તા ડેટા પ્રદાન કરવામાં સક્ષમ બન્યા છીએ. પહેલા આ બધાને સવલતો તરીકે જોવામાં આવતું હતું. આનાથી સામાન્ય લોકો હવે પોતાને સરકારથી અલગ કે દૂર નથી માનતા. હવે તે સીધા સરકાર સાથે જોડાઈ શકે છે અને તેમની વાત મૂકી શકે છે

પ્રધાનમંત્રીએ યુવા વૈજ્ઞાનિકોને ગ્રામીણ વિકાસના ક્ષેત્રે કાર્ય કરવા પ્રોત્સાહન આપ્યું જ્યાં સસ્તી અને સારી આવિષ્કાર માટેની અનેક તકો છે.

 

107મી આઈએસસી - "સાયન્સ એન્ડ ટેકનોલોજી: રૂરલ ડેવલપમેન્ટ" ની થીમનો સંદર્ભ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર વિજ્ઞાન અને તકનીકીના કારણે જ સરકારી કાર્યક્રમો જરૂરીયાતમંદો સુધી પહોંચ્યા છે.

તેમણે જણાવ્યુ કે પીઅર-રીવ્યુ સાયન્સ એન્ડ પબ્લિકેસન પ્રમાણે ભારત હવે વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. મને કહેવામાં આવ્યું છે કે પીઅર-રીવ્યુ સાયન્સ એન્ડ પબ્લિકેશન પ્રમાણે એન્જિનિયરિંગ પ્રકાશનોની સંખ્યામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વૈશ્વિક સરેરાશ 4% ની તુલનામાં તે લગભગ 10% ના દરે પણ વધી રહ્યો છે,”

તેમણે ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગમાં 52માં ક્રમાંકની સુધારણા વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારી કાર્યક્રમોએ છેલ્લા 50 વર્ષ કરતા છેલ્લા 5 વર્ષમાં વધુ ઇન્ક્યુબેટર બનાવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સુશાસનના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે અમારી સરકાર પીએમ-કિસાન કાર્યક્રમ અંતર્ગત 6 કરોડ લાભાર્થીઓને હપ્તા આપી શકી . આ ફક્ત આધાર સક્ષમ ટેક્નોલોજીને કારણે જ શક્ય બન્યું હતું”, એ જ રીતે તેમણે કહ્યું કે ટેકનોલોજીના ઉપયોગને કારણે જ શૌચાલયો બનાવવા અને ગરીબોને વીજળી આપવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું હતું કે જીઓ ટેગિંગ અને ડેટા સાયન્સની તકનીકીને કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઘણા પ્રોજેક્ટ સમયસર પૂરા થઈ શકશે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "અમે વિજ્ઞાનની સરળતા સુનિશ્ચિત કરવા માટે માહિતી તકનીકીનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે અમારા પ્રયત્નો ચાલુ રાખી રહ્યા છીએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન, ઇ-કોમર્સ, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓ ગ્રામીણ વસ્તીને નોંધપાત્ર મદદ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઘણી ગ્રામીણ વિકાસ પહેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે, ખાસ કરીને અસરકારક કૃષિ અને ખેડૂત માટે ગ્રાહક સપ્લાય ચેન નેટવર્કમાં.

તેમણે દરેકને વિનંતી કરી કે પરાળી બાળવી, ભૂગર્ભ જળના કોષ્ટકોની જાળવણી, સરળતાથી ઈલાજ થઈ શકે એવા રોગો, પર્યાવરણને અનુકૂળ પરિવહન જેવા વિષયો માટે તકનીકી ઉકેલ શોધે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં વિસ્તૃત કરવામાં વિજ્ઞાન અને તકનીકીની મુખ્ય ભૂમિકા છે.

પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે આઈ-સ્ટેમ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું.

NP/GP/DS


(Release ID: 1598368) Visitor Counter : 329