રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ મુંબઇથી અમદાવાદ માટે ‘હેરિટેઝ વિક’ ખાસ પેકેજ લોન્ચ કર્યું

Posted On: 18 NOV 2019 5:11PM by PIB Ahmedabad

19 થી 25 નવેમ્બર, 2019 દરમિયાન ઉજવાઇ રહેલા વર્લ્ડ હેરિટેઝ વિક 2019 દરમિયાન ભારતીય રેલવેના પ્રવાસન વિભાગે હેરિટેઝ વિકસ્પેશિયલ ટુર પેકેજ લોન્ચ કર્યું હતું, જેની શરૂઆત મુંબઇથી થઇ રહી છે. આઇઆરસીટીસીની મુંબઇ ઝોનલ ઓફિસ દ્વારા તેનું સંચાલન થઇ રહ્યું છે. 22 થી 25 નવેમ્બર, 2019 સુધીના આ ખાસ પેકેજની વિશેષતા એ છે કે તે ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસતને દર્શાવે છે.

આ ટૂર પેકેજમાં યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ રાણી કી વાવ અને સુપ્રસિદ્ધમોઢેરા સુર્ય મંદિરને આવરી લેવામાં આવશે. આ પેકેજમાં અમદાવદ શહેરના હેરિટેજ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. બીજા દિવસે એટલે કે 23 નવેમ્બર, 2019ના રોજ ગ્રૂપને સુપ્રસિદ્ધ યુનેસ્કો હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવગઢ પુરાતત્વ ઉદ્યાન લઇ જવામાં આવશે. આ સિવાય આ પેકેજની બીજી આકર્ષક વસ્તુ એ પણ છે કે ગ્રૂપને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે પણ લઇ જવામાં આવશે. આ પેકેજની વધુ માહિતી આઇઆરસીટીસીની વેબસાઇટ www.irctctourism.com પર ઉપલ્બધ છે. વધુ માહિતી માટે મુસાફરો આ નંબર પર સંપર્ક કરી શકે છે. 8287931654/ 022-22644378 / 22632485.


(Release ID: 1592035) Visitor Counter : 229


Read this release in: English , Urdu , Hindi , Marathi