શ્રમ અને રોજગાર મંત્રાલય

શ્રી સંતોષ ગંગવારના હસ્તે પેન્શન સપ્તાહનો પ્રારંભ

Posted On: 30 NOV 2019 1:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, તા. 30 નવેમ્બર, 2019

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PM-SYM) યોજનામાં તથા વેપારીઓ અને સ્વરોજગાર મેળવતી વ્યક્તિઓના પેન્શનની રાષ્ટ્રીય યોજના (NPS-Traders)માં નોંધણી કરાવવાની ઝુંબેશના ભાગ તરીકે શ્રમ મંત્રાલયે તા. 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી પેન્શન સપ્તાહ મનાવવાનુ નક્કી કર્યું છે. 30 નવેમ્બર, 2019ના રોજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ કુમાર ગંગવારે એક મધ્યસ્થ સમારંભનો પ્રારંભ કર્યો હતો, જેનો ઉદ્દેશ માર્ચ 2020 સુધીમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ એક કરોડ અને વેપારીઓ અને સ્વરોજગાર મેળવતી વ્યક્તિઓના પેન્શનની રાષ્ટ્રીય યોજનમાં 50 લાખ લાભાર્થીઓની નોંધણી કરવાનો છે. આ સમારંભનુ સમગ્ર દેશનાં 3.5 લાખ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

શ્રી ગંગવારે જણાવ્યું હતું કે બંને પેન્શન યોજનાઓ સરળ અને તકલીફ મુક્ત છે. નોંધણી કરાવવા માટે માત્ર આધાર કાર્ડ અને બચત બેંક/જન ધન ખાતાની જરૂર પડે છે.વ્યક્તિને યોજના હેઠળ નોંધણી કરાવવામાં માત્ર બે થી ત્રણ મિનીટ જેટલો જ સમય લાગે છે. આ યોજનામાં દાખલ થતી વખતે ઉંમરને આધારે માસિક યોગદાન રૂ. 55 થી 200 જેટલુ ઓછામાં ઓછુ રાખવામાં આવ્યું છે. આથી જો કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષની હોય તો તેનો માસિક ફાળો દર મહીને રૂ. 100 જેટલો થશે. આ રીતે તે વાર્ષિક ધોરણે માત્ર રૂપિયા 1200 અને અને તેણે નાણાં ભરવાના કુલ સમય દરમિયાન રૂ. 36,000 ચૂકવશે.

પણ તેને પેન્શન તરીકે વાર્ષિક રૂ. 36,000 મળશે, જે તેની રોજબરોજની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા નિવડશે. તેના મૃત્યુ પછી તેના જીવનસાથીને દર મહીને રૂ. 1500નું પેન્શન મળશે. જો પતિ અને પત્ની બંને આ યોજનામાં જોડાવા પાત્ર હશે તો તે બંને આ યોજનામાં અલગ અલગ રીતે જોડાઈ શકે છે, અને 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી તેમને રૂ. 6,000 પેન્શન મળશે, જે તેમની વૃદ્ધ અવસ્થા દરમિયાન તેમની રોજબરોજની જરૂરિયાત પૂરી કરવા માટે ખૂબ જ પૂરતા થઈ પડશે. જો પેન્શનના સમયકાળ દરમિયાન બંનેમાંથી કોઈ એકનુ અવસાન થશે તો તેના સાથીદારને માસિક પેન્શન તરીકે દર મહીને રૂ. 4500 મળશે. (રૂ. 3,000 પોતાના અને રૂ. 1500 જીવનસાથીના)

મંત્રીશ્રીએ એવી આશા વ્યક્ત કરી છે કે પેન્શન સપ્તાહ દરમિયાન અમે આયુષ્યમાન યોજનાના 10 કરોડ લાભાર્થીઓ, 11 કરોડ મનરેગા કામદારો, 4 થી 5 કરોડ બીઓસી કામદારો, 2.5 કરોડ સ્વ સહાય જૂથના સભ્યો, અને 40 લાખ આંગણવાડી કામદારો અને 10 લાખ આશા વર્કર માટે આ પેન્શન યોજનાઓના લાભ સમજાવવા માટે જાગૃતિ ઝુંબેશનુ આયોજન કરીશું.

આ સમારંભને સંબોધન કરતાં શ્રમ સચિવશ્રી હીરાલાલ સામરિયાએ જણાવ્યું હતું કે જે કોમન સર્વિસ સેન્ટર પેન્શન સપ્તાહ દરમિયાન 100થી વધુ વ્યક્તિઓની નોંધણી કરશે તેમને વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રોત્સાહનમાંથી કોમન સર્વિસ સેન્ટર કે એસપીવી કોઈ હિસ્સો લેશે નહી અને સંપૂર્ણ રકમ જે તે VLEs/ CSCsને તબદીલ કરવામાં આવશે.

શ્રી સામરિયાએ વધુમાં જણાવ્યું હતું કે બાંધકામ સાથે સંકળાયેલો કામદારો, આશા વર્કર્સ, ઘરેલુ કામદારો વગેરે આ યોજનામાં જોડાય અને તેનો લાભ લઈ શકે તે માટે તેમને પ્રેરણા આપવાનો અમારો સક્રીય પ્રયાસ રહેશે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારો તથા તેમના જિલ્લા સ્તરના અધિકારીઓ મારફતે મહત્તમ સંખ્યામાં નોંધણી કરશે તેવુ અમારૂ માનવુ છે. આ યોજનામાં થઈ રહેલી પ્રગતિની મંત્રાલય દ્વારા નિયમિત ધોરણે સમીક્ષા કરશે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક સચિવ કુ. અનુરાધાપ્રસાદ, શ્રી સુનિલ બથવાલ - સીપીએફસી શ્રી અજય તિવારી - ડીજીએલડબલ્યુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

 

DK/DS/GP/RP



(Release ID: 1594537) Visitor Counter : 186