વહાણવટા મંત્રાલય
ધ રિસાયક્લિંગ ઑફ શિપ્સ બીલ 2019 ભારતના રાષ્ટ્રપતિની સંમતિ બાદ કાયદો બન્યો
Posted On:
17 DEC 2019 4:07PM by PIB Ahmedabad
ધ રિસાયક્લિંગ ઓફ શીપ્સ બીલ 2019 એ એક કાયદો બની ગયો છે. તા. 13 ડિસેમ્બર, 2019ના રોજ ભારતના રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ એ કાયદો બન્યો. સરકારે કેટલાક આંતરરાષ્ટ્રીય માપદંડો અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા આ માપદંડોના પાલન થકી જહાજોના રિસાયક્લિંગને નિયંત્રિત કરવા આ કાયદો લાવવાનું નક્કી કર્યું. સરકારે સુરક્ષિત અને પર્યાવરણને અનુરૂપ રિસાયક્લિંગ ઓફ શીપ્સ 2009 માટે હોંગકોંગ ઈન્ટરનેશનલ કન્વેન્શનમાં જોડાવાનો પણ નિર્ણય લીધો છે. તે મુજબ ભારતે 28 નવેમ્બર, 2019ના રોજ સુરક્ષિત અને પર સુરક્ષિત અને પર્યાવરણને અનુરૂપ રિસાયક્લિંગ ઓફ શીપ્સ 2009 માટે હોંગકોંગ ઈન્ટરનેશનલ કન્વેન્શનમાં પ્રવેશ કર્યો છે.
રિસાયક્લિંગ ઓફ શીપ્સ એક્ટ 2019 જહાજો પરના જોખમી પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ લાવશે અને જહાજોને રિસાયક્લિંગ માટે મોકલવા કે નહીં તેના પર પણ અંકુશ મુકશે. નવા જહાજો માટે, જોખમી પદાર્થોના ઉપયોગ પર તાત્કાલીક પ્રતિબંધો લાગુ પડશે, એટલે કે કાયદો અમલમાં આવ્યો એ તારીખ થી જ્યારે હાલના જહાજોમાં આ કાયદાના અમલ માટે 5 વર્ષો સમયગાળો રહેશે. જોખમી પદાર્થોના ઉપયોગ પર નિયંત્રણ અથવા પ્રતિબંધ સરકાર દ્વારા સંચાલિત યુદ્ધ જહાજો અને બિન વ્યવસાયિક જહાજો પર લાગુ કરવામાં આવશે નહિં. જહાજોમાં ઉપયોગમાં લેવામાં આવતા જોખમી પદાર્થોની યાદી પરથી જહાજોની કાળજીપૂર્વક તપાસ અને પરિક્ષણ કરવામાં આવશે.
આ કાયદા હેઠળ, શિપ રિસાયક્લિંગ સુવિધા માટે અધિકૃત કરાવવું જરૂરી છે અને જહાજોને ફક્ત આવી અધિકૃત શિપ રિસાયક્લિંગ સુવિધાઓમાં જ રીસાયકલ કરવામાં આવશે. આ કાયદામાં એ જોગવાઈ પણ છે કે શિપ સ્પેસિફિક રિસાક્લિંગ પ્લાન અનુસાર જહાજોનું રીસાયકલ કરવામાં આવશે. ભારતમાં રીસાયકલ કરવામાં આવતા જહાજોને એચકેસી અનુસાર રીસાયકલીંગ માટે તૈયાર હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
આ કાયદો, જહાજોમાંથી જોખમી કચરાના સલામત અને પર્યાવરણને અનુરૂપ દૂર કરવા અને સંચાલન સુનિશ્ચિત કરવા માટે શિપ રીસાયકલર પર કાનૂની ફરજ લાદશે. કાયદાકીય જોગવાઈઓના કોઈપણ ઉલંઘનને રોકવા માટે કાયદામાં યોગ્ય દંડની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.
ભારત દ્વારા હોંગકોંગ કેન્વેન્શનમાં જોડાણ અને રિસાયક્લિંગ ઓફ શીપ્સ એક્ટ 2019ના અમલીકરણથી પર્યાવરણને અનુકૂળ અને સલામતિ પ્રત્યે શિપ રીસાયક્લિંગ ઉદ્યોગને મજબુતાઇ આપશે અને માર્કેટ લીડર તરીકે ભારતની સ્થિતિને વધારે આગળ લાવશે.
DS/RP/GP
(Release ID: 1596803)
Visitor Counter : 271