મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘નારી શક્તિ પુરસ્કાર 2019’ માટે આવેદન મંગાવ્યા
Posted On:
26 DEC 2019 12:26PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 26-12-2019
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વર્ષ 2019 માટે ‘નારી શક્તિ પુરસ્કાર’ માટે આવેદન મંગાવ્યા છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રતિ વર્ષ એ વ્યક્તિઓ, સમૂહો અને સંસ્થાઓને અપાય છે, જેમણે મહિલા સશક્તિકરણ, ખાસ કરીને નિર્બળ અને પછાત મહિલાઓના અધિકાર માટે અસાધારણ યોગદાન આપ્યું હોય.
8 માર્ચ, 2020ના રોજ ઉજવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે લગભગ 40 ‘નારી શક્તિ પુરસ્કાર’ પ્રદાન કરાશે.
આ પુરસ્કાર માટે જરૂરી માનદંડ અને દિશા-નિર્દેશોની વિગત www.narishaktipuraskar.wcd.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ છે. આવેદન / નોંધણી ઓનલાઈન પોર્ટલ પર જ સ્વીકારાશે. આવેદન / નોંધણી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી, 2020 છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જ મહિલાના કલ્યાણ સાથે જોડાયેલ નોડલ તેમજ પ્રમુખ મંત્રાલય છે. આ મંત્રાલય મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં મુખ્ય સંગઠનો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી વિશિષ્ઠ સેવાઓ માટે તેમને નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરે છે, જે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવે છે.
NP/DP/GP
(Release ID: 1597678)
Visitor Counter : 258