મંત્રીમંડળ
મંત્રીમંડળે 4 સ્ટાર જનરલ રેન્કમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ પદનું સર્જન કરવાની મંજૂરી આપી
Posted On:
24 DEC 2019 5:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જે મુજબ દેશમાં ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થાપનમાં જબરદસ્ત સુધારાની સાથે 4 સ્ટાર જનરલ રેન્કમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી હતો, જેનો પગાર અને વધારાની સુવિધાઓ સર્વિસ ચીફને સમકક્ષ હશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ સૈનિક બાબતોનાં વિભાગ (ડીએમએ)ના વડા પણ હશે, જેની રચના સંરક્ષણ મંત્રાલયની અંદર કરવામાં આવશે અને તેઓ એના સચિવ સ્વરૂપે કામ કરશે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના નેતૃત્વમાં સૈન્ય બાબતોના વિભાગ નીચેનાં ક્ષેત્રોમાં કામ કરશેઃ
- સંઘની સશસ્ત્ર સેના એટલે સેના, નૌકાદળ અને વાયુદળ.
- સંરક્ષણ મંત્રાલયનાં સંકલિત મુખ્યાલય, જેમાં સેનાનું મુખ્યાલય, નૌકાદળનું મુખ્યાલય, વાયુદળનું મુખ્યાલય અને ડિફેન્સ સ્ટાફનું મુખ્યાલય સામેલ છે.
- પ્રાદેશિક સેના.
- સેના, નૌકાદળ અને વાયુદળ સાથે સંબંધિત કાર્ય.
- વર્તમાન નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર મૂડીગત પ્રાપ્તિઓને બાદ કરીને સેવાઓ માટે વિશિષ્ટ ખરીદી.
ઉપરોક્ત બાબતો ઉપરાંત સૈનિક બાબતો વિભાગનાં અધિકાર ક્ષેત્રમાં નીચેની બાતોમં પણ સામેલ હશે -
- એકીકૃત સંયુક્ત યોજનો અને જરૂરિયાતોનાં માધ્યમ દ્વાર સૈન્ય સેવાઓની ખરીદી, તાલીમ અને સ્ટાફની નિમણૂકની પ્રક્રિયામાં સમન્વય સ્થાપિત કરવો.
- સંયુક્ત સંચાલનનાં માધ્યમથી સંસાધનોના તર્કસંગત ઉપયોગ માટે સૈન્ય પાંખોનું પુનર્ગઠન અને સંયુક્ત મંચ પાંખોની રચનાની સુવિધા.
- સેનાઓ દ્વારા સ્વદેશ નિર્મિત ઉપકરણોનાં ઉપયોગને પ્રોત્સાહન આપવું.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય બાબતોનાં વિભાગનાં પ્રમુખ હોવા ઉપરાંત ચીફ ઑફ સ્ટાફ કમિટીની અધ્યક્ષ પણ હશે. તેઓ સેનાની ત્રણ પાંખોની બાબતોમાં સંરક્ષણ મંત્રીનાં મુખ્ય સૈનિક સલાહકાર તરીકે કામ કરવાની સાથે ત્રણ સેનાઓનાં અધ્યક્ષ સંરક્ષણ મંત્રીને પોતાની સેનાઓનાં સંબંધમાં સલાહ પણ આપશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ત્રણે સેનાઓનું નેતૃત્વ નહીં કરે, ન કોઈ અન્ય સૈન્ય પાંખ માટે પોતાના અધિકારોનો ઉપયોગ કરે, જેથી રાજકીય નેતૃત્વને સૈન્ય બાબતોમાં તટસ્થ સૂચન આપી શકે.
ચીફ ઑફ સ્ટાફ કમિટીનાં સ્થાયી અધ્યક્ષ સ્વરૂપે તેઓ નીચેની કામગીરીઓ કરશે -
તેઓ સેનાની ત્રણે પાંખની સેવાઓ કરવા વહીવટી કાર્યો પર નજર રાખશે. ત્રણ સેવાઓ સાથે સંબંધિત એજન્સીઓ, સંસ્થાઓ અને સાયબર તથા સ્પેસ સાથે સંબંધિત કાર્યોની કમાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના હાથમાં હશે.
- સીડીએસ સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતા ધરાવતી રક્ષા અધિગ્રહણ પરિષદ અને એનએસએની અધ્યક્ષતા ધરાવતી સંરક્ષણ આયોજન સમિતિના સભ્ય હશે.
- પરમાણુ કમાન સત્તામંડળના સૈન્ય સલાહકાર સ્વરૂપે કામ કરશે.
- પ્રથમ સીડીએસનો હોદ્દો સંભાળ્યા પછી ત્રણ વર્ષની અંદર પરિવહન, માલ પરિવહન, તાલીમ, સહાયક સેવાઓ, સંચાર, સુધારો-વધારો અને જાળવણીમાં સંયુક્તતા સુનિશ્ચિત કરશે.
- માળખાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરશે અને ત્રણએ સેવાઓ વચ્ચે સંયુક્તતા મારફતે એને તર્કસંગત બનાવશે.
- એકીકૃત ક્ષમતા વિકાસ યોજના (આઈસીડીપી) પછી આગળનાં પગલા સ્વરૂપે પંચવર્ષીય સંરક્ષણ મૂડીગત સામાન ખરીદી યોજના (ડીસીએપી) અને બે વર્ષીય સતત વાર્ષિક અધિગ્રહણ યોજનાઓ (એએપી)નો અમલ કરશે.
- અનુમાનિત બજેટને આધારે મૂડીગત સામાનની ખરીદીના પ્રસ્તાવોને આંતર-સેવા પ્રાથમિકતા આપશે.
- બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરીને સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતા વધારવા માટે ત્રણે સેવાઓના કામકાજમાં સુધારાને લાગુ કરશે.
એવી આશા છે કે, ઉચ્ચ સંરક્ષણ વ્યવસ્થાપનમાં આ સુધારાથી સશસ્ત્ર દળ સંકલિત રક્ષા સિદ્ધાંતો અને પ્રક્રિયાઓને લાગુ કરવામાં સમર્થ બનશે અને સાથે સાથે આ ત્રણે સેવાઓ વચ્ચે એક સંયુક્ત વ્યૂહરચનાની સાથે એકીકૃત સૈન્ય અભિયાનનાં સંચાલનને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદગાર સાબિત થશે. તાલીમ, લોજિસ્ટિક્સ અને કામગીરીની સાથે સાથે ખરીદીને પ્રાથમિકતા આપવામાં પણ સંયુક્ત વ્યૂહરચના અપનાવવા માટે સંકલિત પ્રયાસ કરવાથી દેશને લાભ થશે.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં કરેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારતમાં વિભાજીત દ્રષ્ટિકોણ ન હોવો જોઈએ. આપણી સંપૂર્ણ સૈન્ય શક્તિને એક થઈને કામ કરવું પડશે અને આગળ વધવું પડશે. તમામ ત્રણે સેવાઓને એકસાથે સમાન ઝડપ સાથે આગળ વધવું પડશે. સારું સાંમજસ્ય હોવું જોઈએ અને આ દેશવાસીઓની આશા અને આકાંક્ષાઓ માટે પ્રાસંગિક હોવું જોઈએ. આ વિશ્વમાં બદલાતાં યુદ્ધ અને સુરક્ષાની સ્થિતિને અનુરૂપ હોવું જોઈએ. આ પદ (સીડીએસ)ના સર્જન પછી ત્રણે સેનાઓના ટોચનાં સ્તર પર પ્રભાવશાળી નેતૃત્વ સુનિશ્ચિત થશે.’
NP/DS/RP
(Release ID: 1597583)
Visitor Counter : 413